Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ
૨૫૧
(૨) પાપીપદેશ અનર્થદંડ – બીજાને નિપ્રયોજન પાપ બંધાય તેવાં કામ કરવા ઉપદેશ આપવો.
(૩) હિંઅપ્રદાન – હિંસા જેથી થાય એવાં શસ્ત્રઅસ્ત્ર માગ્યા વગર આપવાં તે.
(૪) પ્રમાદાચરિત – પ્રમાદથી કૂથલી કરે. જેવી રીતે રાજ્યકથા, દેશકથા, સ્ત્રીકથા, ભક્ત (ભોજન) કથા કે જેથી કાંઈપણ ધર્મપ્રયોજન સરે નહિ. આ ચારે કથાને અયોગ્ય કથા એટલે “વિકથા' કહેલ છે. દિવસે સૂઈ જાય, ગમે તેમ હાસ્ય-મશ્કરીમાં વખત ગાળવો વગેરે પ્રમાદાચરણ છે.
આ વ્રતમાં પાંચ અતિચાર : (૧) કંદર્પચેષ્ટા - કામ, અગર તેના હેતુરૂપ વાણીનો પ્રયોગ અથવા મોહ જગાવે એવું વચન, કર્મ (૨) કૌટુચ્ય – મુખવિકાર, ભૂવિકાર, નેત્રવિકાર વગેરે હાસ્યને ઉત્પન્ન કરનાર વિડંબનાદિ ક્રિયા (૩) મુખરિ વચન - ભાંડ, કુતૂહલી લોકની પેઠે મુખરીપણું – લવારી કરવી, નિર્લજ્જ – અસંબદ્ધ વચન બોલવાં, મર્મ ખોલવાં વગેરે. (૪) અસમીક્ષ્યાધિકરણ – વિચાર કર્યા વગર – નિમ્પ્રયોજન ઉખલની સાથે મુશલ, હલની સાથે ફાલા, ગાડી સાથે ધોંસર, ધનુષની સાથે તીર એવાં પાપનાં અધિકરણ રાખવાં તે. કારણકે તે બીજા માગીને લઈ જાય તેથી તે હિંન્નપ્રદાન અનર્થદંડ થાય છે. (૫) ભોગોપભોગાધિકત્વ – ભોગ અને ઉપભોગ (જુઓ તેનો અર્થ 9મા અણુવ્રતમાં) – સ્નાન, પાન, ભોજન, તાંબૂલ વગેરે વધુ રાખવાં તે – જોઈએ તે કરતાં વધુ રાખવાં તે.
ચાર શિક્ષાવ્રત (૧) સામાયિક વ્રત (સમ = સમતા + આય = લાભ) જેમાં સમતાનો લાભ થાય છે. (૨) દેશાવકાશિક (દશ = વિભાગમાં + અવકાશ = અંતર) (૩) પોષધોપવાસ (૪) અતિથિ સંવિભાગ એ ચાર શિક્ષાવ્રત છે એટલે શિક્ષા અર્થાત્ સાધુધર્માભ્યાસ તેને આપનાર છે. – તેનાં સ્થાન છે. બાર વ્રતમાં આને ૯-૧૦-૧૧ અને ૧૨માં ગણવામાં આવેલ છે.
૯. સામાયિક વ્રત – સાવદ્યયોગનો ત્યાગ અને નિરવદ્યયોગનું આચરણ કરવારૂપ આ વ્રત છે. સામાન્ય રીતે આ બે ઘડીનું છેતેમાં સમતાયુક્ત રહે, શાસ્ત્રાભ્યાસ કરે, અથવા બે વખત પ્રતિક્રમણ' (એક આવશ્યક ક્રિયાવિશેષ) કરે અને તેમાં જે જે પાપ લાગ્યો હોય તેને આલોચે – પશ્ચાત્તાપ કરી ન કરવાનો નિશ્ચય કરે.
પાંચ અતિચાર (૧-૩) મન, વચન, અને કાયાના યોગનું દુ:પ્રણિધાન એટલે પાપમાર્ગે પ્રવર્તવું એટલે મનોદુપ્રણિધાન, વચન દુપ્રણિધાન અને કાયદુપ્રણિધાન, (૪) અનાદર – પ્રબળ પ્રમાદથી જેમ તેમ આ વ્રત કરવું. (૫) સ્મૃતિનાશ એટલે સામાયિક કરવાના અવસરની સ્મૃતિનો નાશ થાય વગેરે.
૧૦. દેશાવકાશિક વ્રત – ચારે દિશાની મર્યાદા કરવી તે છઠ્ઠી દિશાપરિમાણ વ્રતમાં કહેલ છે અને તેમાં પણ સંકોચ કરવો એ આ વ્રતનો હેતુ છે. બાર વ્રતમાં પણ, ચૌદ નિયમમાં પણ સંકોચ કરવો તે. આથી બાહ્ય આરંભાદિકનો ત્યાગ થાય છે. આ વ્રતમાં પ્રતિદિન પચ્ચખાણ (પ્રત્યાખાન) કરવાના છે કે “આજે મારે આટલા યોજન સુધી જવાય, બાકીનું પચ્ચખાણ' વગેરે.
૧૧. પોષધોપવાસ - (પોષ = ગુણની પુષ્ટિ તેને ધ = ધારણ કરે તે પોષધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org