________________
બૌદ્ધની જૈન એક શાખા છે? નહિ.
૨૫૯
જીવના અર્થમાં વપરાતો હતો. અને હજુ પણ વપરાય છે, ત્યારે બૌદ્ધમાં તે તેના સ્થાપકનું વિશેષ નામ છે. આ પરથી એટલું જ જણાય છે કે બૌદ્ધોએ પોતાની આવી પરિભાષા યોજી, ત્યારે તેઓ જૈનોના પ્રતિસ્પર્ધીઓ હતા.
(૨) બંને પોતાના સ્થાપકને જે નાશવંત મનુષ્ય છે તેને દેવ તરીકે મૂર્તિ કરી પૂજે છે.
આ દલીલમાં કંઈ વજૂદ નથી. આ ધર્મોની માફક બધા ધર્મો પોતપોતાના સંતો - મહાત્માઓની મૂર્તિપૂજા કરે છે તે પરથી એક બીજાનું ગ્રહણ કર્યું છે - એક બીજાની શાખા છે એમ ન કહી શકાય. ઊલટું બુદ્ધના વિચારમાં મૂર્તિપૂજા કરવી એવું કંઈપણ ફરમાન કે ઉપદેશ નથી છતાં મૂર્તિપૂજા થાય છે, જ્યારે મહાવીરના વચનથી તેની તેમ પૂજા કરવામાં વિરુદ્ધતા નથી.
(૩) અહિંસા પર બંને બહુ જ ભાર મૂકે છે.
મહાવીર અને બુદ્ધ બંને થયા પહેલાં બ્રાહ્મણ સંન્યાસીઓ વિદ્યમાન હતા; તેઓના આચારમાં પણ અહિંસાને સ્થાન હતું જ. તો તે પરથી એક બીજા પાસેથી અહિંસાનો સિદ્ધાંત ગ્રહણ કર્યો હોય તેવું નથી.
(૪) બંને ધર્મો કાલનાં પરિમાણો અતિશયોક્તિવાળાં બાંધે છે.
આ જવાબમાં ડૉક્ટર યાકૉબી કહે છે કે જૈનો બૌદ્ધ કરતાં કાલનું સ્વરૂપ વિશાલ જણાવવામાં ચડી જાય છે તે વાત ખરી છે, પરંતુ બૌદ્ધના સંબંધે નહિ, પણ બ્રાહ્મણોના સંબંધે પણ તેવું જ માલૂમ પડે છે. જૈન અવસર્પિણી, ઉત્સર્પિણી અને તે દરેકના છ આરા (આરક) માને છે, બૌદ્ધ ૪ મહાકલ્પ અને ૮૦ અલ્પકલ્પ માને છે, જ્યારે બ્રાહ્મણો યુગો અને બ્રહ્માના કલ્પો સ્વીકારે છે. અહીં યાકૉબી મહાશયનો એવો અભિપ્રાય છે કે બૌદ્ધ બ્રાહ્મણોના યુગ પરથી પોતાના કલ્પો ગણ્યા છે અને જૈનોએ બ્રાહ્મણોએ માનેલ બ્રહ્માના દિવસ અને રાત પરથી ઉત્સર્પિણી અને અવસર્પિણી કચ્યા છે.
આ ઉપરાંત ચાર વર્ણાશ્રમ બ્રાહ્મણધર્મ જેટલા જૂના નહિ હોય તો પણ જૈન અને બૌદ્ધના કરતાં જૂના છે. તે આશ્રમ પૈકીના સંન્યસ્ત આશ્રમ પરથી જૈન શ્રમણ - સાધુ અને બૌદ્ધના ભિક્ષુનો વર્ગ થયો હોય તે વિશેષ સંભવિત છે, નહિ કે જેને બૌદ્ધનું અનુકરણ તે સંબંધે કર્યું હોય આમ ડૉ. યાકૉબી કહે છે.
વળી વિશેષ તે કહે છે કે જેન અને બૌદ્ધદર્શનના સિદ્ધાંતોમાં એકબીજાથી ઘણી વિરુદ્ધતાઓ માલૂમ પડે છે, અને તે પરથી તે બંનેએ કોઈ બ્રાહ્મણ ધર્મ જેવા સામાન્ય મૂળમાંથી ગ્રહણ કર્યું હોય તેમ પણ કહી શકાતું નથી. તે વિરુદ્ધતાઓ આ છે :
૧. બૌદ્ધમાં નિર્વાણનો અર્થ શૂન્યતા છે અગર તે એવું અસ્તિત્વ છે કે જેનું સ્વરૂપ ખ્યાલમાં પણ આવે તેમ નથી અને તે એટલે દરજ્જુ સુધી કે બ્રાહ્મણોના આત્મવાદ – નામે આત્મા અખંડ અને શાશ્વત છે તેની વિરુદ્ધ બુદ્ધનો આ સિદ્ધાંત થયો.
જ્યારે જૈન તેમાં સંમત થાય છે, ફેર એટલો જ છે કે તેઓ આત્માને મર્યાદિત રીતે વ્યાપક – શરીરવ્યાપી કહે છે, ને બ્રાહ્મણો (સાંખ્ય, ન્યાય અને વૈશેષિક) કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org