Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અનેકાન્તવાદ
સ્યાદ્વાદ
નાસ્તિધર્મ લેતાં છઠો ભંગ થાય છે અને બંનેને ભેગાં લેતાં સાતમો ભંગ થાય છે) એટલે અસ્તિધર્મ અનંત છે તેથી સર્વ અસ્તિધર્મ પણ એક જ સમયમાં અવક્તવ્ય છે એ ભંગ થાય છે. આ ભંગમાં મુખ્યપણે અસ્તિધર્મસમેત અવક્તવ્યત્વની પ્રતીતિ થાય
છે.
૬. સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય નાસ્તિધર્મ પણ અનંત છે તેથી સર્વ નાસ્તિ ધર્મ પણ એક જ સમયમાં કથવા અશક્ય હોઈ અવક્તવ્ય છે. આ ભંગમાં મુખ્યપણે નાસ્તિધર્મ સમેત અવક્તવ્યત્વની પ્રતીતિ થાય છે.
૨૩૫
૭. સ્યાત્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય અસ્તિધર્મ અને નાસ્તિધર્મ બંને અનંત છે અને તે ઉભયને એક સમયે એકી સાથે બોલવા અશક્ય હોઈ અવક્તવ્ય છે. આ ભંગમાં અસ્તિ અને નાસ્તિધર્મ – એમ બંને સુહિત તે બંનેનું અવક્તવ્યત્વ પ્રતીત થાય છે. આમાં જેમ અસ્તિ નાસ્તિ ધર્મનું પ્રતિપાદન થયું તેવી જ રીતે નિત્ય અનિત્ય આદિ ધર્મનું પણ પ્રતિપાદન થાય છે.
-
આ ‘સ્યાદ્’ શબ્દથી પ્રારંભાતા સપ્તભંગનો વિસ્તાર જૈન ધર્મમાં છે તેથી તે જૈન દર્શનને ‘સ્યાદ્વાદ’ એ અભિધાન આપવામાં આવે છે.
હવે અનેકાંતવાદ પર કોઈ શંકા કરે કે અનેકાંત વિરોધાત્મક છે. કારણકે તે વસ્તુમાં એકબીજાથી વિરોધી ગુણો નામે સત્ત્વ અસત્ત્વ, નિત્યત્વ અનિત્યત્વ આદિ માને છે. જુઓ (૧) જે સત્ હોય તે જ અસત્ શી રીતે હોય ? કારણકે જે શીત હોય તે ઉષ્ણ ન હોય આથી વ્યવહારનો ઉચ્છેદ થશે. (૨) નિશ્ચય રૂપે સત્ આદિ ગુણ ન હોવાથી ‘સંશય’ ઉત્પન્ન થશે. (૩) જે અંશે સત્ત્વ વસ્તુમાં છે તે અંગે તો સત્ત્વ તેમાં ખરું કે તે અંગે પણ સત્ત્વાસત્ત્વ બંને ? પહેલો પક્ષ લ્યો તો સ્યાદ્વાદની હિને થાય અને બીજો પક્ષ લ્યો તો ફરી એ જ પ્રશ્ન પૂછવો પડે કે વિરોધી ગુણ એકમાં કેમ હોય ? (૪) સર્વનું અનેકાત્મકત્વ સ્વીકારો છો તો જલાદિની પણ અગ્નિરૂપતા સંભવે, અને અગ્નિ આદિની જલરૂપતા સંભવે અને તેથી વ્યવહારનો લોપ
થાય.
Jain Education International
આ શંકાનું સમાધાન આમ છે. (૧) વિરોધ નથી. સ્વરૂપાદિથી વસ્તુ સત્ હોય તે જ સમયે પરરૂપાદિથી તેના અસત્ત્વનો કોઈ અનુપલંભ નથી એટલે એક એકની સાથે રહેવા ૩પ શીતોષ્ણ સ્પર્શ જેવો વિરોધ થવાનો સંભવ નથી, કારણકે વિરોધ તો સાથે સાથે થનાર હોય ત્યાં સંભવે, પણ જ્યાં સત્ અસત્ સાથે પેદા થતાં નથી ત્યાં એટલે જ્યાં એક થાય છે ને બીજું નથી થતું ત્યાં વિરોધ સંભવે નહિ. (નૈસ્મિન્ન સંમવાત્) |આ સૂત્ર અહીં ઠીક નથી લાગતું. આ સૂત્ર બ્રહ્મસૂત્રમાં જૈનોના ખંડન માટે છે.| એક જ પુરુષ એકનો પુત્ર, બીજાનો પિતા, ત્રીજાનો પતિ, ચોથાનો શિષ્ય એમ થઈ શકે છે પણ તેમાં વિરોધ નથી. તેમાં તે પુરુષ એકનો પુત્ર હોય તો તેનો પિતા ન થઈ શકે; એટલે પોતાના પુત્રની અપેક્ષાએ પોતે પિતા છે, અને પોતાના પિતાની અપેક્ષાએ તે પુત્ર છે. (૨) આમાં સંશય પણ ઉદ્ભવે નહિ, કારણકે સત્ત્વ અને અસત્ત્વની સ્ફુટ રીતે પ્રતીતિ થાય છે. સંશય તો જ્યાં અદૃઢ પ્રતીતિ હોય ત્યાં જ સંભવે, જેમકે દોડી કે સ, સ્થાણુ કે પુરુષ એ વિષે. (૩) સત્ત્વ અસત્ત્વ આદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org