________________
૨૫૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
આર્તધ્યાન-તે ચાર પ્રકારનાં છે : (8ત એટલે પીડા, તેમાંથી ઉત્પન્ન થયેલ તે આર્ત)
(ક) અનિષ્ટ સંયોગ – પોતાનાં સ્વજન, ધન, શરીર તેનો નાશ કરનાર અગ્નિ, જલ, વિષ, શસ્ત્ર, સર્પ, સિંહ, દુષ્ટજન વૈરી આદિ અનિષ્ટ પદાર્થોના સંયોગથી જે ખરાબ ચિંતવના થાય તે.
(ખ) ઈષ્ટ વિયોગજ – રાજ્ય, ઐશ્વર્ય, સ્ત્રી, કુટુંબ, મિત્ર, ભોગ, આદિના નાશ કે વિયોગ વખતે તથા ચિત્તને પ્રીતિ ઉપજાવનાર સુંદર ઈદ્રિયવિષયોના અભાવ કે વિયોગ વખતે જે ત્રાસ, પીડા, ભ્રમ, શોક, મોહના કારણે નિરંતર ખેદરૂપ થાય છે એ આ પ્રકારનું આર્તધ્યાન છે અને તે ધ્યાન પાપસ્થાન છે.
(ગ) રોગપીડા ચિંતવન – (રોગનિદાન) વાતપિત્તકફના પ્રકોપથી ઉત્પન્ન થયેલ શરીરના રોગોથી જે વ્યાકુલતા થાય છે તે.
(ઘ) અગ્ર શૌચ - આગળ જતાં અમુક ભાવ આવે તો લાભ થાય, હું છોકરાઓના વિવાહ કરીશ અને મને લોકમાં માન-મોટાઈ મળશે એમ ભવિષ્યના અગાઉથી વિચાર કરવા તે.
અથવા ભોગા – આ નામ પણ આપેલ છે. તેનો અર્થ એ થાય છે કે અમુક ભોગ, સુંદર સ્ત્રી, ઐશ્વર્ય, વગેરે આનંદરૂપ વસ્તુઓ મને કેમ મળે એ પ્રકારનું ચિંતવન. આ ધ્યાન સંસારની પરિપાટીથી થતું આવ્યું છે અને સંસારનું કારણ છે. આશામાં જ ખૂતેલા પ્રાણીઓ ડૂખ્યા છે.
આ આર્તધ્યાન પાંચમા ગુણસ્થાન (શ્રાવક) સુધી ચારે પ્રકારે રહે છે, અને છઠ્ઠા ગુણસ્થાન (સર્વવિરતિ – પ્રમત્ત ગુણસ્થાન) સુધી પહેલા ત્રણ થાય છે.
રૌદ્ર ધ્યાન પણ ૪ પ્રકારનું છે : રુદ્ર એટલે કૂર આશયવાળો ભાવ. તે રીદ્ર.
| (ક) હિંસાનંદ – જેમાં જીવને પોતાનાથી અગર અન્ય દ્વારા મારવામાં, પીડવામાં તથા તેનો નાશ કરવામાં અગર ઘાતનો સંબંધ મેળવવામાં હર્ષ માનવામાં આવે છે.
(ખ) મૃષાનંદ – જે મનુષ્ય અસત્ય જૂઠી કલ્પનાના સમૂહથી પાપરૂપી મેલ વડે મલિનચિત્ત થઈ જે કંઈ ચેષ્ટા કરે તેને આ રૌદ્રધ્યાન થાય છે. જૂઠું બોલી છલકપટ કરી ખુશી થવું તે.
(ગ) ચૌર્યાનન્દ – ચોરીનાં કાર્યોમાં ઉપદેશ આપવો, તેમાં ચતુરતા વાપરવી, અને તત્પરચિત્ત થવું તે, તેમાં આનંદ માનવો અને બીજા ચોરી કરે તેમાં હર્ષ માનવો તે.
(ઘ) વિષયસંરક્ષણ (સંરક્ષણાનંદ) – આરંભ પરિગ્રહોની રક્ષા અર્થે ઉદ્યમ કરવો. અને તેમાં સંકલ્પની પરંપરા વિસ્તારવી, કૃપણ બની વાવરવું નહિ ને સાચવી રાખવું, એ આ ધ્યાનમાં સમાઈ જાય છે.
આ રૌદ્રધ્યાન પ્રધાનતાથી મિથ્યાત્વથી થાય છે, પરંતુ ગૃહસ્થને સખ્યત્વ હોવાથી તેના પાંચમા ગુણસ્થાનમાં આવું રૌદ્ર પરિણામ ન થાય, પણ કોઈ ગૃહકાર્યના સંસ્કારથી કિંચિત્ લેશમાત્ર થઈ જાય છે તેથી અહીં તેનું વર્ણન કરેલ છે. આ ધ્યાન કૃષ્ણલેશ્યાથી યુક્ત છે. અને પંચમ ગુણસ્થાનપર્યત છે.
ઉક્ત આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ક્ષાયોપથમિક ભાવ છે. તેનો કાલ અંતર્મુહૂર્ત છે. અને કોઈ વખત પૂર્વકર્મથી મુનિને પણ થાય છે. બન્ને સંસારનાં કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org