________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ઉપાસનાને નામે અનેક દુરાચાર પણ ચાલે છે. પ્રચૂર્ણસંપ્રદાયમાં ગાણપત્ય, સૌરપત્ય વગેરે આવે છે. એ સર્વ વિભાગ ‘સર્વદર્શન સંગ્રહ' ગ્રંથમાં માધવાચાર્યે પાડેલા છે; તો જિજ્ઞાસુ અભ્યાસીએ તે જોવું. (અહીં જૈન અને બૌદ્ધ એ બે દર્શનના સિદ્ધાંતો સાથે વૈદિક ધર્મના સિદ્ધાંતોની તુલના હોવાથી તે બે દર્શન અને વૈદિક ધર્મની ટૂંક રૂપરેખા અહીં આવશ્યક ગણેલ છે.) [વૈષ્ણવ - ભાગવતો-પાંચરાત્ર, રામાનુજ, મધ્ય, નિમ્બાર્ક, વલ્લભ, ચૈતન્ય. શૈવ પાશુપત, શૈવસિદ્ધાન્ત, વીરશૈવ, પ્રત્યભિજ્ઞા, શાક્તતન્ત્ર (કૌલદર્શન), કાલામુખ, કાપાલિક, રસેશ્વર.
૨૨૮
આવી રીતે દર્શનકારો આત્માની ઉત્ક્રાંતિ જુદીજુદી રીતે બતાવે છે તે અત્ર શ્રી હિરભદ્રસૂરિકૃત ‘ષગ્દર્શન સમુચ્ચય' ગ્રંથ કે જેના પર ગુણરત્નસૂરિકૃત સુંદર ટીકા છે તે અને માધવાચાર્યકૃત ‘સર્વદર્શનસંગ્રહ’ નામના ગ્રંથના ગુજરાતી ભાષાંતર અનુસાર સંક્ષેપમાં લખેલ છે. (આ અતિવિસ્તીર્ણ વિષય ટૂંકમાં સમજાવવો એ અતિ કઠિન કાર્ય છે. તેથી તેના ખાસ અભ્યાસીને બહુ સૂક્ષ્મ દૃષ્ટિ રાખી સમજી શકાય તેમ છે, અને અહીં ટૂંકમાં આપતાં ઘણી મુશ્કેલી નડી છે.) આ પરથી સમજાશે કે આત્માને અંગે આવા આવા મતભેદ છે. બૌદ્ધો ક્ષણિકવાદી છે. [ઉત્તર] મીમાંસકો તેનો ઈશ્વર સાથે અભેદ માને છે, સાંખ્યો તેનું વર્તમાનરૂપ પ્રાકૃતિક છે એમ કહે છે, ચાર્વાકો તેનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી, તેમજ નૈયાયિક, વૈશેષિક, સૃષ્ટિકર્તા અને સંહારકર્તા શિવને માને છે તેમજ પુરાણ ધર્મો આત્માને અંગે જુદીજુદી વાત કરે છે. એ સર્વમાં આત્માનું વ્યક્તિત્વ છેવટે રહેતું નથી. કરેલ શુભ કર્મોનું ફળ અથવા કર્મનો નાશ થવા પછીનું ફળ અજરામર સ્થિતિની પ્રાપ્તિ ન હોય તે જૈનદર્શનને સંમત નથી.` તેને પ્રત્યેક આત્મવાદ, કે જેમાં આત્માનું નિત્યાનિત્ય સ્વરૂપ બતાવી આત્માને જ વ્યવહારથી કર્મનો કાં, હાઁ માન્યો છે અને કર્મનો નાશ થવાથી આત્માની મુક્તિ માની છે તથા જેમાં મુક્ત આત્માની આત્મા તરીકેની વ્યક્તતા નાશ પામતી નથી એ જૈનને સંમત છે, અને તે નય, નિક્ષેપ, સપ્તભંગી આદિથી જૈનદર્શને યુક્તિપુરઃસર પુરવાર કરવા પ્રયત્ન કર્યો છે. તે એમ કહે છે કે જો આત્માનું વ્યક્તિત્વ રહેતું જ ન હોય તો પછી સર્વ ક્રિયાઓ કરી તેને પ્રકૃતિ - કર્મ આદિથી મુકાવવાની જરૂર શું છે ? શા માટે કરવું ? કોને માટે કરવું ? જે કરણીનું ફળ આત્માના અન્યમાં લય થવામાં આવે તે કરણી નકામી છે, ઉપયોગ વગરની છે, શક્તિનો નકામો વ્યય બતાવનાર છે.
ન
મોક્ષસ્વરૂપ આના સંબંધે દરેક મતનું માનવું શું છે તે આપણે જોઈ ગયા, છતાં સ્પષ્ટતાથી ઉપસંહારરૂપે જોઈએ તો જૈન દર્શનમાં શરીર, ઇંદ્રિય, આયુષ્ય, શ્વાસોચ્છ્વાસ, મનોયોગ, વચનયોગ આદિબાહ્યપ્રાણ, પુણ્ય, અપુણ્ય, વર્ણ, ગંધ, રસ, ૧. આત્માનું સ્વતંત્ર વ્યક્તિત્વ રહેતું નથી એમ કેવળ શાંકરવેદાંતી માને છે. બીજા વેદાંતીઓમાં ભાસ્કરાચાર્ય મુક્તિ અવસ્થામાં જીવાત્માનો બ્રહ્મથી અભેદ માને છે, જ્યારે બીજા વેદાંત સંપ્રદાયો મુક્તિમાં પણ જીવાત્મા બ્રહ્મથી અલગ તેના જેવા ગુણો ધરાવતો, તેનો દાસ કે સખા બનીને રહે છે એમ માને છે. ન્યાય – વૈશેષિક મુક્તિ અવસ્થામાં જીવાત્મામાં જ્ઞાનાદિ ગુણ નથી હોતા એમ માને છે. સાંખ્યયોગ મુક્તિ અવસ્થામાં પુરુષ પોતાના સ્વરૂપભૂત વિત્ તરીકે રહે છે એમ માને છે.
Jain Education International
—
For Private & Personal Use Only
www.jainelibrary.org