Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રત્યેક આમવાદ અને મોક્ષસ્વરૂપ
૨૨૭
નીચે જમીન ઉપરથી કેમ આપી શકાતું નથી ? આ દેહમાંથી નીકળેલો કોઈપણ જીવ જો સ્વર્ગમાં જતો હોય તો રાગાંવહાલાંના સ્નેહથી પીડાઈ એકપણ જીવ પાછો કેમ આવતો, નથી ? માટે મરેલાની પ્રક્રિયા વગેરે કાર્યો બ્રાહ્મણોએ પેટ ભરવા માટે કર્યો છે. દેહ યતિરિક્ત આત્મા ન હોવાથી આ મતવાળા દેહસુખને જ પુરુષાર્થ માને છે. આ મતને કોઈ દર્શનમાં ગણવો કે નહિ તે વિચારવા યોગ્ય પ્રશ્ન છે.
|ચાર્વાક કે લોકાયત દર્શનના મૂળ ગ્રંથ પણ પ્રાપ્ત થતા નથી. આ દર્શનનું જે કંઈક જ્ઞાન મળે છે તે અન્ય દર્શનના ગ્રંથોમાં પૂર્વપક્ષી તરીકે ચાર્વાકનો ઉલ્લેખ છે તેમાંથી છે. બાકી અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં રાજકુમારના અભ્યાસક્રમમાં લોકાયતનો સમાવેશ આદરપૂર્વક કર્યો છે, જેથી એ સ્પષ્ટ છે કે લોકયતિકો રાજ્યમાં અને સમાજમાં Law and order, સુરક્ષિત વ્યવસ્થાના આગ્રહી હતા જ. વળી ‘પદ્દનસમુચ્ચય', ‘સર્વદર્શનસંગ્રહ’ જેવા ગ્રંથોમાં લોકાયત દર્શનને દર્શનનું ગૌરવપૂર્ણ ધ્યાન આપ્યું જ છે, જે ભારતીય દાર્શનિકોની ઉદાત્તતા અને તટસ્થતા બતાવે છે. લોકાયતિકોમાં એક તત્ત્વોપશ્તવવાદી સંપ્રદાય પણ હતો જે કોઈ પ્રમાણને સ્વીકારવા તૈયાર ન હતો, કે scepticism પ્રકારનો વિચાર ધરાવતો હતો. વળી તેઓમાં તાંત્રિકો પણ હશે જે એક દિવસે મળીને તાંત્રિક ક્રિયાઓ કરતા હશે જે પાશુપતો આદિ પણ કરતા.
આ પ્રમાણે આત્મા સંબંધના તથા મુક્તિસંબંધીનાં જુદાં જુદાં આર્યદર્શનોના મત - અભિપ્રાય આપણે જોઈ ગયા. આર્યાવર્તન ધર્મોના મુખ્ય બે ભેદ પાડી શકાય : ૧. વૈદિક અને ૨. અવૈદિક, વૈદિક એટલે વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર અને અવૈદિક એટલે વેદનું પ્રામાણ્ય નહિ સ્વીકારનાર. આ બીજા મુખ્ય ભાગમાં જૈન, બૌદ્ધ અને ચાવોનો સમાવેશ થાય છે. જ્યારે પ્રથમ મુખ્ય ભાગના બે મુખ્ય વિભાગ પડે છે : (૧) દાનધર્મો અને (૨) પુરાણધર્મો. દર્શનધમોના છ ભાગ છે : નૈયાયિક, વૈશેષિક, નાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. પ્રોફેસર મેક્સમૂલરે ‘પદર્શન' (Six Schools of Indian Philosophy) એ નામના પુસ્તકમાં આ છ દર્શનનું સ્વરૂપ બતાવવા પ્રયત્ન કર્યો છે. આપણે ઉપર જોયું તેમાં પણ ટૂંકમાં સર્વનું સ્વરૂપ અપાયું છે. જયારે પુરાધમોમાં મુખ્ય શૈવ, વૈષ્ણવ, શાક્ત અને પ્રચૂર્ણ એ ચાર છે. શૈવ સંપ્રદાયમાં પાશુપત, શૈવ, પ્રભિારણા અને રસેશ્વર એ ચાર શાખાસંપ્રદાય છે; વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી સંપ્રદાય અને માધ્વી સંપ્રદાય એવા બે વિભાગ છે. એ ઉપરાંત
સનકાદિ સંપ્રદાય પણ વૈષ્ણવ મતમાં ચાલે છે. શાક્ત સંપ્રદાયમાં શક્તિની ઉપાસના થાય છે. - એના દક્ષિણ અને વામમાર્ગ એમ બે સંપ્રદાય છે કે જેમાં ધર્મ અને ૧. હરિભદ્રસૂરિ પોતાના પડદશેનસમુચ્ચય' નામના ગ્રંથમાં પ દશેનનાં નામોમાં બૌદ્ધ, નિયાયિક,
સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય ગણાવે છે. જૈમિનીયે દર્શનમાં પૂર્વમીમાંસાનું સ્વરૂપ જ તેઓ બતાવે છે. વેદાંત અથવા ઉત્તરમીમાંસાના સંબંધમાં તે પરની ગુણરત્નસૂરિકૃત ટીકામાં સહજ સૂચના માત્ર જ છે. આથી શાંકર મતનો પ્રચાર હરિભદ્રસૂરિના વખતમાં બહુ સંભવતો નથી. તો પણ તે સાધારણ રીતે પ્રવતતો હોવાથી તેના સંબંધે તેના ‘શાસ્ત્રવાતો સમુચ્ચય' નામના મહાનું દાર્શનિક ગ્રંથમાં વિસ્તારથી કહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org