Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રત્યેક આત્મવાદ અને મોક્ષસ્વરૂપ
૨૧૯
અનુભવ કરાવનાર તે પાપતત્ત્વ એ બેને ઉમેરતાં નવ તત્ત્વ થાય છે. ઈશ્વર જગત્યતા નથી. સપ્તભંગી અને સાત ... અને તેના ઉપભેદો તે આ મતની કુંચી છે, ઉપય્ક્ત જીવતત્ત્વમાં પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય એ પાંચે એકેંદ્રિય, દ્વદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને પંદ્રિય જીવોનો સમાવેશ થાય છે. જીવ અને પુદ્ગલ (matter)ને ગતિસહાય આપવાના સ્વભાવવાળા દ્રવ્ય નામે “ધર્માસ્તિકાય અને સ્થિતિ સહાય આપવાના સ્વભાવવાળા દ્રવ્ય નામે અધર્માસ્તિકાય', અવકાશ આપનાર દ્રવ્ય ‘આકાશાસ્તિકાય', શબ્દ અંધકારાદિ દ્રવ્ય પુદ્ગલ અને ‘કાળ' એ પાંચનો અજીવતત્વમાં સમાવેશ થાય છે. વિષયકપાયાદિમાં મનવચનકાયાનો વ્યાપાર તે આસવ, અને દેશવિરતિ, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, યતિધર્મો વગેરે સંવરમાં આવે છે. બાર પ્રકારનાં તપથી કર્મની નિર્જરા થાય છે, કર્મના બંધ વખતે તેનાં “પ્રકૃતિ’ ‘સ્થિતિ', રસ’ અને ‘અનુભાગ” [‘પ્રકૃતિ, સ્થિતિ, ‘રસ (અનુભાગ), પ્રદેશ'] નિષ્ણત થાય છે અને સર્વ કર્મથી રહિતપણાને મોક્ષતત્ત્વ કહેવામાં આવે છે. આત્મા (જીવ), ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્ય છે, તેમાં કાળને ઔપચારિક દ્રવ્ય કહેલ છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એક દ્રવ્ય છે, અને પુદ્ગલ તથા જીવ અનેક છે. પુદ્ગલ મૂર્ત છે, જ્યારે બાકીના પાંચ અમૂર્ત છે. કર્મ પણ પૌલિક છે. એનો સંબંધ તૂટતાં ચેતન ઊર્ધ્વગતિ કરે છે. તે સિદ્ધદશામાં ઈકિય, શ્વાસોચ્છુવાસ, મન આદિ દ્રવ્યપ્રાણ” હોતા નથી, પણ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અને અનંતસુખરૂપ – અનંત ચતુષ્ટયરૂપ ‘ભાવપ્રાણ' હોય છે. સિદ્ધદશાનું સુખ સાંસારિક સુખ કરતાં તદ્દન જુદા પ્રકારનું છે, અને તે પરમાનંદરૂપ છે. તેની સ્થિતિ અનંતકાળ સુધી છે. આ દર્શનમાં (૧) ઉત્પાદ (ઉત્પત્તિ), (૨) વ્યય, અને (૩) ધ્રુવયુક્ત હોય તેને “તું” કહેવામાં આવે છે. એ ત્રિપદીમાં બહુ સૂક્ષ્મ રહસ્ય સમાયેલું છે અને જૈન તત્ત્વજ્ઞાનનો એમાં સમાવેશ થઈ શકે છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ઝારિત્રને મોક્ષમાર્ગ માનવામાં આવે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મનવચનકાયાને વ્યાપાર યોગથી કર્મબંધ થાય છે અને તેનો જેમ જેમ પ્રતિબંધ કરવામાં આવે અને મનના સંકલ્પવિકલ્પ - અધ્યવસાયને દૂર કરવામાં આવે તેમ તેમ નવીન કમંપત્તિ ઓછી થતી જાય છે. આત્મા પ્રગતિ કરતાં નવીન કર્મ ઓછાં ગ્રહણ કરે, અને પૂર્વબદ્ધ કર્મોનો કાંઈક પ્રદા અથવા વિપાકઉદયથી ભોગ કરી લે, તથા કાંઈક નિર્જરાથી ક્ષય કરી નાખે ત્યારે છેવટે સર્વથા કર્મનો ક્ષય કરતાં તે મોક્ષ – અજરામર પરમાનંદ સ્થાન પ્રાપ્ત કરી ત્યાં અનંતકાલ સુસ્થિતપણે રહે છે. ચેતનનું ત્યાં પણ વ્યક્તિત્વ સ્પષ્ટ રહે છે. જોકે ગુણસાદય છે પણ પરમ તત્ત્વમાં મળી જઈ તેની વ્યક્તિ નાશ પામી જતી નથી એ જૈન મતના મોક્ષમાર્ગનું રહસ્ય છે. (આ દર્શનના સિદ્ધાંતો એ આ નિબંધનો વિષય હોવાથી તેને સ્પષ્ટ અને વિશેષ આકારમાં મૂકવામાં આવ્યા છે.)
બૌદ્ધ ક્ષણિકવાદી છે. તેઓ દુઃખ, સમુદય, માર્ગ અને નિરોધ એ ચાર આર્યસત્ય માને છે. વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ એ દુઃખના પ્રકાર છે. આ સંસારી સ્કંધ રૂપ જ જીવ છે, તેથી અન્ય જીવ જેવો કોઈ પદાર્થ નથી. રૂપ, રસ વગેરેનું જ્ઞાન તે વિજ્ઞાન, એટલે નિર્વિકલ્પક જ્ઞાન, આલોચના માત્ર સામાન્ય જ્ઞાન Perception થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org