Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન વસ્તી / બુદ્ધ અને મહાવીર
૨૫૭
જૈન વસ્તી સને ૧૯૧૧ના વસ્તીપત્રમાં કુલ સમગ્ર જૈનોની વસ્તી હિંદુસ્તાનમાં ૧૨, ૪૮, ૧૮૨ ગણાયેલી છે. તે મુખ્ય ભાગે ગુજરાત, કાઠિયાવાડ, મારવાડમાં વહેંચાયેલી છે. આમાં શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી (ટૂંઢીઆ)નો સમાવેશ થાય છે. સાધુઓ - સંસારત્યાગી દિગંબરમાં જૂજ છે કારણકે તેઓમાં નગ્નાવસ્થામાં જ સાધુઓને રહેવું પડે છે. પરંતુ તે આ કાલે દુ:શક્ય જ છે. શ્વેતાંબરોમાં સાધુસાધ્વીઓની કુલ સંખ્યા ૫૦૦ પાંચસો ઉપર હશે અને સ્થાનકવાસીમાં લગભગ ૩૦૦ હશે. વિક્રમ સંવતું ૧૭મા સૈકામાં ટૂંઢક સાધુઓ કે જે શ્વેતવસ્ત્ર રાખે છે તેનાથી અલગ ઓળખાવા માટે પીતવસ્ત્રનો અંગીકાર સત્યવિજયજી આદિએ કર્યો હતો અને “સંવેગી’ એ પદ સાધુઓને આપવામાં આવ્યું હતું, અને તેથી કેટલાક પીતવસ્ત્રનો ઉપયોગ શ્વેતાંબર સાધુમાં કરે છે. આ સિવાય શિથિલાચારી થઈ ગયેલા અને તેથી વૈદક, જયોતિષ, આદિ કરતા ધતિઓ પણ ઘણા છે – આને “જતિ કહેવામાં આવે છે.
(ઈ.સ. ૧૯૯૧ની વસ્તીગણતરી અનુસાર ભારતમાં જૈન ધર્મ પાળનારાઓની વસ્તી ૩૩૫૨૭૦૬ છે જે ભારતની કુલ વસ્તીના ૪૦ ટકા છે. ગુજરાતમાં જેનોની વસતી ૪૯૧૩૩૧ છે જે ગુજરાતની કુલ વસ્તીના ૧.૧૯ ટકા છે.
(સંદર્ભ : ૧. “Census of India 1991, series I INDIA, Paper I of 1995 – Religion” ૨. “Census of India 1991, Series-7 Gujarat, Part IV B (11) Religion (Table c-9))
શ્રી સમગ્ર જૈન ચાતુર્માસ સૂચી ૧૯૯૩માં દર્શાવેલા આંકડા પ્રમાણે ભારતના સમગ્ર જૈન સંપ્રદાયોનાં સાધુ-સાધ્વીઓની સંખ્યા આ પ્રમાણે છે : સંપ્રદાય , સાધુ સાધ્વી
ટકા ૧. શ્વેતાંબર મૂર્તિપૂજક ૧૩૫૧ ૫૧૮૪ ૬પ૩૫ ૨. શ્વેતાંબર સ્થાનકવાસી પ૧) ૨૩૮૭ ૨૮૯૭ ૩. શ્વેતાંબર તેરાપંથી
૧૪૦ ૫૪૮
૬૮૫ ૪. દિગંબર સમુદાય
૨૬૫ ૨૧૦
૪૭૫ ૨૨૭૩ ૩૨૯ ૧૦૬૦૨ ૧૦૦ એ રીતે અત્યારે ભારતના સમગ્ર જૈન સાધુ-સાધ્વીઓની સંખ્યા આશરે ૧૧૦OOની કહી શકાય.]
બુદ્ધ અને મહાવીર આ બંનેના ચરિત્રમાં કેટલીક સમાનતાઓ મળી આવે છે. (૧) બંનેએ સંસારત્યાગ કરી વૈરાગ્યમય જીવન ગાળ્યું. (૨) બંનેનાં કેટલાંક સગાંનાં નામ લગભગ સરખાં હતાં. મહાવીરની સ્ત્રીનું યશોદા અને બુદ્ધની સ્ત્રીનું નામ યશોધરા હતું. મહાવીરના મોટા ભાઈનું નામ નંદિવર્બન હતું. બુદ્ધના સાવકા ભાઈનું નામ નંદ હતું. મઘવીરના પિતાનું નામ સિદ્ધાર્થ હતું જ્યારે બુદ્ધનું પોતાનું અપરનામ સિદ્ધાર્થ હતું.
૬,૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org