Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અનેકાનાવાદ – સાવાદ
૨૩૭
૪. ઋજુસૂત્ર નય – (ઋજુ = સરલ + સૂત્ર = બોધ) તે સરલ એવા વર્તમાન સત્વગ્રાહી હોવાથી અતીત અનાગત ભાવને તજી કેવળ વર્તમાન પર્યાયવાળા પોતાના ભાવને જ વસ્તુપણે માન્ય રાખે છે, કારણકે એથી જ વર્તમાન ભાવથી કાર્યસિદ્ધિ થાય છે, પણ અતીત અને અનાગત તેમજ પરભાવથી કંઈ કાર્યનિષ્પત્તિ નથી. આથી તે નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપને ન સ્વીકારતાં ભાવનિક્ષેપને જ સ્વીકારે છે. (આ ચાર નિક્ષેપનું ટૂંક સ્વરૂપ નયે આપેલ છે.) હાલ વસ્ત્ર પીળું હોય તો તે પીળું છે એમ કહેશે પરંતુ તે પૂર્વે ધોળું હોય અથવા હવે પછી કાળું થવાનું હોય તો તેની અપેક્ષા નહિ રાખે. રાજપુત્ર જ્યાં સુધી રાજા નથી થયો ત્યાં સુધી તે રાજપુત્ર છે પણ તે ભાવી રાજા કે અપેક્ષાએ રાજા છે એવું આ નય સ્વીકારતો નથી. બૌદ્ધ દર્શન આ નયને જ ગ્રહ છે (બૌદ્ધ આત્મા મરીને ક્યાં જાય છે, તે રહે છે કે નહિ તે વિશે બિલકુલ વિચાર કરવાની ના કહે છે. પણ વર્તમાનમાં જ જે દુઃખ છે – જે ભવપીડા છે તેને દૂર કરવાને મથવા જ કહે છે.)
૫. શબ્દ નય –- આ વસ્તુનાં જે જે બીજાં નામો – શબ્દપર્યાયો હોય તેને એક જ અર્થના તરીકે સ્વીકારે છે. જેમકે કુંભ, કલશ, ઘટ ઇત્યાદિ અનેક શબ્દો એક વાચ્યાર્થ (ઘટ)ને એક જ પદાર્થ એટલે ઘડો સમજે છે. આ નયમાં કાલ, લિંગ, વચન આદિ ભેદે પણ એક જ પદાર્થ – વાચ્યાર્થ સૂચવાય છે. જેમકે સ્ત્રી, કલત્ર, દારાઃ એ એક જ વસ્તુ સૂચવે છે ઈત્યાદિ.
૬. સમભિરૂઢ નય – ભિન્ન ભિન્ન પર્યાયશબ્દોથી તેના વ્યુત્પત્તિ આદિના કારણે ભિન્ન ભિન્ન વાચ્ય પદાર્થ બને છે એમ આ નય સ્વીકારે છે. દાખલા તરીકે ઈદ્ર, પુરંદર, શક્ર એ શબ્દનયથી એકાર્યવાચ્ય છે એટલે તે સર્વનો અર્થ એક જ થાય છે, પણ આ નયથી ઈદનથી – ઐશ્વર્યથી સંપન્ન હોય તે ઈદ્ર, મુદ્રરિણથી – દૈત્યોનાં) નગર નાશ કરવાથી પુરંદર, અને શકનથી – શક્તિથી સંયુક્ત હોય તે શક્ર.
૭. એવંભૂત નય – પોતાનું કાર્યકરનાર વસ્તુને જ વસ્તુગતે વસ્તુ માને છે અને તે પ્રમાણે તે વખતે કહે છે. દાખલા તરીકે ઇંદ્ર, શક, પુરંદર. ઈદ્ર ત્યારે જ કહેવાય કે જયારે તે ઇન્દનક્રિયા – ઐશ્વર્ય અનુભવતો હોય, શક્તક્રિયા એટલે શક્તિનો ઉપયોગ જ્યારે તે કરતો હોય ત્યારે તે શક્ર કહેવાય. અને જ્યારે દૈત્યોનાં પુરનો નાશ કરતો હોય ત્યારે જ તે પુરંદર કહેવાય.
આ છેલ્લા ત્રણ નો વૈયાકરણીઓ – શબ્દશાસ્ત્રીઓ સ્વીકારે છે.
આ સાતે નવી વસ્તુઓમાં ઘટાવી શકાય છે. (આનું જરાક વિસ્તારથી વર્ણન જોવું હોય તો જુઓ ‘નયકર્ણિકા' કે જે પ્રસિદ્ધ થયેલી છે.)
| નિક્ષેપ – એટલે આરોપણ. વસ્તુમાં ચાર રીતે આરોપણ થાય છે તેથી તે ચાર નિક્ષેપ કહેવાય છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ.
૧. નામનિક્ષેપ – વસ્તુ માત્રને તેના આકાર કે ગુણ આદિની કાંઈપણ અપેક્ષા ' વગર નામ થકી બોલાવવી તે. જેમ કે મહાવીર. (આ પરથી મહાન્વીર હોય તેને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org