________________
અનેકાન્તવાદ સ્યાદ્વાદ
:
આ શંકાનો પરિહાર આ રીતે છે કે સંબંધ બે પ્રકારે છે ઃ ૧. અસ્તિત્વ થકી, ૨. નાસ્તિત્વ થકી. સ્વપર્યાય તે અસ્તિત્વ થકી સંબંધ જેમકે ઘટનો સંબંધ રૂપાદિ સાથે; પરપર્યાય તે નાસ્તિત્વ થકી સંબંધ કેમકે તે પપર્યાય પ્રકૃત વસ્તુમાં હોઈ શકતા નથી, જેમકે સુવર્ણઘટમાં માટીના પર્યાય નથી, તેથી તેની સાથે તે ઘટનો સંબંધ નાસ્તિત્વ સંબંધ રૂપે છે, માટે જ પ૨૫ર્યાય કહેવાય છે.
તથિપે આ સમાધાનથી મૂળ શંકા જતી નથી, કારણકે જે જ્યાં હોય નહિ તે તેનું છે એમ કહેવાય ? દિદ્રીને ધન નથી તો પછી તે તેનું છે એમ કેમ કહી શકાય ? એથી તો લોકવ્યવહારની વ્યવસ્થા જ ઊંધી થઈ જાય.
આનું સમાધાન આ પ્રમાણે છે કે તેવા પર્યાય નાસ્તિત્વ સંબંધે પણ પ્રકૃત વસ્તુના જ છે એમ વ્યપદેશ બનતો ન હોય તો સામાન્ય રીતે તે પર્યાય પર વસ્તુને વિષે પણ સંબદ્ધ હોઈ ન શકે. અને એમ જો થાય તો પછી તે પર્યાય પોતાના સ્વરૂપ થકી હોઈ જ ન શકે કે જે ઇષ્ટ નથી તેમ અનુભવમાં પણ આવતી નથી; માટે અવશ્ય નાસ્તિત્વ સંબંધથી તે પરપર્યાય તેના છે એમ વ્યપદેશ કરી શકાવો જોઈએ. ધન પણ નાસ્તિત્વ સંબંધથી દરિદ્રીનું છે એમ કહી શકાય છે, અને લોકમાં જે એમ બોલાય છે કે ‘આ દિદ્રીને ધન નથી' – તેમાં ‘તે તેનું કહી શકાય નહિ' એમ જે કહ્યું તેમાં એમ જાણવાનું છે કે અસ્તિત્વ સંબંધ થકી તે ધન દિદ્રીનું છે એમ ન કહી શકાય, પણ નાસ્તિત્વ સંબંધે ન કહી શકાય એમ નહિ, એટલે તેમાં લોકવ્યવહારનો કશો અતિક્રમ નથી.
૨૩૩
હવે ઘટના સ્વય અને પરપર્યાય જણાવ્યા, તેમાં ઘટ અમુક વિશિષ્ટ હોવાથી તેના કરતાં અન્ય દ્રષ્પ અનંત હોવાથી ઘટના જે પોતાના પર્યાય થાય તેના કરતાં તેનાથી ભિન્ન જે અનંત દ્રવ્ય અને અનંત વસ્તુઓના પર્યાય વધુ - વધુ અનંત થાય એ સ્પષ્ટ જ છે. તેથી પપર્યાય તે સ્વપર્યાય કરતાં અનંત ગણાય છે અને બંને સ્વપરપર્યાય, સર્વદ્રવ્યપર્યાય પરિમાણ છે કારણકે સર્વદ્રવ્યમાં બધી વસ્તુનો સમાવેશ થાય છે તેથી સર્વદ્રવ્યના પર્યાયોમાં સર્વ સ્વ અને પરપર્યાયનો સમાવેશ થાય એ સ્પષ્ટ
છે.
આ પરથી આચારાંગ સૂત્રમાં જે જણાવ્યું છે કે : જે એક જાણે છે તે સર્વ જાણે છે, જે સર્વ જાણે છે તે એક જાણે છે તે સત્ય છે એમ તુરત પ્રતીત થાય છે કારણકે તેનો ભાવાર્થ આ છે ઃ જે એક વસ્તુને સર્વપર્યાય થકી જાણે છે તે નક્કી સર્વને જાણે છે; કેમકે સર્વ જ્ઞાન વિના વિવક્ષિત એવી એક વસ્તુને, સ્વપ૨પર્યાયભેદ થકી ભિન્ન કરીને તેનાં સર્વરૂપે સમજવી એ અશક્ય છે; જે સર્વને સર્વરૂપે સાક્ષાત્ જાણે છે તે એકને પણ સ્વપરપર્યાય ભેદ થકી ભિન્નરૂપે યથાર્થ જાણે છે. આ જ વાત બીજે પ્રકારે પણ કહેલી છે ઃ
-
एको भावस्तत्त्वतो येन बुद्धः
सर्वे भावाक्तत्त्वतस्तेन बुद्धाः ||
જેણે એક ભાવ સર્વથા - તત્ત્વથી જોયો, તેણે સર્વભાવ સર્વથા જોયા; જેણે સર્વભાવ સર્વથા જોયો, તેણે એકભાવ સર્વથા જોયો. માટે આ પ્રકારે સકલ વસ્તુનું
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International