________________
૨૧૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
પ્રત્યેક આત્મવાદ અને મોક્ષસ્વરૂપ પ્રત્યેક આત્મવાદ અને પૃથફ આત્મવાદ
પ્રત્યેક આત્મા સ્વસ્વરૂપે સ્વતંત્ર સ્વાધીન છે, કોઈ કોઈનો અંશ નથી એ પ્રત્યેક આત્મવાદ છે. દરેક શરીરે આત્મા પ્રથપૃથક (જુદો જુદો) છે, કોઈ સર્વવ્યાપી આત્માનો તે અંશ નથી, પણ પ્રત્યેક વ્યક્તિ છે, સિદ્ધ – મુક્તદશામાં પણ પ્રત્યેક આત્માનું ભિન્નત્વ પૃથક્યૂથ અવગાહનારૂપે – સ્થિતિરૂપે સ્પષ્ટ વ્યક્તિ અને ભિન્ન રહે છે એ પૃથક આત્મવાદ છે. એ પ્રત્યેક આત્મવાદ અથવા પૃથક્ આત્મવાદ જૈન દર્શનને માન્ય છે.
ભિન્નભિન્ન દર્શનકારો આત્માના અનેક પ્રકાર કહ્યું છે, તેની ઉત્ક્રાંતિ અને છેવટની સ્થિતિને અંગે જુદાજુદા વિચાર બતાવે છે : કોઈ આખા વિશ્વમાં એક સર્વવ્યાપી આત્માને માની માયાથી તેના પૃથભેદો થયેલા સમજે છે અને અંત્ય અવસ્થામાં જ્યોતિનો વિસ્ફલિંગ – તણખો જુદો જણાયેલો તે પાછો જ્યોતિમાં મળી જાય છે, પરંતુ પ્રત્યેક આત્મા જુદા નથી, જુદા દેખાતા હતા તે માયાથી લાગતા હતા. (વેદાંત); વળી કોઈ સર્વકાર્યના કર્તાહર્તા ઈશ્વરને માને છે (નૈયાયિક) અને કહે છે કે પ્રત્યેક જીવનું કાંઈ કર્યું કે ધાર્યું થતું નથી; આ પ્રમાણે સુખદુઃખ દેનાર ઈશ્વરને કલ્પી આત્માની શક્તિ દબાવી દે છે અથવા તેની શક્તિને નકામી બતાવી ઈશ્વરેચ્છાને બળવાનું બનાવે છે – વગેરે આત્મા સંબંધી અનેક પ્રકારની માન્યતા છે. તે સંબંધમાં પ્રત્યેક દર્શનકારો શું કહે છે તે સંક્ષેપમાં વિચારીએ.
જૈન દર્શનમાં જિનંદ્ર દેવતા છે કે જે રાગદ્વેષથી રહિત છે, મોહ મહામલ્લને હણનાર, કેવલજ્ઞાન અને કેવલદર્શનયુક્ત છે, તેઓ સુરાસુરથી પૂજય, સભૂત અર્થના પ્રકાશક અને સર્વકર્મનો ક્ષય કરીને પરમપદ પામેલા છે. અનાદિકાળથી જીવને કર્મમળનો સંબંધ છે અને તે સંબંધ આત્માના સહગુણ – સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્મચારિત્ર પરમપુરષાર્થથી પ્રગટાવતાં આત્યંતિક તૂટે છે અને આત્મા મુક્તિમાં જાય છે. આત્મા પ્રત્યેક શરીરે દેહપ્રમાણ ભિન્ન છે, અને સર્વે કર્મમળ દૂર કરી મોક્ષમાં જાય ત્યારે પણ તેનું વ્યક્તિત્વ (individuality) સુસ્પષ્ટ જ રહે છે. એક વખત કર્મમળ આત્યંતિક દૂર થયા પછી ફરીવાર તેને કર્મમળ લાગતો નથી – એટલે મોક્ષમાં ગયા પછી ચેતનનું પુનઃ સંસારમાં અવતરણ થતું નથી. આવી રીતે મુક્ત જીવોની સ્થિતિ સાદિ અનંતકાળ સુધી થાય છે અને મોલમાં તે સચ્ચિદાનંદ સ્વરૂપે અનંત આત્માનંદ પ્રાપ્ત કરે છે અને તેમાં રમણ કરે છે. આવી રીતે આત્માનો ભેદભેદ સ્વીકારનાર યાદ્વાદ શૈલી જે ચેતનજીવની ઉત્ક્રાંતિ બતાવે છે તે સમજીને વિચારવા યોગ્ય છે કે જે આગળ બતાવેલી છે). આમાં મૂળ જીવ અને અજીવ (જડ) એમ બે તત્ત્વ છે અને તેથી સાત અથવા નવ તત્ત્વ થયેલ છે. ચેતન્યસ્વરૂપ તે જીવ, અને જ! તે અજીવ. કમંપ્રકૃતિને ચેતન સાથે મળવાનો માર્ગ - પ્રણાલિકા તે આઝવ, તેનો અવરોધ કરવાનાં કારણો તે સંવર, આત્મા સાથે લાગેલ કર્મમળને ખંખેરી નાંખવો તે નિજા, તેનો સંયોગ થવો તે બંધ, અને તેનો સર્વથા ક્ષય થવો તે મોક્ષ. આ સાત તત્ત્વો સાથે સુખનો અનુભવ કરાવનાર તે પુણ્યતત્ત્વ અને તેથી વિપરીત દુઃખનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org