________________
૨૨૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
છે, પદાર્થનું અન્ય રૂપ માયાકૃત છે એમ કહે છે, માયાથી બ્રહ્મસ્વરૂપ સ્પષ્ટ જણાતું નથી એમ ગણે છે, આત્માનું પૂર્ણ બ્રહ્મત્વ પ્રગટ કરી પરબ્રહ્મમાં તેનો લય કરી દેવો એ તેની મુક્તિ સમજવામાં આવે છે. આત્માની મુક્તિ થયા પછી આગનો તણખો આગમાં સમાઈ જાય તેમ તેનું વ્યક્તિત્વ (individuality) રહેતું નથી એ આ દર્શનનો સિદ્ધાંત છે. એ અદ્વૈતવાદ એ નામથી પ્રસિદ્ધ છે.
[ઉત્તરમીમાંસા કે વેદાંતદર્શનનો મૂળ ગ્રંથ તે બાદરાયણાચાર્યકત બ્રહ્મસૂત્ર; જેમાં જૈમિનિના વેદાંતવિષયક મતનો ઉલ્લેખ છે. જૈમિનિના પૂર્વમીમાંસાસૂત્ર પર પૂર્વમીમાંસાદર્શનની ઇમારત ચણાઈ છે, અને બાદરાયણના ઉત્તરમીમાંસા સૂત્ર કે બ્રહ્મસૂત્ર પર ઉત્તરમીમાંસા કે વેદાંતની એમ સામાન્યતઃ સ્વીકાર્ય બન્યું છે.
આ અદ્વૈતવાદ તે શંકરાચાર્યનો કેવલાદ્વૈતવાદ.
આ ઉપરાંત, ભાસ્કરાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય જેવા આચાર્યોના અદ્વૈતવાદ છે જે આનાથી જુદો મત ધરાવે છે.]
ચાર્વાક અથવા લોકાયતમતવાળાને બાર્હસ્પત્ય એવું નામ પણ આપવામાં આવે છે. આ મતવાળા નાસ્તિક છે. પૃથ્વી, અપ, તેજ અને વાયુ એ ચાર ભૂતાત્મક જગતું. માને છે. આ ચાર અથવા કોઈના મત પ્રમાણે આકાશ ઉમેરી પંચભૂતના સંયોગથી સ્વાભાવિક રીતે ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. શરીરથી ચૈતન્યશક્તિને ભિન્ન માનતા નથી. તેઓ કહે છે કે જીવ નથી, નિવૃત્તિ-મોક્ષ નથી, ધર્મ નથી, અધર્મ નથી, પુણ્યપાપનું ફળ નથી, માતા વગેરે અગમ્ય પ્રતિ પણ ગમન કરે છે, વરસમાં એક દિવસ સર્વ ચાવકો એકઠા થઈ ગમે તે સ્ત્રી સાથે વ્યવહાર કરે છે. પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે અને આ શરીરે ભોગવાય તેટલું સુખ ભોગવી લેવાની ભલામણ કરે છે. ઈદ્રિયગોચર જગને જ માને છે, પરલોક કે મોક્ષ પ્રત્યક્ષ ન હોવાથી તેની, હયાતી જ સ્વીકારતા નથી. તેઓ માને છે કે અસ્કૃષ્ટ અનાસ્વાદિત અનાઘાત અદષ્ટ અને અમૃત એવા જીવાદિકનો આદર કરી જે લોકો સ્વર્ગ અપવગદિ સુખની લિપ્સાથી છેતરાઈ શિરોવેદના, મુંડન તપશ્ચરણ વગેરે કરી જન્મ વ્યર્થ કરે છે તે મહામોહમાં ભમે છે, અગ્નિહોત્રાદિ કર્મ તો માત્ર બાલક્રીડા છે, એ બુદ્ધિ અને પુરુષત્વ વગરના લોકોની આજીવિકા છે. તેઓ કહે છે કે સ્વર્ગ પણ નથી, મોક્ષ પણ નથી, પરલોકગામી આત્મા પણ નથી. જિવાય ત્યાં સુધી જીવવું, વિષયસુખ ભોગવવું, દેહ ભસ્મ થઈ જશે તે પાછો આવનાર નથી. અનુમાનાદિ પ્રમાણથી જેઓ સ્વર્ગ – મોક્ષ માને છે. તેની આ મતવાળા મકરી કરે છે. ક્યાભફ્ટ, પેથાપેયનો વિચાર કર્યા વગર જે મળે તે ખાવું-પીવું અને આનંદ કરવો એ આ મતનો સિદ્ધાંત છે. જુદા જુદા દર્શન કારોએ બતાવેલા વિધિનિષેધ માત્ર આજિવિકા નિમિત્તે જ છે એમ કહી યૌવન-ધન-સંપત્તિ અને મુવમાં મળ્યાં હોય, તેનો યથેચ્છ સ્વચ્છંદપણે ભોગવિલાસ કરવાનું આ મતવાળા કહે છે. ધર્મને અને કામને તેઓ એક જ ગણે છે. વળી તેઓ દલીલ કરે છે કે જ્યોતિહોમમાં મારેલ પશુ જો સ્વર્ગમાં જતું હોય તો યજમાન પોતાના પિતાને શા માટે મારતો નથી ? આ લોકમાં દાન કરવાથી સ્વર્ગમાં રહેલાઓ જો તૃપ્ત થતા હોય તો મહેલની અગાશી ઉપર રહેલાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org