________________
પ્રત્યેક આત્મવાદ અને મોક્ષસ્વરૂપ
૨૨૧
મોહ એ દોષો છે. રાગાદિ દોષ પરસ્પર અનુબંધી હોવાથી મોહને પામેલો પ્રાણી, રાયુક્ત થાય છે. અને રાગી મોહ પામે છે; વસ્તુતઃ આત્માને અનુકૂળ-પ્રતિકૂળ કંઈ નથી. આ દોષોથી પ્રેરિત પ્રાણી પ્રતિષિદ્ધ આચરણો કરી પાપપ્રવૃત્તિ કરે છે અને અધર્મને લાવે છે અથવા દાન, રક્ષણ, સત્યાદિ આચરણ કરી પુણ્યપ્રવૃત્તિ દ્વારા ધર્મને લાવે છે. આ ઉભયરૂપ પ્રવૃત્તિ પ્રશસ્ત-અપ્રશસ્ત જન્મ ઉત્પન્ન કરે છે અને ત્યાં શરીરાદિ દ્વારા પ્રતિકૂળ વેદનીયતાવાળું વાસનાત્મક દુઃખ ઉત્પન્ન થાય છે. મિથ્યાજ્ઞાનથી દુઃખ સુધીના દોષો અવિચ્છિન્ન પ્રવૃત્તિવાળા છે અને તે જ સંસાર છે, અને તે ઘટીચક્રની પેઠે નિરવધિ અનુવર્તન કરે છે. કોઈ સદુપદેશ દ્વારા જ્યારે પ્રાણીને જણાય છે કે આ સર્વ હેય છે ત્યારે તેને નિર્વહન કરનાર અવિદ્યાદિ નિવૃત્તિ કરવા તે ઇચ્છે છે. તેની નિવૃત્તિનો ઉપાય તત્ત્વજ્ઞાન છે. ચાર વિદ્યામાં વિભક્ત પ્રમેયની ભાવના કરનાર તે તત્ત્વજ્ઞાન જેને સમ્યગ્દર્શન કહે છે, પ્રત્યક્ષાદિ ચાર પ્રમાણો દ્વારા પ્રમેયોનું જ્ઞાન તે તત્ત્વજ્ઞાન જેને સમ્યજ્ઞાન કહે છે] તેનાથી મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે, એનો નાશ થતાં દોષોનો નાશ થાય છે, તેથી પ્રવૃત્તિનો નાશ, તેથી જન્મનો નાશ, તેથી આત્યંતિકી. દુઃખનિવૃત્તિ થાય છે. આ આત્યંતિકી દુઃખનિવૃત્તિ તે અપવર્ગ. આ દર્શન સોળ તત્ત્વ માને છે.
વૈશેષિક (કણાદ) અને નૈયાયિક વચ્ચે તત્ત્વસંબંધી મતભેદ છે, તથાપિ અન્યોન્ય તત્ત્વાધંતર્ભાવ થઈ શકવાને લીધે બહુ થોડો જ અંતર રહે છે. તેથી ઉભયના મત તુલ્ય છે. આ દર્શનમાં દુ:ખની નિવૃત્તિને જ મોક્ષ માનવામાં આવે છે. અખંડજ્ઞાન અને સુખની પ્રાપ્તિનો સ્વીકાર કરવામાં આવતો નથી. જગતુ દ્વારા અનુમાનથી ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને મોક્ષપ્રાપ્તિ માટે ઈશ્વરપ્રસાદને આવશ્યક માનવામાં આવે છે. આમાં પરમાણુને કારણ માનવામાં આવે છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છે અને કેટલાક અભાવ મેળવી સાત પદાર્થ માને છે. પૃથ્વી, અપુ, તેજ, વાયુ, અંતરિક્ષ, કાલ, દિગૂ, આત્મા અને મન એમ નવ પ્રકારનાં દ્રવ્ય માને છે. ગુણ ૨૪ પ્રકારના છે. સામાન્ય, વિશેષ અને સમવાયનું લંબાણથી વિવેચન આના ગ્રંથોમાં દેખાય છે. સામાન્ય એટલે જાતિ. વિશેષ એટલે એકસરખા દ્રવ્યને અન્ય દ્રવ્યમાંથી જુદું સ્પષ્ટપણે પાડી આપે છે તે. કર્મ ક્રિયારૂપ છે, અને દ્રવ્યમાં અંત્યવિશેષ સંબંધ બતાવનાર આધાર આધેયભૂત સંબંધના પ્રત્યયના હેતુને સમવાય કહેવામાં આવે છે. પટના તંતુમાં પટ છે એવા પ્રત્યાયના હેતુરૂપ અસાધારણ કારણને સમવાય કહેવામાં આવે છે. અભાવ ૪ પ્રકારના ગણેલ છે – ૧. પ્રભાવ એટલે પ્રથમનો અભાવ ૨. પ્રધ્વસાભાવ એટલે નાશ, ૩. અત્યંતભાવ એટલે સર્વથા વિનાશ અને ૪. અન્યોન્યાભાવ અરસપરસને અપેક્ષિત છે. દુઃખની આત્યંતિક નિવૃત્તિને મોક્ષ માનવામાં આવે છે.
વિશેષિક દર્શનમાં સંયોગ ગુણ છે અને સમવાયને અલગ પદાર્થ માન્યો છે. જે બે પદાર્થો એવા હોય કે છૂટા પડતાં એકનો નાશ થાય તેવા પદાર્થો વચ્ચે સમવાય સંબંધ હોય છે. જેમકે દ્રવ્ય અને ગુણ વચ્ચે સમવાય સંબંધ છે. ગુણ સમવાય સંબંધથી ૧. જૈનોનું સમ્યગ્દર્શન આનાથી તદ્દન પૃથક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org