________________
પ્રત્યેક આત્મવાદ અને મોક્ષસ્વરૂપ
કહી શકાય કારણકે પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ ઉભયમુખ દર્પણ જેવી છે. તેમાં સુખદુઃખાદિનું જે પ્રતિબિંબ પડે તે સ્વચ્છ આત્મામાં સ્ફુરે અને તેથી તેને ભોક્તા લક્ષણોથી કહી શકાય. તે તો માત્ર પ્રકૃતિનો સાક્ષી છે તથાપિ જેમ સ્ફટિકની પાછળ ગમે તે રંગની વસ્તુ મૂકી હોય તો તેનો વર્ણ તદ્રુપ દેખાય છે તે પ્રકારે પુરુષનું સ્વરૂપ બહારથી ભિન્ન થતું હોય અને તત્પ્રમાણમાં તેનાં સુખદુઃખનું ભોક્તાપણું પુરુષને આરોપાય એ પણ ઠીક છે. એટલે પુરુષનું લક્ષણ ચૈતન્ય એટલું જ છે, જ્ઞાન નહિ. કેમકે તેઓ જ્ઞાનને બુદ્ધિનો ધર્મ ગણે છે. આત્મા જે કેવળ છે તે બુદ્ધિથી વ્યતિરિક્ત છે પણ સુખદુઃખહિંદ ભાવ ઇંદ્રિય દ્વારા બુદ્ધિમાં સંક્રાંત થાય છે અને ઉપર જણાવ્યું તેમ બુદ્ધિને ઉભયમુખ દર્પણ જેવી માનેલી એટલે તેનામાં ચૈતન્યશક્તિ પ્રતિબિંબ પામે છે અને તેથી ‘હું સુખી’ ‘હું દુઃખી’ એમ પુરુષમાં સુખદુઃખની લક્ષણા આરોપાય છે. જન્મ-મરણાદિનો સંભવ આત્માને ઘટી શકે માટે તેને અનેક માને છે. પુરુષ અને પ્રકૃતિ ઉભય સર્વગત છે – નિત્ય છે, અરસપરસ સંયુક્ત છે. તેમના સંબંધ જગત્માં પાંગળા અને આંધળાના સંબંધ જેવો છે. પુરુષ પ્રકૃતિનો આશ્રય કરી બુદ્ધિમાં પ્રતિબિંબિત શબ્દાદિનું પોતાનામાં પ્રતિબિંબ પડતાં તેમાં આનંદ માને છે અને પ્રકૃતિને આવી રીતે સુખરૂપ માની સંસારમાં પડ્યો રહે છે. આ પુરુષ અને પ્રકૃતિ વચ્ચે ભેદ શું છે તે સમજાતાં વિવેકજ્ઞાન થાય છે અને તેથી પુરુષનો પ્રકૃતિથી વિયોગ થાય છે એ મોક્ષ સમજવો. પ્રકૃતિનો વિવેક સમજાતાં પ્રકૃતિ ટળી જાય છે અને પુરુષ સ્વરૂપે રહે છે. બંધના છેદથી મોક્ષ થાય છે – એ બંધ ત્રણ પ્રકારના છે ઃ ૧. પ્રકૃતિને આત્મા જાણી તેની ઉપાસના કરવી તે જ પ્રાકૃતિક બંધ, ૨. ભૂત, ઇંદ્રિય, અહંકાર, બુદ્ધિ એ વિકારને આત્મા જાણી ઉપાસના કરવી તે વૈકારિક બંધ, અને ૩. યાગાદિ કર્મને પુરુષબુદ્ધિથી સેવવાં તે દાક્ષિણ બંધ. આ બંધને લીધે મરેલાંને પણ પાછી સંસાપ્રાપ્તિ થાય છે. સાંખ્યમતમાં પુરુષને સંસાર નથી, મોક્ષ નથી અને બંધ પણ નથી, – તે સર્વ પ્રકૃતિને જ છે અને પ્રકૃતિનો પુરુષ સાથે સંબંધ ગણવામાં આવે તે અવિવેકને લીધે જ છે. પુરુષ તો કૂટસ્થ (અવિકૃત), નિત્ય અને અપરિણામી છે. સાંખ્યમત પ્રાયઃ નિરીશ્વરવાદને સ્વીકારે છે. જગના કારણમાં ત્રિગુણાત્મક પ્રધાન (પ્રકૃતિ)ને માને છે અને સૃષ્ટિની વ્યવસ્થા તેનાથી માને છે; તેમ જ અચેતન પ્રકૃતિ પુરુષના (આત્માના) મોક્ષને અર્થે પ્રવર્તે છે, તેના દૃષ્ટાંતમાં એમ બતાવે છે કે જેમ અચેતન દૂધ વત્સની વૃદ્ધિ માટે થઈ શકે છે તે પ્રમાણે અચેતન પ્રકૃતિ (પ્રધાન) પુરુષના મોક્ષ માટે થઈ શકે છે. પરમેશ્વર કર્ણાએ કરીને પ્રવર્તક છે' એ વાદને સાંખ્યો અનેક હેતુઓ આપી ૨૬ કરે છે.
યોગદર્શન - સાંખ્ય મતના એક ભેદ અથવા વિભાગ જેવો પતંજલિનો મત છે. તે પાતંજલ દર્શનને સેશ્વર સાંખ્યદર્શન પણ કહી શકાય. આ મતમાં ઉપર જણાવેલ સાંખ્યનાં પચીશ તત્ત્વ ઉપરાંત ઈશ્વરને છવીસમું તત્ત્વ માનવામાં આવે છે. પરમેશ્વરનો અનુગ્રહ સંસારાંગારથી તપ્ત થયેલા પ્રાણી પર થાય છે. પુરુષને તદ્દન શુદ્ધ માનવામાં આવે છે, પણ બુદ્ધિકૃત પ્રતીતિને અનુસરે છે અને આવી રીતે જોનાર આત્મા તદાત્મક જણાય છે. સંસારથી આમ તમ પુરુષ લાંબા વખત સુધી અષ્ટાંગયોગ સાધે છે અને પરમેશ્વરનું પ્રણિધાન કરે છે ત્યારે તેને સત્ત્વ અને પુરુષની અન્યતા શુદ્ધરૂપે જણાય
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
૨૨૩