Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન અને બૌદ્ધ મત્ત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
નામે પ્રસિદ્ધ ગ્રંથ બનાવીને શુદ્ધાચારની પ્રરૂપણા કરી ચૈત્યવાસીઓની તેમાં બરાબર ખબર લીધી છે.
૨૫૬
સં.૧૨૧૩માં અંચલગચ્છની સ્થાપના થઈ. તેમાં અંચલ એટલે લૂગડું મુખવસ્ત્રિકા માટે વાપરી શકાય એવું મંતવ્ય છે. આને ‘વિધિપક્ષ' પણ કહે છે. સં. ૧૨૩૬માં પૌર્ણમીય (પુનમીઆ) ગચ્છની ઉત્પત્તિ નરસિંહસૂરિથી થઈ. સંવત્ ૧૨૮૫માં યાવજ્જીવ આચામ્લ (આંબેલવ્રત)નું તપ કરી ૧૨ (બાર) વર્ષ પછી જગચંદ્રસૂરિએ ‘તપા’ એ બિરુદ પ્રાપ્ત કર્યું. ત્યારથી તપાગચ્છ એ (ઉપરોક્ત પાંચ નામ પછી છઠ્ઠું નામ) પડ્યું. સં. ૧૫૦૮ લોંકા નામના ગૃહસ્થ લહિયાએ મૂર્તિપૂજાનો નિષેધ કર્યો અને ત્યારપછી ઢૂંઢક – ‘સ્થાનકવાસી'નો સંપ્રદાય થયો કે જે મૂર્તિપૂજાનો નિષેધ કરે છે, ૩૨ સૂત્ર માત્ર માને છે, મુખવસ્ત્રિકા (મુહપત્તિ) તેના સાધુઓ હમેશાં મોઢે બાંધી રાખે છે.
તેરાપંથી મતની ઉત્પત્તિ : ભીખુજી / ભીખણજી જોધપુર મંડલમાં કંટાલિયા ગામના ઓસવાલવંશી સકલેચા પરિવારમાં થયા. બહુજી પિતા, દીપાંબાઈ માતા, જન્મ સં.૧૭૮૩ અસાડ સુદ ૩. દીક્ષા સં.૧૮૦૮ માગશર વદ ૧૨ રઘુનાથજી પાસે. સં.૧૮૧૭ ચૈત્ર સુદ ૯ના રોજ વિચારભેદને કારણે ચા૨ સાથીઓને સાથે લઈ એમનાથી છૂટા થયા. સં.૧૮૧૭ અસાડ સુદ ૧૫ના રોજ ૧૨ સાથીઓ સાથે કેલવામાં નવીન દીક્ષા લીધી અને એ સંપ્રદાયને તેરાપંથી નામ મળ્યું. એમણે એક આચાર્ય, એક સમાચારી અને એક વિચારવાળું સુદૃઢ અનુશાસન ઊભું કર્યું. અહિંસા, દાન, દયા વગેરેની એમણે કરેલી નવીન વ્યાખ્યાને કારણે એમને ઘણો વિરોધ સહન કરવો પડેલો. સ્વર્ગવાસ સં. ૧૮૬૦ ભાદરવા સુદ ૧૩ સિરિયાીમાં થયો.
તીર્થ
જેનાથી તરી શકાય તે તીર્થ. તે બે જાતનાં છે. સ્થાવર અને જંગમ. સ્થાવર એટલે એક સ્થળે સ્થાયી હોય તે – તીર્થભૂમિઓ છે. તેમાં મુખ્ય શેત્રુંજય (પાલીતાણા – કાઠિયાવાડ) પર્વત છે. આનું માહાત્મ્ય ઘણું છે. તેનાં સિદ્ધાચલ, પુંડરીક વગેરે ઘણાં નામો છે અને ત્યાં અસંખ્ય નિર્વાણ પામ્યાનું કહેવાય છે. તે સિવાય સમેતશિખર (કલકત્તા – બઈવાન પાસે) નામની ટેકરી છે કે જ્યાં જૈનના વર્તમાન ૨૪ તીર્થંકરો પૈકી ૨૦ તીર્થંકરો મોક્ષ પામ્યા છે. આને પારસનાથ હિલ' અંગ્રેજો વગેરે કહે છે. પાવાપુરી (રાજગૃહી પાસે) છે કે જ્યાં છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી મોક્ષ પામ્યા છે. ગિરનાર (જૂનાગઢ – કાઠિયાવાડ) પર્વત કે જ્યાં ૨૨મા નેમિનાથ તીર્થંકરે નિર્વાણપદ મેળવેલ છે. તેનાં બીજાં નામ રેવતાચલ, ઉજ્જયંત છે. બીજાં પણ ઘણાં તીર્થો છે જેવાં કે આબુ પર્વત કે જ્યાં વિમળ મંત્રીએ સં.૧૦૮૮માં ભવ્ય અને અપૂર્વ
→ કામના નમૂનારૂપ આરસનાં દેરાસરો (દેવાશ્રયો) બંધાવ્યાં છે, અને તેને દેલવાડાનાં દેરાં - ‘દિલવારા ટેમ્પલ' કહે છે. તથા તારંગાજી (ખેરાલુ અને વરેઠાની પાસે) પહાડ. જંગમ તીર્થમાં ગ્રામાનુગ્રામ વિચરતા સાધુઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org