________________
ગૃહસ્થધર્મ અને યતિધર્મ
૨૪૫
ધર્મ નાશ પામે છે અને લાંબે કાળે તે સુખી થતો નથી. અતિ દ્રવ્યાસક્ત પુરુષ દ્રવ્યનો સંચય કરે પણ ક્યારે પણ ખર્ચે નહિ તેથી ધર્મનું પાલન ન થાય, તેમજ ગૃહસ્થધર્મ એવી શકે નહિ.
૨૮. ધર્મ, અર્થ, કામ – એ ત્રણમાંથી હરકોઈને બાધ થવા સંભવ લાગે તો મૂલ પુરુષાર્થને બાધ થવા દેવો નહિ. મૂલ પુરુષાર્થ તે ધર્મ છે.
૨૯. પોતાની શક્તિ અને અશક્તિ વિચારી કામ કરવું.
૩૦. ધર્મ અર્થ અને કામની ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ અનુબંધ (આગ્રહ) રાખવામાં પ્રયત્ન કરવો.
૩૧. જે કાલે જે વસ્તુ યોગ્ય હોય તેનો વિચાર કરી તેને અંગીકાર કરવી. ૩૨. હમેશાં ધર્મનું શ્રવણ કરવું. ૩૩. સર્વકાર્યમાં કદાગ્રહ ન રાખવો. ૩૪. ગુણોમાં પક્ષપાત રાખવો.
૩૫. ઊઠ, અપોહ આદિ બુદ્ધિના આઠ ગુણનો યોગ સાધવો – ગ્રહણ કરવો. બુદ્ધિના આઠ ગુણ આ છે - (૧) સાંભળવાની ઈચ્છા તે “શુષા” (૨) પછી સાંભળવું તે “શ્રવણ' (૩) શાસ્ત્રના અર્થનું ગ્રહણ કરવું તે “ગ્રહણ.” (૪) જે ધાર્યું હોય તે ભૂલવું નહિ તે “ધારણા. (૫) મોહ, સંદેહ અને વિપર્યાસ રહિત જ્ઞાન થવું - જાણવું તે “વિજ્ઞાન.” (૬) જે અર્થ જાણ્યો હોય તેને અવલંબીને તેવી જાતના અન્ય અર્થમાં વ્યક્તિ થવાથી જે વિતર્ક કરવો તે ઊહ.' (૭) ઉક્તિ (વચન) અને યુક્તિથી વિરુદ્ધ એવા અર્થથી પ્રત્યવાની સંભાવના લાવી નિવૃત્ત થવું તે “અપોહ' (સામાન્યજ્ઞાન તે ઉહ અને વિશેષજ્ઞાન તે અપોહ છે). (૮) વિજ્ઞાન, ઊહ અને અપોહથી શુદ્ધ થયેલ “આ આમ જ છે' એવો નિશ્ચય તે ‘તત્ત્વાભિનિવેશ'. આ આઠ ગુણથી જેણે બુદ્ધિનો ઉત્કર્ષ પ્રાપ્ત કર્યો હોય તે કદી પણ અકલ્યાણ પામતો નથી. આ ગુણોથી સમ્યગ્દર્શનાદિ નિજસ્વભાવનો ઉત્કર્ષ થાય છે અને તેથી ચારિત્રવંત અતત્વને વિષે આગ્રહવાળો હોતો નથી. માટે આ ગુણોવાળો સદ્ધર્મને ગ્રહણ કરવામાં યોગ્યાધિકારી થાય છે. ગૃહસ્થધર્મ (શ્રાવકનાં બાર વ્રત) પ્રાપ્ત કરવા પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થયેલું હોવું જોઈએ અને તે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી અણુવ્રત વગેરેનું ગ્રહણ કરવું ઘટિત છે, અન્યથા નથી.
શ્રાવકના ૨૧ ગુણ – ૧. અક્ષુદ્ર – ઉદારદિલ – પરાયાં છિદ્ર જોવામાં સહજ ઉપેક્ષાવાળો. ૨. રૂપવાન્ – સારા બાંધાનો. ૩. પ્રકૃતિસૌમ્ય – શીતળ સ્વભાવનો. ૪. લોકપ્રિય (દાનશીલવિયાદિ ગુણથી જનપ્રિય). ૫. અકૂર – કોમળ હૃદયનો, ૬. ભીરુ - પાપ ને પરભવનો ડર રાખનારો, ૭. અશઠ - છળકપટ રહિત, ૮. સદાક્ષિણ્ય – મોટાનું માન રાખવાને તેમના કહેવા મુજબ કરનારો, ૯. લજ્જાળુ – લાજમર્યાદા રાખનાર. ૧૦. દયાળુ, ૧૧. મધ્યસ્થ સૌમ્યદષ્ટિ – નિષ્પક્ષપાતી, ૧૨. ગુણરાગી, ૧૩. સત્યથ - ધર્મકથા જેને પ્રિય છે. ૧૪. સુપયુક્ત શીલવંત કુટુંબસગાંવાળો. ૧૫. સુદીર્ઘદર્શી – લાંબી નજરવાળો, ૧૬. વિશેષજ્ઞ – વસ્તુના ગુણદોષ વિશેષ રીતે સમજનાર, ૧૭. વૃદ્ધાનુગ – જ્ઞાનવૃદ્ધ વયોવૃદ્ધને અનુસરનાર, ૧૮. વિનીત – ગુણી પ્રત્યે નમ્ર, ૧૯. કૃતજ્ઞ – ઉપકાર ન ભૂલતાં પ્રત્યુપકાર કરવાની ઈચ્છાવાળો, ૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org