________________
ર૩૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
છતાં ભોક્તા માનવાથી કૃતના અભ્યાગમરૂપ કૂંપણો આવે છે. પ્રકૃતિ પુપનો સંયોગ કોણે કર્યો એ વિવાદાસ્પદ રહે છે અને તેમાં આત્મકૃત કે પ્રકૃતિ કૃત સંયોગ માનવાથી અવસ્થાદિ અનેક દોષો આવે છે. હવે જો પ્રકૃતિ અને પુરુષનો સંયોગ જ ઘટી શકે નહિ તો પછી વિયોગનો સંભવ ક્યાંથી રહે ? વિવેકાખ્યાતિ કહી તે પ્રકૃતિને થવી ઘટતી નથી, કારણકે તે પોતે તો અસંવેદ્ય છે. તેમજ આત્માને પણ ઘટે નહિ. જ્યારે આત્માને આ મતમાં જૈિન મતમાં પરિણામ અને નિત્ય સ્વીકાર્યો છે ત્યારે તેની સાથે સુખદુઃખાદિનું પરિણામિત્વ સ્વીકારવું જ બંધબેસતું આવે છે.
બૌદ્ધ પક્ષમાં જ્ઞાનક્ષણ પ્રવાહ વગર બીજો આત્મા નથી એમ માનવામાં આવ્યું છે. આત્માના અસ્તિત્વથી તેમાં સ્નેહ બંધાવાથી. તો સુખદુઃખની તૃણા થાય અને તે તો વિપરીત વાત છે; કારણ કે તુગા હોય ત્યાં સુધી તો સંસાર બન્યો રહે છે. આવો આત્માભિનિવેશ તો રાગદ્વેષનું કારણ છે. માટે ભાવનાથી પત્રકલત્રાદિનું દુઃખરૂપત વિચારવું – એમ વિચારતાં અભિવૃંગ તૂટી જાય અને અધિક અભ્યાસથી વૈરાગ્ય પેદા થાય અને ચિત્તસંતાનની નિવૃત્તિ થાય એ આ મત પ્રમાણે મોક્ષ નિવણ). એવી ભાવના વગર કાયક્લેશરૂપ તેપ કરવાથી મોક્ષ મળી શકે એ વાતની તેઓ ના પાડે છે. નિરાત્મ ભાવનાના પ્રકર્ષવિશેષથી ચિત્તની નિઃફ્લેશાવસ્થા તે આ મતની માન્યતા પ્રમાણે મોક્ષ છે. જ્ઞાનક્ષણ પ્રવાહ આત્માને માનવાથી કૃતનાશાહિદોષ આવે છે. અનાત્માની ભાવના આત્માએ કરવી એ પરસ્પર વિરુદ્ધ વાત છે. વળી અહીં ગાગાદિના ઉપશમને જ મોક્ષ માનવામાં આવે છે પણ તે નિહેતુક હોવાથી અયત્નસિદ્ધ છે.
આ રીતે મોક્ષમાં સુખ નથી એ પ્રમાણે કહેનાર વૈશેષિક – મીમાંસક સાથે, સાંખ્ય અને બૌદ્ધ સંબંધી વાત સંક્ષેપમાં કહી; જ્યારે જૈન જે રીતે મોકા માને છે તે પણ ટૂંકમાં જણાવ્યું.
नात्यन्ताभावरूपा न च जडिममयी व्योमवद व्यापिनी नो न व्यावृत्तिं दधाना विषयसुखघना नेक्ष्यते सर्वविद्भिः ।। सद्रपाऽत्मप्रसादा दृगवगमगुणौघा न संसारसारा
निःसीमाऽत्यक्षसौख्योदय वतिनिष्पातिनी मुक्तिरुक्ता ।।
ભાવાર્થ : મુક્તિ બૌદ્ધોએ માનેલી અત્યતાભાવ સ્વરૂપવાળી નથી, નિયાયિક અને વૈશેષિકોએ માનેલી જ સ્વરૂપવાળી પણ નથી, આજીવિક અને આર્યસમાજીઓએ માનેલી આકાશની માફક વ્યાપક અને અન્યથી વ્યાવર્તન સ્વભાવ ધારણ કરનારી નથી, યવનોએ માનેલી વિષયસુખથી વ્યાપ્ત નથી, પરંતુ એ એ એવી રીતે જોયેલ છે કે મુતિ સંત-ભાવસ્વરૂપવાળી, આત્માની પ્રસન્નતાવાળી, જ્ઞાનદશનાદિ અનેક ગુણના. સમૂહવાળી, સાંસારિક સુખોથી રહિત, નિઃસીમ, અતીન્દ્રિય સુવાળી, ઉદયનું જે સ્થાન છે તેવી, જેનું પતન નથી. એટલે જે નિત્ય છે એવી મુક્તિ છે અને તે યથાસ્વરૂપે કહેલી
| આજીવિક આવી મુક્તિ માનતા હોય એવો ઉલ્લેખ નથી. આર્યસમા ઇન નિદેશ અસ્થાને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org