Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિભાગ-૪ : પ્રકીર્ણ
જૈનોમાં ભેદો (Ecclesiastical History)
જૈનોમાં બે ભેદ છે : શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર સાધુનાં રજોહરણ, મુખવસ્ત્રિકા, આદિ લિંગ છે, અને તેમનો વેષ ચોલપટ્ટાદિ છે. પંચમિતિ અને ત્રણ ગુપ્તિ એ તેમનો આચાર છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અકિંચનત્વ, ક્રોધાદિ જય આદિથી યુક્ત અને દાંતેંદ્રિય એવો જે નિગ્રંથ તે ગુરુ મનાય છે, માધુકરી વૃત્તિથી (જેમ મધુકર – ભ્રમર જુદાજુદા ફૂલમાંથી થોડુંથોડું લે છે તેમ), નવકોટિ વિશુદ્ધ (મન, વચન અને કાયાથી કરવું નહિ (૩), કરાવવું નહિ એ (૩), અને અનુમોદવું નહિ એ (૩) કુલ ૯ રીતે) એવો તેમનો નિત્ય આહાર છે. સંયમના નિર્વાહને અર્થે જ વસ્ત્રપાત્રાદિ ધારણ કરે છે. (તેમનાં વસ્ત્ર મુખ્યત્વે શ્વેત હોવાથી શ્વેતાંબર કહેવાય છે. શ્વેત સફેદ + અંબર લૂગડાં – વસ્ત્ર જેને છે તે). કોઈ વંદના કરે ત્યારે ધર્મલાભ’ એમ કહે છે. આમાં દેવની પ્રતિમાને વસ્ત્ર આદિ ચડાવવામાં આવે છે અને ચક્ષુઓ મૂકવામાં આવે છે.
=
=
=
દિગંબર (દિક્ = દિશા + અંબ૨ એટલે વસ્ત્ર એટલે જેનાં વસ્ત્ર દિશારૂપ છે – નગ્ન છે તે) – દિગંબર સાધુનું નગ્નતા એ જ લિંગ છે, હાથ એ જ પાત્ર છે. તેમના ચાર ભેદ છે ઃ કાષ્ઠાસંઘ, મૂલસંઘ, માથુરસંઘ અને ગોપ્યસંઘ. કાષ્ઠાસંઘમાં ચમરીના વાળની પીંછી, મૂલસંઘમાં અને ગોપ્યસંઘમાં મોરનાં પીછાંની પીંછી રાખે છે જ્યારે માથુરસંઘમાં મૂળથી જ પીછીનો રિવાજ નથી. ઉક્ત ચારમાંના પ્રથમના ત્રણ સંઘ વંદના સ્વીકારતાં ‘ધર્મવૃદ્ધિ’ કહે છે, અને ગોપ્યસંઘ શ્વેતાંબર સાધુની પેઠે “ધર્મલાભ' કહે છે; વળી પ્રથમના ત્રણ સંઘ સ્ત્રીઓની મુક્તિ, કેવલી (કેવલજ્ઞાની સદેહીસર્વજ્ઞ)નું આહારગ્રહણ - ભુક્તિ, સચીવર – વસ્ત્રવાળો સાધુ વ્રતી હોવા છતાં પણ તેની મુક્તિ સ્વીકારતા નથી, જ્યારે ગોપ્ય સ્ત્રીઓની મુક્તિ અને કેવલીની ભુક્તિ માને છે (શ્વેતાંબરો પણ સ્ત્રીઓની મુક્તિ છે અને કૈવલી કવલાહાર (એક કોળિયો આહાર) કરે છે એમ માને છે, અને વસ્ત્ર છે તે સંયમના ઉપકરણ અર્થે જ તેના જેટલાં જ સ્વીકારે છે). એ સર્વ – ચારે સંઘને ભિક્ષાટનમાં ને ભોજનમાં બત્રીસ અંતરાય અને ચૌદ મત વર્જ્ય છે. આમાં દેવની પ્રતિમા નગ્ન હોય છે અને વસ્ત્રાદિ ચડતાં નથી. બાકી બીજા બધા આચાર ગુરુ, અને દેવ એ સર્વ શ્વેતાંબરોના જેવું જ છે. તેમના શાસ્ત્રમાં તર્કમાં કોઈ ફેર નથી. શ્વેતાંબર અને દિગંબરો બંને ચોવીસ તીર્થંકરોને માને છે, અને પદ્રવ્ય, બે પ્રમાણ, સપ્તભંગી, નય, નવતત્ત્વ, સ્યાદ્વાદ, ગૃહસ્થધર્મ અને સાધુધર્મ, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રથી મોક્ષ, મૂર્તિપૂજા આદિ બંને સરખી રીતે સ્વીકારે છે.
શ્વેતાંબરમાં દેવની મૂર્તિમાં કચ્છ (લંગોટ)નું ચિહ્ન રહે છે, જ્યારે દિગંબરોમાં મૂર્ત્તિ વસ્રરહિત નગ્ન રહે છે. પરંતુ બંનેની પદ્માસનસ્થ હોય છે. ધાર્મિક સાહિત્યના સંબંધમાં અંગ, ઉપાંગનાં નામ બંને પક્ષ સરખાં માને છે, પરંતુ દિગંબર તે મૂલ આગમો વિચ્છિન્ન થયાં છે એમ માની આદિપુરાણ આદિ જુદા ગ્રંથોનો સ્વીકાર કરે છે, જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org