Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૧૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
નરક ગતિમાં જવાય છે. આ ધ્યાનના પરિણામ પાંચમાં ગુણસ્થાન સુધી રહે છે અને કોઈકને હિંસાનુબંધી રોદ્રધ્યાનના પરિણામ છેઠા. ગુણસ્થાનકે પણ હોય છે.
હવે સધ્યાન લઈશું. તેના મુખ્ય બે પ્રકાર છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન. ધર્મધ્યાનમાં ધર્મ એટલે શુભપરિણામથી વ્યવહારરૂપ ક્રિયા, તેના ઉપાદાનપણે સાધનરૂપ શ્રુતજ્ઞાન અને ચારિત્ર છે. નિશ્ચયથી અભેદ રત્નત્રયી સાધન – સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ આત્માનું ધ્યાન કારણકે વઘુસદાવો ઘમ્પો – વસ્તુસ્વભાવ એ જ ધર્મ છે. આત્માનું નિજ સ્વરૂપ – ધર્મ પામવા જે ધ્યાન - તન્મયતાનો ઉપયોગ તે ધર્મધ્યાન છે. તેમાં સર્વાની આજ્ઞા આદિ ચાર ભાગ છે તે ક્રમ સાલંબન યાનનો છે. તે થયા પછી ચિત્તસ્થિરતા થયે નિરાલંબન ધ્યાન થાય છે, કારણકે મૂઢાવસ્થામાં જયાં સુધી યૂલ વસ્તુનો ત્યાગ થયો નથી ત્યાં સુધી આત્મચિંતન થતું નથી. લક્ષ્યમાંથી અલક્ષ્ય, સાલંબનમાંથી નિરાલંબમાં પ્રવેશ કરવા માટે ધર્મધ્યાન છે.
ધર્મધ્યાન ચાર પ્રકારનાં છે. (૧) આજ્ઞાવિચય – સર્વાની આજ્ઞા સદ્વહવી, તે પ્રમાણે વર્તન કરવું, એટલે તે આજ્ઞાનો ઉપયોગ હમેશાં કાર્ય કરતાં રાખવો તે. (૨) અપાયવિચય – આત્માના નિજ સ્વરૂપને પ્રકટ કરવામાં અપાય – વિદનરૂપ થતાં રાગદ્વેષ, કષાય, અજ્ઞાન આઝવ વગેરે દોષને દૂર રાખવાનો ઉપયોગ રાખી પોતાના નિજસ્વરૂપનો વિચાર કરવો તે. (૩) વિપાકવિચય – કર્મનાં વિપાક એટલે ફલ અવશ્ય થાય છે તો તે કેવી રીતે અને શું થાય છે તેનો ઉપયોગ રાખી શોક કે હર્ષ ન કરતાં તે કર્મનો બંધ, ઉદય, ઉદીરણા સત્તા આદિનો વિચાર કરવો – તેનું ચિંતન કરવું તે. (૪) સંસ્થાન વિચય – ચૌદ રજું પ્રમાણ લોકના આકારનો વિચાર કરવો તે અને તેની સાથે વિચારવાનું કે પોતે કઈ ગતિમાં ઉત્પન્ન થયેલ છે, અને પોતાનો સમગ્ર લોક સાથે શું સંબંધ છે તે. આ ચારે ધ્યાન ચોથા ગુણસ્થાનથી તે સાતમાં ગુણસ્થાન સુધી
શુક્લધ્યાન - નિરાલંબન ધ્યાન છે. કોઈપણ આલંબન વગર કેવળ. આત્મસ્વરૂપથી ત પણે જે ધ્યાન કરવું તે શુભ દયાન. તેના ચાર ભેદ છે. (૧) પૃથર્વ સવિતર્ક સવિચાર - જીવથી અજીવ, સ્વભાવથી વિભાવ, દ્રવ્યથી તેના ગુણપયોય, સ્વધર્મથી પરધમે – એ વગેરેનું પ્રથમણું કરી તેનો વિતર્ક એટલે શ્રુતજ્ઞાન વડે ઉપયોગપૂર્વક વિચાર કરવો તે. આ ૮માથી ૧૧માં ગુણસ્થાનક સુધી રહી શકે છે. (૨) એકત્વ અવિતર્ક અવિચાર એકત્વ વિતકોવિચાર કોઈપણ વિકલ્પ અને વિચાર વગર આત્માના ગુણ ની એકતાનું ધ્યાન કરવું તે – આ બંને પ્રકારમાં ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન હોય છે, અને તે છબસ્થ યોગીને થાય છે. પહેલું ત્રણે યોગવાળાને થાય છે, બીજામાં મનોયોગ રહેલો છે. (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી - મનવચનકાયાના સૂક્ષ્મયોગનું રૂંધન કરવું તથા શૈલેશીકરણ એટલે પર્વતમાન સ્થિરતા કરીને અયોગી. થવામાં નિર્મળ અચલતારૂપ. પરિણામ છે. બીજું શુધ્યાન ઉપર કહ્યું તેની છેવટની. સ્થિતિમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીયા ને અંતરાય એ ચારે ઘાતી કમનો સર્વથા ઉદય અને સત્તામાંથી નાશ થાય છે અને પછી, કૈવલ્ય જ્ઞાન - દશેન ઉત્પન્ન થાય છે – નિરાલંબનપણું પ્રાપ્ત થાય છે. યોગ નામમાત્ર રહે છે – કેવલી થાય છે. તીર્થકર નામકર્મ ઉદય આવ્યું હોય તે તીર્થંકર પોતાના અતિયાદિ સહિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org