________________
૨૫૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
આ ઉપરથી અનુમાન જે નીકળી શકે તે એ જ કે તેવાં નામો બહુ જ પ્રચલિત હતાં. મહાવીરના મુખ્ય શિષ્ય ગણધરનું નામ ગૌતમ ઇદ્રભૂતિ હતું જ્યારે બુદ્ધનું નામ ગૌતમ બુદ્ધ હતું તે પણ એ જ વાત બતાવી આપે છે. (૩) બંને ક્ષત્રી હતા, છતાં પ્રતિસ્પર્ધી હતા, અને બ્રાહ્મણોના પણ પ્રતિસ્પર્ધી બંને હતા. કારણકે બ્રાહ્મણોનું એ મંતવ્ય હતું – બલ્લે તેઓ સગર્વ જણાવતા કે ક્ષત્રિયો બ્રહ્મર્ષિ થઈ ન શકે અને તેઓ સંન્યાસ લે તો તેને “મિથ્થા સંન્યાસીઓ' કહેતા.
આવી સમાનતાથી એમ નથી ધારવાનું કે બંને એક જ વ્યક્તિ હતા, તે બંનેનાં જીવન તપાસતાં ઘણી રીતે ભિન્નતાઓ પણ જોવામાં આવે છે. જેમકે (૧) બુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુ, ત્યારે મહાવીરની વૈશાલી પાસેના કુંડગ્રામમાં હતી. (૨) બુદ્ધના જન્મ પછી તેમની માતાનું મૃત્યુ થયું હતું. મહાવીરનાં માબાપ તેમને ૨૮ વર્ષ સુધી જોવા ભાગ્યશાળી નીવડ્યાં હતાં. (૩) બુદ્ધે પોતાના પિતાની જિંદગી દરમ્યાન અને તેમની ઇચ્છા વિરુદ્ધ દીક્ષા લીધી, જ્યારે મહાવીરે માતપિતાના મૃત્યુ પછી ૩૧ વર્ષની વયે પોતાના વડીલ ભાઈની સંમતિ લઈને સંસારત્યાગ કર્યો. (૪) બુદ્ધ ૬ વર્ષ તપશ્ચર્યા કરી પછી તેને નિષ્ફળ માની છોડી દીધી, જ્યારે મહાવીરે ૧૨ વર્ષ તપશ્ચર્યા આદરી તેને સફલ માની અને તીર્થંકર થયા પછી પણ કેટલીક કરી. (૫) બુદ્ધના પ્રતિસ્પર્ધીઓમાંથી કોઈપણ, જેવી રીતે મહાવીરની સામે ગોશાલ મખ્ખલિપુત્ર થયો હતો તેમ, તેમની સામે થયો નહોતો. (૬) બુદ્ધના બધા શિષ્યો મહાવીરના શિષ્યો કરતાં જુદા જ હતા અને નામ પણ જુદાં જ ધરાવતા હતા. (૭) બુદ્ધ કુશિનગરમાં નિર્વાણ પામ્યા જ્યારે મહાવીર પાવાપુરીમાં મોક્ષ પામ્યા.
બૌદ્ધની જૈન એક શાખા છે ? નહિ. કેટલાક (લેસન આદિ) બંને ધર્મ વચ્ચે જ સમાનતાઓ રજૂ કરી એવા અનુમાન પર આવે છે તેનો રદિયો ડૉક્ટર યાકૉબી યોગ્ય રીતે નીચે પ્રમાણે આપે છે :
(૧) બૌદ્ધના બુદ્ધના અને જૈનના તીર્થંકરનાં સરખાં નામ છે : જિન, અહ, મહાવીર, સર્વજ્ઞ, સુગત, તથાગત, સિદ્ધ, બુદ્ધ, સંબુદ્ધ, પરિનિવૃત્ત, મુક્ત વગેરે.
આના સંબંધમાં ડૉ. યાકોબી કહે છે કે જિન એ શબ્દ સિવાય આ નામોમાંથી એક ભાગ બૌદ્ધો અને બીજો ભાગ જેનો પસંદ કરે છે. ઉદાહરણ તરીકે બુદ્ધ, તથાગત, સુગત અને સંબુદ્ધ એ શાક્યમુનિ (ગૌતમ બુદ્ધ)નાં સામાન્ય નામ છે, જ્યારે મહાવીરના સંબંધે વિરલ જ ક્વચિત જ વપરાય છે, અને સામાન્ય રીતે વીર, મહાવીર ને વર્ધમાનનાં હંમેશ સામાન્ય રીતે વપરાતાં નામો તેમને માટે જોવામાં આવે છે. વળી તીર્થકર એ નામ મહાવીરના સંબંધે તથા બીજા સંબંધે જેનમાં ખાસ પારિભાષિક વપરાય છે તે બૌદ્ધમાં છે જ નહિ. આ પરથી એકે બીજામાંથી ગ્રહણ કર્યું એવું બિલકુલ પ્રતિપાદિત થતું નથી. જે જે માનસૂચક નામો છે તેને તેની યોગ્યતા પ્રમાણે – અમુક તેની ધાર્મિક ઘટનાના અન્વયે વપરાય છે. તીર્થંકર એ જેનમાં તીર્થપ્રવર્તક – ધર્મપ્રવર્તક તરીકે તેના મૂલ – વ્યુત્પત્યર્થમાં છે, જ્યારે બૌદ્ધ જેની સામે વિરુદ્ધતા બતાવવી તેનો અને તીર્થિક' એ શબ્દનો અર્થ નાસ્તિક માના ગુરુ તરીકે કરે છે. જ્યારે જૈનમાં બુદ્ધ એ મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org