Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
દ્રવ્યમાં રહે છે, ક્રિયા સમવાય સંબંધથી દ્રવ્યમાં રહે છે, જાતિ સમવાય સંબંધથી દ્રવ્યાદિમાં રહે છે; જ્યારે હાથમાં લાકડી પકડી હોય તો તેમનો સંયોગ સંબંધ છે. બન્ને જુદા હતા અને જુદા રહી શકે.
પ્રાગભાવ – ઘટાદિ ઉત્પન્ન થયા તે પહેલાં તેનો અભાવ જે અનાદિ અને સાંત છે. પ્રધ્વંસાભાવ-ઘટાદિ નાશ થયા પછી તેમનો અભાવ જે સાદિ અને અનંત છે. અત્યંતાભાવ - જલમાં ગંધ નથી અથવા શશિવપાણ જેવો પદાર્થ નથી તે પ્રકારનો અભાવ. અન્યોન્યાભાવ
૨૨૨
ઘટ પટથી ભિન્ન છે. એકમાં બીજાનો અભાવ છે.
સાંખ્ય (કપિલ) મતાવલંબીઓ કેટલાક નિરીશ્વરવાદને માને છે અને કેટલાક ઈશ્વરને માને છે. તત્ત્વવ્યવસ્થા બંનેની સમાન છે. દુઃખ ત્રણ પ્રકારનાં છે ઃ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક, આધ્યાત્મિક દુઃખ બે પ્રકારનું છે ઃ શારીર અને માનસ. વાત-પિત્ત-કફના વૈષમ્યને લીધે આત્મા એટલે દેહમાં જ્વર અતિસારાદિ થાય તે શારીરિક દુઃખ, અને કામ ક્રોધ લોભ મોહ ઈર્ષ્યા એ આદિથી થાય તે માનસિક દુઃખ, આ બધું આંત૨ ઉપાયથી સાધ્ય હોવાને લીધે આધ્યાત્મિક દુઃખ કહેવાય છે. બાહ્ય ઉપાયથી સાધ્ય દુઃખ બે પ્રકારનાં છે ઃ યક્ષ, રાક્ષસ, ગ્રહાદિના આવેશથી થયેલું દુઃખ તે આધિદૈવિક, અને મનુષ્ય, પશુ, પક્ષી, મૃગ, સર્પ વગેરેથી થયેલું તે આધિભૌતિક આ ત્રિવિધ દુઃખને ટાળવા તત્ત્વજિજ્ઞાસા ઉદ્ભવે છે. આ દર્શન પચીશ તત્ત્વને માને છે તેમાં બે મુખ્ય તત્ત્વ નામે પ્રકૃતિ (અથવા પ્રધાન) અને પુરુષ છે. પ્રધાન ૨૪ તત્ત્વરૂપ છે. (૧) પ્રકૃતિ, તેમાંથી ઉત્પન્ન થતી (૨) બુદ્ધિ (કે જેને મહાન્ કહે છે), (૩) તેમાંથી અહંકાર, અને તેમાંથી ઉત્પન્ન થતો સોળનો સમૂહ નામે ((૪-૮) સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ શ્રોત્ર એ પાંચ બુદ્ધીન્દ્રિય, (૯-૧૩) વાયુ, ઉપસ્થ, વાકૂ, પાણિ, અને પાદ એ પાંચ કર્મેત્રિય, (૧૪) મન, અને (૧૫-૧૯) સ્પર્શ, ગંધ, રસ, રૂપ અને શબ્દ એ પાંચ તન્માત્ર) અને તે પાંચ તન્માત્રથી ઉદ્ભવતાં (૨૦-૨૪) વાયુ, પૃથ્વી, જલ, તેજ, અને આકાશ આ ૨૪ તત્ત્વ છે. આમાં પુરુષતત્ત્વ ઉમેરતાં ૨૫ તત્ત્વ થાય છે. આ રીતે એકબીજામાંથી ઉત્પન્ન થતું બતાવી સાંખ્ય પોતાનો સૃષ્ટિક્રમ બતાવે છે. સત્ત્વ, રજસ્ અને તમની સમાવસ્થાને પ્રકૃતિ અથવા પ્રધાન કહેવામાં આવે છે. પુરુષ અવ્યક્ત, નિત્ય, કૂટસ્થ (જે કદાપિ વિકાર ન પામે તેવો), અવિકૃત અનવયવ છે. અને તે ૨૪ તત્ત્વથી અન્ય, અકત્તાં, વિગુણ (સત્ત્વ રજસ્ તમમ્ એ ગુણથી રહિત), અને ભોક્તા (લક્ષણાથી) છે. આમાં પ્રકૃતિ કોઈનો વિકાર નથી; બુદ્ધિ, અહંકાર અને પાંચ જ્ઞાનેન્દ્રિય એ પ્રકૃતિવિકૃતિ છે એટલે તે પરનાં કારણ હોવાથી પ્રકૃતિ છે અને જાતે કાર્યરૂપ હોવાથી વિકૃતિ પણ છે; બાકીનાં સોળનો સમૂહ વિકૃતિ છે; જ્યારે પુરુષ પ્રકૃતિ નથી કે વિકૃતિ નથી. તન્માત્રામાં પંચભૂત લય પામે છે, તન્માત્રા મહત્માં અને મહત્ પ્રકૃતિમાં તન્માત્ર અહંકારમાં અને અહંકાર મહત્માં લય પામે છે, જ્યારે પ્રકૃતિ કશામાં લય પામી શકતી નથી. આત્મા પુરુષ તો અકતાં જ છે કારણકે વિષય સુખાદિક અર્થાત્ તેનાં કારણ પુણ્યપાપદિ કરતો નથી. એક તૃણ પણ વાળી શકવાને આત્મામાં શક્તિ નથી, પણ કર્તાપણાનો ધર્મ પ્રકૃતિમાં છે. તે પુરુષ લક્ષણાથી ભોક્તા
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org