________________
૨૬૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
કે આત્મા વિશ્વ સાથે વ્યાપક છે.
૨. બૌદ્ધના જે પાંચ સ્કંધો છે અને તેના અસંખ્ય ભાગો છે તેના જેવું જૈનોના માનસશાસ્ત્રમાં નથી
૩. જેનોનો લાક્ષણિક સિદ્ધાંત કે જે તેના સર્વ તત્ત્વજ્ઞાન અને નીતિમાં પ્રસરેલ છે તે એ છે કે પ્રાણી અને વનસ્પતિમાં જીવ છે એટલું જ નહિ પણ જેને મહાભૂત – (જડ) કહેવામાં આવે છે તે પૃથ્વી, અપૂ, વાયુ અને તેજના નાનામાં નાના ભાગમાં પણ જીવ છે એવું સ્વીકારે છે અને તેથી તેને પૃથ્વીકાય, અકાય એમ ‘કાય' – શરીર લગાડી ગણવામાં આવે છે. આવું બૌદ્ધમાં બિલકુલ નથી, અને બ્રાહ્મણ ધર્મ પણ મહાભૂતમાં જીવ સ્વીકારવાની ના પાડે છે.
વળી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ એવા નિગોદ' જીવનું સ્થાન પણ બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મમાં નથી. તે ઉપરાંત ગતિ અને સ્થિતિ સહાયક દ્રવ્ય નામે ધર્માસ્તિકાય' અને
અધર્માસ્તિકાય' અનુક્રમે – એ બે દ્રવ્યોનો સ્વીકાર પણ કોઈપણ દર્શન – બૌદ્ધ કે બ્રાહ્મણધર્મ – માં નથી.
૪. સર્વજ્ઞ સુધી જ્ઞાનની દશા કમેક્રમે લઈ જવી એ ભારતના તત્ત્વજ્ઞાનીઓ માટે . મહા અગત્યનો વિષય છે, આ સંબંધે જેનોનો પોતાનો સિદ્ધાંત પંચજ્ઞાન' સંબંધે જે
છે અને તેની જે પરિભાષા છે તે બ્રાહ્મણ અને બૌદ્ધ દર્શનથી તદ્દન ભિન્ન છે : – સમ્યજ્ઞાન ૫ પ્રકારનું છે. (૧) મતિ (૨) શ્રત (મતિ ઉપર આધાર રાખતું) (૩) અવધિ (અપ્રકૃત જ્ઞાન) (૪) મન:પર્યવ – બીજાના વિચારનું સ્પષ્ટ જ્ઞાન (૫) કેવલ - સર્વજ્ઞત્વ. આ માનસશાસ્ત્રીય સિદ્ધાંત જૈનોમાં પ્રાધાન્ય પામેલો છે, અને તે દરેક મહાત્મા કે તીર્થંકરના ધાર્મિક જીવનનું વર્ણન આપતાં તેના શાસ્ત્રકારોએ દષ્ટિ સમક્ષ રાખેલો છે. આવું – કે આના જેવું બૌદ્ધમાં બિલકુલ નથી. આવી રીતે ઘણી વિરુદ્ધતાનાં ઉદાહરણો છે.
જૈન અને બૌદ્ધ ધર્મની બ્રાહ્મણ તત્ત્વ સાથે સમાનતા ચાર છે ?
(૧) પુનર્જન્મ (૨) કર્મનો સિદ્ધાંત – પૂર્વકમથી પુણ્યપાપ થાય છે અને તેનાં ફલ આ ભવે કે આવતા ભવમાં ભોગવવામાં આવે છે. (૩) પૂર્ણજ્ઞાન અને સમ્યક્યારિત્રથી મનુષ્યજન્મનું પુનરાગમન અટકાવી શકાય છે. (૪) અનાદિકાલથી બુદ્ધો અથવા તીર્થકરો તે જ સિદ્ધાંતો જણાવે છે અને હાનિ પામતા ધર્મનો ઉદ્ધાર કરે છે. આ સિદ્ધાંત બ્રાહ્મણના વિષ્ણુ આદિ અવતારને કંઈક મળતો આવે છે. બૌદ્ધને પૂછવામાં આવ્યું કે શું સત્ય કદી ગુપ્ત રહ્યું છે ? છેલ્લા બુદ્ધ થયા પહેલાં કદી હસ્તગત નહોતું થયું ? – આનો જવાબ એમ આવે છે કે પૂર્વના બુદ્ધોએ ઉપદેર્યું હતું.
“વળી બુદ્ધ ધર્મમાં જૈન ધર્મ નવીન ઉભવ પામ્યો હતો, તેમ “નાતપુત્ત’ – જ્ઞાતપુત્ર એટલે મહાવીર જૈન ધર્મના સ્થાપક હતા એમ કદી પણ જણાવવામાં આવ્યું નથી, તેથી જૈનધર્મ (નિગ્રંથોનો ધર્મ) પ્રાચીન ધર્મ હતો અને ‘નાતપુત્ત’ ફક્ત તે ધર્મના સુધારક હતા કે જે પાર્શ્વનાથે સ્થાપ્યો હોય. પરંતુ બંનેએ ૨૪ની સંખ્યા માની છે એ નવાઈ જેવું છે. કોણે પહેલાં શોધી તે કહેવાતું નથી. જેનોમાં તે સંખ્યા સામાન્ય છે અને પ્રાચીન હોવી જોઈએ, કારણકે શ્વેતાંબર અને દિગંબર બંને ૨૪ તીર્થકરો માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org