________________
ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ
૨૪૯
ન રહેવાથી એક ક્ષેત્રની મર્યાદા જે હોય તેથી આગળ જવું અને જવાયું હોય તો પછી સ્મૃતિ થતાં પાછું ન વળવું તે.
૭. ભોગોપભોગ પરિમાણ – ખાનપાનની ચીજ કે જે એક વખત ભોગવવામાં આવે છે તેને ભોગ કહેવામાં આવે છે, અને જે વારંવાર ભોગવવામાં આવે તે (દાગીના, વસ્ત્ર વગેરે) ઉપભોગ કહેવાય છે. આ બંનેનું પરિમાણ બાંધવું – જેટલું જરૂરનું હોય તેટલા માટે છૂટ રાખી બીજા માટે પ્રત્યાખ્યાન લેવું તે – તેનો ત્યાગ કરવો તે. આને માટે ૧૪ નિયમ કરવામાં આવ્યા છે. વળી પાપમય – સાવદ્ય ૧૫ જાતના વેપાર છે તેનો ત્યાગ કરવો કારણ કે તેથી કર્મનું આદાન-આગમન થાય છે. આને ૧૫ કર્માદાન કહેવામાં આવે છે : (૧) અંગારકર્મ. લાકડાના અંગારા – કોયલા કરી વેચવા. (૨) વનકર્મ – વન વેચાતું રાખી તેને કાપી કાપી વેચવું. (૩) શકટીકર્મ – ગાડાં પ્રમુખ વાહન રાખી ધંધો કરવો, (૪) ભારી કર્મ – ગાડાં ભાડે રાખવાં, રખાવવાં. (૫) સ્કોટી કર્મ – ટાંકવું, ફોડવું કે હલથી જમીન ઉખેડવી. (૬) દંતવાણિજ્ય – હાથીદાંતનો વેપાર કરવો, (૭) લાક્ષાવાણિજ્ય – લાખનો વેપાર (૮) રસવાણિજ્ય – મદિરાદિ રસનો વેપાર (૯) કેશવાણિજ્ય – ચમરના વાળ વગેરેનો વેપાર (૧૦) વિષવાણિજ્ય – ઝેરનો વેપાર, (૧૧) યંત્રપાલન કર્મ – ઘાણી પ્રમુખ પીલવાનાં યંત્રો કરવાં (૧૨) નિલંછન કર્મ - પશુઓને ડામ દઈ આંકવાં – અંડછેદન વગેરે, (૧૩) દવદાન કર્મ – વનમાં દવ સળગાવવો, (૧૪) સરતડાગશોષ કર્મ – સરોવર કૂવા વગેરે સૂકવવાં, અને (૧૫) અસતીપોષણ કર્મ – વળી આ વ્રતસ્થ ૨૨ અભક્ષ્ય ત્યાગવાં જોઈએ અને રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ.
૮. અનર્થદંડ વિરમણ – વિરતિ – પોતાને કે પોતાના સ્વજનકુટુંબ વાસ્તે જે પાપકારણ કરવું તે અર્થદંડ છે અને તે સિવાયનું અનર્થદંડ છે અને તેનાથી વિરક્ત રહેવું તે આ વ્રત છે.
- તેના ૪ ભેદ છે : (૧) અપધ્યાન અનર્થદંડ (૨) પાપોપદેશ અનર્થદંડ (૩) હિંસપ્રદાન અનર્થદંડ (૪) પ્રમાદાચરિત અનર્થદંડ.
(૧) અપધ્યાન અનર્થદંડના બે ભેદ છે. (અ) આર્તધ્યાન (બ) રૌદ્ર ધ્યાન. આ બે ધ્યાન અપધ્યાન – કુધ્યાન – અસદૂધ્યાન – અપ્રશસ્ત ધ્યાન છે. તે દરેક લઈએ. ૧. ૨૨ અભક્ષ્ય = વડ, પીપર, પિલખણ, ઉદુંબર, ગુલર એ પાંચનાં ફળ, મદિરા, માંસ, મધ,
માખણ, બરફ, અફીણ પ્રમુખ વિષવસ્તુ, કરા, સર્વ જાતની કાચી માટી, રાત્રિભોજન, બહુ બીજવાળાં ફળ, સંધાન અથાણાં (૩ દિવસ ઉપરાંતનાં), દ્વિદલ ધાન્ય, રીંગણાં, તુચ્છ ફલ (જાંબુ પીલુ વગેરે), અજાયું ફલ, ચલિતરસ (જે વસ્તુનો કાલ પૂરો થયો હોય ને સ્વાદ બદલાઈ ગયો હોય તેવાં સડેલાં ફલ વગેરે) અને ૩૨ જાતની અનંતકાય (કંદ વગેરે). સરખાવો શ્રીમદ્ ભાગવત __ मद्यमांस मधुत्यागी त्यक्तोदुंबरपंचकः ।
निशाहार परित्यक्त एतद् ब्राह्मणलक्षणं ।। વળી મહાભારતમાં કહ્યું છે કે : મઘમસાશનં રાત્રી મોનને પક્ષi |
ये कुर्वन्ति वृथा तेषां तीर्थयात्रा जपस्तपः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org