Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૪૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ગૃહસ્થધર્મ અને યતિધર્મ ધર્મ
ધર્મમાં ધુ ધાતુનો અર્થ ધારણ કરવું એ થાય છે. તો વ્યાવહારિક અર્થમાં દુર્ગતિમાં પડતાં જે જીવને ધારણ કરી રાખે તે ધર્મ અને તે પરસ્પર વિરોધ ન આવે તેવા શાસ્ત્રોક્ત પ્રમાણવાળા યથાર્થ વચનથી જણાવેલું અને મૈત્રી વગેરે ભાવનાથી યુક્ત એવું જે અનુષ્ઠાન તે છે. ધર્મ પરંપરાથી મોક્ષને સાધનારો છે. પરંપરાથી એટલે અવિરતિ સમ્યગ્દષ્ટિના (શ્રાવકના) ચતુર્થ ગુણસ્થાન વગેરેમાં આરોહણ કરવાથી અથવા સુદેવત્વ અને મનુષ્યત્વાદિ પ્રાપ્ત કરીને એમ જાણવું. ધર્મના ભેદ
અનુષ્ઠાન કરનાર પુરુષના ભેદથી ધર્મ બે પ્રકારનો છે : ૧. ગૃહસ્થ ધર્મ અને ૨. યતિ ધર્મ' ઉપાયના ભેદથી ધર્મ ત્રણ પ્રકારનો છે : ૧. સમ્યગૃજ્ઞાન ૨. સમ્યગ્દર્શન ૩. સમ્યક્ઝારિત્ર (કે જેનું વર્ણન હવે પછી કરીશું.) ગૃહસ્થ ધર્મ
બે પ્રકારનો છે. (૧) સામાન્ય એટલે સર્વ શિષ્ટ સાધારણ અનુષ્ઠાનરૂ૫ અર્થાત્ સામાન્ય માર્ગાનુસારી શિષ્ટ પુરુષોની અપેક્ષાએ આચરવારૂપ ધર્મ. (૨) વિશેષવિશેષથી “સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તથા શ્રાવકનાં ‘અણુવ્રત' (બાર વ્રત) પ્રમુખ અંગીકાર કરવારૂપ ધર્મ.
કુલપરંપરાથી આવેલું, નિંદા રહિત, વૈભવાદિની અપેક્ષાએ જે ન્યાયપૂર્વક આચરણ તે ગૃહસ્થોનો સામાન્ય ધર્મ છે. આમાં માર્ગાનુસારીના ૩૫ ગુણો સમાય છે. તે ગુણો પ્રાપ્ત કરવાથી “ધર્મપ્રાપ્તિની યોગ્યતા' આવે છે માર્ગાનુસારી'ના ૩૫ ગુણ (માર્ગ એટલે સમ્યગ્દર્શનાદિક મુક્તિનો માર્ગ તેને અનુસરનાર તે માર્ગોનુસારી) :
૧. વૈશેષિક દર્શનમાં યોગગુનિ શ્રેયસિદ્ધિઃ સ ઘર્મ | – જેનાથી ઐહિક અને પારલૌકિક
ઉદય થાય તે ધર્મ, શ્રીમદ્ ભાગવતમાં પ્રટિતો થર્મો ત્યધર્મસ્ત૬ વિપર્યયઃ – વેદવિહિત કર્મ તે ધર્મ અને વેદવિરુદ્ધ તે અધર્મ.
આમ ધર્મની વ્યાખ્યાઓ જુદા જુદા બુદ્ધિમાનો જુદી જુદી રીતે આપે છે. જેનો વેદને અપૌરુષેય માનવાનો નિષેધ કરવા ઉપરાંત વેદને સ્વીકારતા નથી તેથી જૈન ધર્મ અવૈદિક
ધર્મ ગણાય છે. ૨. વૈદિક ધર્મમાં ચાર આશ્રમ સ્થાપેલ છે : ૧. બ્રહ્મચર્યાશ્રમ ૨. ગૃહસ્થાશ્રમ ૩. વાનપ્રસ્થાશ્રમ
૪. સંન્યસ્તાશ્રમ – આમાંનો છેલ્લો આશ્રમ પાળનાર સંન્યાસીને જૈનમાં યતિ, મુનિ, સાધુ, અણગાર, શ્રમણ આદિ નામ આપેલ છે અને પહેલા ત્રણ આશ્રમને ગૃહસ્થ ધર્મમાં સમાવ્યા
છે. ગૃહસ્થનું બીજું નામ “શ્રાવક' જેને પરિભાષામાં છે. ૩. આની સાથે સરખાવો. વેદમાં ધર્મને ત્રણ ભાગમાં વહેંચેલો છે : ૧. જ્ઞાનકાંડ ૨.
ઉપાસનાકાંડ ૩. કર્મકાંડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org