Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 287
________________ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો the basis of all the superstructure of the vedic faith, does in fact startle the heart of even the most faithful follower of the Vedas. This effect, I believe, could not have been brought about by the purely militant materialistic doctrine, but must have been the slow and silent effect of the steady self-relying teachers who brought the wealth of their metaphysical thought to bear on all questions of humane life and constructed a doctrine which would satisfy all the yearning of the humane soul.' જૈન ધર્મ એ શીખવે છે કે ઉત્તમમાં ઉત્તમ નીતિમય જીવન એ જ આત્માની ઉતિ કરવામાં અને તેને કર્મથી મુક્ત કરવાનો સાચો ઉપાય છે. અને જૈન ધર્મમાં નીતિનું કેંદ્રભૂત સત્ય કોઈની હિંસા કરવાથી તદ્દન મુક્ત રહેવું એ છે. આ તો દુઃખદાયક કબૂલિયાત છે કે પશુયજ્ઞ જો કે શ્રુતિએ અનુમોદિત અને આજ્ઞાથી ફરમાવેલ છે તેમજ તે વેદિક ધર્મની સર્વ ઇમારતનો પાયો છે છતાં વેદના ચુતમાં ચુસ્ત અનુયાયીના હૃદયને પણ વસ્તુતઃ ચમકાવે છે. મારા ધારવા પ્રમાણે આ અસર જે સિદ્ધાંત માત્ર વિરોધી અને જડ ભાવનામય હોય તેથી પરિણમી શકે જ નહિ, પણ તે દૃઢ આત્મસંયમી ધર્મોપદેશકોની ધીમી અને શાંત અસર હોવી જ જોઈએ કે જે ઉપદેશકોએ મનુષ્યજીવનના સર્વ પ્રશ્નો સાથે સંબંધ ધરાવતા એવા પોતાના આધ્યાત્મિક વિચારોની સંપત્તિ રજૂ કરી એક એવો સિદ્ધાંત રચ્યો હોય કે જે મનુષ્યાત્માની સર્વ તીવ્ર ઇચ્છાને તૃપ્ત કરી શકે. આવી રીતે જૈનોની વૈદિક યજ્ઞ ઉપર પ્રબલ અસર હતી, અને તેથી તે કારણે નીપજેલા દ્વેષને લઈને કદાચ બીજાઓએ ‘હસ્તિના તાડ્યમાનોપિનાòઝિન મંવિરમ્ ।’ હાથી તમારા ઉપર હુમલો કરવાને આવે અને બચવાનો કોઈપણ ઉપાય ન મળે તો પણ જૈનના મંદિરમાં પ્રવેશવું નહિ આવા ભાવનાં વાક્યો ઉચ્ચાર્યાં હોય એમ લાગે છે. ૨૬૬ કેટલાંક સંસ્કૃત નાટકોમાં જૈનોના સાધુ અને યતિનાં પાત્રોને દાખલ કરી તેમની પાસે અનેક નિંઘ ભાવ ભજવ્યા છે (આમ બૌદ્ધ ભિક્ષુઓના સંબંધે પણ બન્યું છે.) કેટલેક સ્થળે તેમણે ચોરી કરી, દલાલી કરી, જૂઠું બોલ્યા એવા રૂપમાં તેમને ખોટા આકારમાં દર્શાવ્યા છે અને અજાણ્યા માણસોમાં જૈન ધૂર્તતાની મૂર્તિ છે એવો ભાવ ઠસાવવા પ્રયત્ન કર્યો છે. આની સામે જૈનોએ પણ બ્રાહ્મણોને ક્વચિત્ અયોગ્ય રીતે ચીતર્યા હશે. આ પ્રમાણે પ્રાચીન જૈન દર્શન અનેક દર્શનો તરફથી ધક્કાધુંબા ખાતું આજ સુધી ભારતમાં અખંડ ધારાએ ચાલ્યું આવ્યું છે, જ્યારે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અહીં ભાગ્યે જ રહ્યા છે કે ખૂબ ઓછા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427