Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૩૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
વસ્તુધર્મ છે, ધર્મના ધર્મ નથી. ધર્મને ધર્મ ન હોય. એકાંત નિશ્ચય સ્વીકારવાથી અનેકાંતવાદની હાનિ થાય છે એમ નથી કારણકે અનેકાંત મત પણ સમ્યગૂ એકાંત નિશ્ચય વિના બને નહિ. નય એકાંત સ્વીકારે છે, છતાં પ્રમાણ થકી તો અનેકાંતનો જ નિશ્ચય છે. (૪) જલાદિને સ્વરૂપની અપેક્ષાથી જલરૂપતા છે, પરરૂપની અપેક્ષાથી નથી એટલે જલના અર્થીને અગ્નિ પ્રત્યે પ્રવૃત્તિ થવાનો સંભવ નથી; કેમકે વપર પર્યાયાત્મકત્વથી સર્વ વસ્તુ સર્વરૂપે માનેલી છે. નહિ તો વસ્તુસ્વરૂપ જ બને નહિ. વળી ભૂત ભવિષ્ય ગતિને લઈને જલપરમાણુને પણ ભૂત ભવિષ્યની અગ્નિપરિણામની અપેક્ષાથી અગ્નિરૂપતા પણ છે જ; અને ઊના પાણીમાં તો પાણીની કોઈ પ્રકારે અગ્નિરૂપતા મનાય પણ છે જ.
આ રીતે ઘણી સૂક્ષ્મતાથી ન્યાયથી ભરપૂર અનેકાંત દર્શન છે, તેમાં નય, નિક્ષેપ, પ્રમાણ આદિ અનેક વિષયોનો સમાવેશ થાય છે. 44 - (Aspect - standpoint)
વસ્તુના અનંત સ્વભાવમાંથી કોઈ સત્ અંશનો સ્વીકાર કરી ઇતર અંગો પ્રત્યે ઉદાસીન રહેનાર “નય' કહેવાય છે. (ની = લઈ જવું. તે પરથી લઈ જનાર – પ્રાપક તે નય) એટલે જેનાથી વસ્તુનો બોધમાર્ગ – જીવાદિ પદાર્થનો બોધ સદંશ – સત્ય અંશ સ્વીકારવાથી અને બીજા અંશ તરફ ઉદાસીનતા રાખીને પ્રાપ્ત થાય છે તે નય - અને એક અંશનો સ્વીકાર કરી બીજા સર્વનો નિષેધ કરે તે નયાભાસ છે. તે સાત છે. ૧. નૈગમ, ૨. સંગ્રહ, 3. વ્યવહાર, ૪. ઋજુસૂઝ, ૫. શબ્દ, ૬. સમભિરૂઢ, અને ૭. એવંભૂત.
૧. નૈગમનય – વસ્તુમાત્રને સામાન્યરૂપે (જાતિ) અને વિશેષ (ભિન્નભિન્ન વ્યક્તિ) રૂપે એમ ઉયરૂપે પ્રહણ કરે છે. સામાન્યધર્મથી સેંકડો વ્યક્તિઓમાં એકતાબુદ્ધિ થાય છે, જેમકે અને ક ઘટોમાં ઘટત્વ એક પ્રકારનું છે, પણ વિશેષ ધર્મથી તેના વિશિષ્ટ ધર્મને લઈ વ્યકિત મન્નભિન્ન ઓળખી શકાય છે. રાતા ઘડાથી પીળો ઘડો જુદો ઓળખી શકાય છે, એ તેનાં રહેલ પીતત્વ વિશિષ્ટ ગુણને લઈને છે. નિગમ નય કહે છે કે સામાન્ય વગર વિરોધ નથી, અને વિશેષ વગર સામાન્ય નથી. આ નયનું જ ગ્રહણ ન્યાય અને વૈશેષિક દળોન કરે છે.
૨. સંગ્રહ નય – આ નય મુખ્યપણે રામાન્ય ધર્મને - સત્તાને સ્વીકારે છે. તે એમ જણાવે છે કે વનસ્પતિમાં નિંબ, આમ્ર આદિનો સમાવેશ થાય છે; આગળના નખ આદિ હાથથી ન્યારા ન હોવાથી તેનો હાથમાં સમાવેશ થાય છે. અરે વેદાંત અને સાંખ્ય દર્શનો આ નયને જ સ્વીકારે છે.
૩. વ્યવહાર – તે વ્યવહારમાં થાય છે તેમ વિશેષ ધર્મને સ્વીકારે છે. વનસ્પતિ લેવાનું કોઈને કહેવામાં આવે, પરંતુ તેને અમુક કેળાં, કેરી આદિ લેવાનું ખાસ કરીને કહેવામાં ન આવે તો સામાન્યતઃ વનસ્પતિ કહેવાથી તે શું ગ્રહણ કરી શકશે ? માટે સામાન્યનો કાંઈ તેવો ખપ પડતો નથી. વિશેષ ધર્મ ઓળખાણ ખરી પડે છે. ચાવક દર્શન આ નયને જ માન્ય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org