Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન એ વેદિક ધર્મની શાખા છે? (જૈનની પ્રાચીનતા)
૨૬૧
છે. (શ્વેતાંબર અને દિગંબર વીરાતું રજા સૈકામાં સંભવિત રીતે જુદા પડ્યા હોવા જોઈએ)' – ડૉ. યાકૉબી.
આ પરથી જેને બૌદ્ધથી સ્વતંત્ર છે.
આના સંબંધમાં બૌદ્ધ ધર્મગ્રંથો જૈન ધર્મ સંબંધે જે ઉલ્લેખ કરે છે તે પણ અહીં જણાવવું યોગ્ય થઈ પડશે.
(૧) બુદ્ધ ધર્મના અડગુત્તર નિકાય' નામના ગ્રંથમાં વૈશાલી નગરના એક વિદ્વાન્ રાજકુમાર અભય જૈનદર્શનમાં કર્મનું સ્વરૂપ કેવા પ્રકારે છે તેનું વર્ણન આપે છે.
(૨) “મહાવગ' ગ્રંથમાં શ્રી મહાવીરના સિંહ નામના શિષ્ય બુદ્ધદેવનાં દર્શન કરવા ગયા હતા તેનું વર્ણન છે.
(૩) “ક્ઝિમા નિકાય' ગ્રંથમાં મહાવીરની ઉપાલી નામક શિષ્યાએ બુદ્ધદેવની સાથે શાસ્ત્રવાદ કર્યો હતો તેનું વર્ણન છે.
(૪) “અગુત્તર નિકાયમાં વીરના શ્રાવકો કેવા પ્રકારનો ધર્મ પાળે છે તેનું તથા તેમના ચારિત્ર વિષયનું બહુ વિસ્તારથી વર્ણન આપ્યું છે.
(૫) બુદ્ધ ધર્મના “સામગ્નફલસુત્ત' નામના ગ્રંથમાં જૈન ધર્મનું સ્વરૂપ આલેખતાં જણાવ્યું છે કે જૈન દર્શનમાં ચાર મહાવ્રત છે. આથી એક અગત્યના વિષય પર પ્રકાશ પડે છે. બૌદ્ધ ધર્મની શરૂઆતથી જ જૈન ધર્મ – નિગ્રંથધર્મ અસ્તિત્વમાં છે એ સિદ્ધ થવા ઉપરાંત શ્રી મહાવીરના સમયમાં પાર્શ્વનાથ તીર્થંકરનાં શ્રાવક-શ્રાવિકાઓ વગેરે પણ હતાં એ પણ સિદ્ધ થાય છે, કેમ કે શ્રી પાર્શ્વનાથના શાસનમાં આપણા સાંપ્રત કાળનાં પાંચ મહાવ્રતોના બદલે બ્રહ્મચર્ય સિવાયનાં બાકીના ચાર વ્રત હતાં. પાર્શ્વનાથ અને મહાવીરના કાળ વચ્ચે ૨૫૦ વર્ષનું અંતર છે, એટલે પાર્શ્વનાથનું શાસન મહાવીરના કાળ સુધી મંદ પ્રવાહે પણ અખંડ ચાલતું હતું એટલેકે મહાવીરના દર્શનની સમીક્ષા કરવામાં બુદ્ધદેવના શિષ્યોએ સરતચૂકથી પાર્શ્વનાથનાં દર્શનની હકીકત જણાવી હોય તેમ જણાય છે. બંનેના દર્શનમાં મહત્ત્વનો ફેરફાર કશો પણ નથી. પાર્શ્વનાથે ચોથા બ્રહ્મચર્યનો અપરિગ્રહમાં સમાવેશ કર્યો હતો, તે મહાવીરે જુદો કરી બ્રહ્મચર્યનું ચોથું વ્રત કરી, અપરિગ્રહને પાંચમું વ્રત ગણાવ્યું છે.
(૬) બૌદ્ધ ગ્રંથોમાં જૈનો તેમના વિરોધી હોવાનું સ્થળે સ્થળે લખાયેલું છે, પરંતુ એક પણ સ્થળે જૈન તેમની શાખા હોવાનું અથવા જૈનોએ બુદ્ધના ધર્મમાંથી કોઈ હિસ્સો લઈ લીધો હોય એમ જણાવ્યું નથી. જેનને બૌદ્ધ પોતાની શાખા તરીકે માનતા હોત તો તેમના વિરુદ્ધ લખત જ નહિ
(૭) મખલિપુત્ત -- ગોસાલ પ્રથમ મહાવીરનો શિષ્ય હતો, પણ પાછળથી તેમનો વિરોધી થઈ ગયો હતો – આ સંબંધી હકીકત પણ બુદ્ધના પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે. આ પરથી પણ સ્પષ્ટ છે કે જેનએ બુદ્ધનો સમકાલીન ધર્મ તો હતો જ.
(૮) મહાવીરના નિર્વાણ સંબંધી તથા તેમના ગણધર સુધમાં સ્વામીની હકીકત પણ બુદ્ધના ગ્રંથોમાંથી મળી આવે છે.
જૈન એ બૌદ્ધની શાખા નથી એમ સિદ્ધ કરવાને ડૉ. યાકૉબીના આધારો તેમજ બૌદ્ધ ગ્રંથના ઉલ્લેખો કે જે મુખ્ય હતા તે અત્ર મૂક્યા છે, વળી વેદિક સંપ્રદાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org