Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૮૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
યાદ આવ્યા, કારણકે તે બંને તેનો ધર્મ સમજવા સમર્થ હતા. પરંતુ તરત જ તે મરણ પામ્યાના ખબર મળતાં ઉપર જણાવેલ દેહકષ્ટને પ્રસંગે સહાય આપનાર પાંચ ભિક્ષુઓને ધર્મનો ઉપદેશ કરવાનું લક્ષ ગયું. આષાઢ સુદિ પૂર્ણિમાને દિને તેઓના નિવાસસ્થાન (કાશીના મૃગવન)માં જવા નીકળ્યા. માર્ગમાં આજીવિકપંથનો સાધુ ઉપક મળતાં તેણે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પોતાનો મનોરથ કહ્યો. તે સાંજે મૃગવનમાં પહોંચતાં પાંચ ભિક્ષુઓએ દૂરથી બુદ્ધને જોઈ અરસપરસ સંકલ્પ કર્યો કે શ્રમણ ગૌતમ આવે છે તો તેને માન ન આપવું. પરંતુ તે નજીક આવ્યા ત્યાં તેમની અનિચ્છા છતાં ઊભા થઈ માન આપ્યા વગર રહેવાયું નહિ. શ્રમણ ગૌતમ એ નામથી સંબોધ્યા ત્યારે બુદ્ધ જણાવ્યું કે એમ સંબોધન ન કરે. હું તથાગત છું. હું એ ધર્મનો ઉપદેશ કરીશ કે જે ઉત્તમ પવિત્રતાથી આ જ જિંદગીમાં તમે પ્રાપ્ત કરી શકશો. પછી મધ્યમ પ્રતિપતું – માર્ગનો ઉપદેશ કરી ચાર આર્યસત્ય સમજાવ્યાં. આથી કૌડિન્યને સત્યદર્શન થયું અને જેનો જન્મ છે તેનું મરણ પણ છે એવું જ્ઞાન પ્રાપ્ત થયું. અજ્ઞાત હતો તે જ્ઞાત થયો તેથી તેનું નામ અજ્ઞાત (અઅન – અજ્ઞાત) કૌડિન્ય પડ્યું. તેને નિર્વાણનું પ્રથમ પગથિયું - સ્ત્રોતોપત્તિ ફલ થયું અને તેણે દીક્ષા લીધી. બીજે દિવસે વાષ્પ (વાપ) અને ત્રીજે, ચોથે અને પાંચમે દિવસે એમ અનુક્રમે ભદ્રિક (ભદ્રિય), મહાનામ અને અશ્વજિતે (અસ્સજિ) દીક્ષા લીધી. પાંચમે દિવસે તેઓને ભૌતિક અને માનસિક પ્રપંચનું અનાત્માપણું (નરાભ્ય) સમજાવ્યું કે જે અનન્નાલખણ સુત્તત્રમાં જણાવેલ છે. આથી તેઓ તે જ વખતે અહંતુ થયા. આમ કુલ છ અર્પત થયા. કાશીમાં યશસ્ કરીને એક શ્રીમંત શ્રેષ્ઠીનો પુત્ર હતો તેણે બુદ્ધ પાસે આવતાં ઉપદેશ સાંભળી સ્ત્રોતોપત્તિ પ્રાપ્ત કરી બીજે દિવસે અહપદ પ્રાપ્ત કર્યું. તરત જ યશસૂનો પિતા ત્રિવાચિક (ત્રણમાં શ્રદ્ધા રાખનાર) ઉપાસક થયો કે જે સર્વથી પ્રથમ હતો. પછી યશની માતા અને પત્ની ઉપાસિકા થઈ, અને ત્યાર પછી યશસૂના પ૪ મિત્રોએ દીક્ષા લઈ અર્ધપદ પ્રાપ્ત કર્યું. આમ કુલ બુદ્ધ ઉમેરતાં ૬૧ અહંતુ થયા.
ચોમાસું જતાં – “પ્રવરણ પૂરું થતાં બુદ્ધે ઉક્ત ૬૦ શિષ્યોને જુદી જુદી દિશાઓમાં ધર્મનો ઉપદેશ કરવા મોકલ્યા. અહીંથી “મિશનરી'નો ભારતમાં પ્રારંભ થયો. પોતે ઉરૂલ (હાલના બુદ્ધગયામાં જે મહાબોધિ મંદિર છે તેની પાસે) ગયા. અહીં ત્રણ જટાધારી અગ્નિપૂજક તાપસો – જટિલો નામે ઉરૂવિલ્વા–કાશ્યપ, નાદી–કાશ્યપ અને ગયા–કાશ્યપ એ ત્રણ ભાઈઓ રહેતા હતા. તેને ઉપદેશ આપી બૌદ્ધ ભિક્ષુ બનાવ્યા; અને ત્યારપછી ઘણા શિષ્યો – ઉપાસકો થયા. પછી રાજા બિમ્બિસારને આપેલ વચન પ્રમાણે રાજગૃહમાં આવી યષ્ટિવને ઊતર્યા. રાજા ત્યાં આવ્યો અને પછી સંઘને વેણુવન ભેટ કર્યું.
આ વખતે એક સ્થળેથી બીજે સ્થળે ભટકતો સાધુ – પરિવ્રાજક નામે સંજય પોતાના સારિપુત્ર અને મોગલ્યાયન આદિ ઘણા શિષ્યો સાથે રાજગૃહમાં રહેતો હતો. સારિપુત્ર અને મૌદ્ગલ્યાયને આર્યસત્યને જાણતાં સંજયનો ત્યાગ કર્યો અને બુદ્ધના શિષ્ય થયા. બંનેએ અહપદ મેળવ્યું અને બંનેને મુખ્ય – પટ્ટશિષ્યો તરીકે સ્થાપિત કરવામાં આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org