Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૧૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
નાશ થાય છે. નાડીજ્ઞાન પણ આમાં સમાય છે. ડાબી નાસિકામાં શ્વાસોચ્છવાસ ચાલે તેને ઇડાના ડી (ચંદ્રનાડી) કહે છે, જમણી નાસિકામાંથી પવન ચાલે તેને પિંગલાના ડી (સૂર્યનાડી) કહે છે અને બંને બાજુની નાસિકામાંથી પવન ચાલે તેને સુપુષ્માનાડી કહેવામાં આવે છે. આ નાડી દર વખતે એક જ રહેતી નથી – ફરે છે, અને તે પરથી અનેક પ્રકારનું જ્ઞાન થાય છે જેને સ્વરોદય જ્ઞાન કહેવામાં આવે છે. આ બધું બીજા પૌગલિક લાભ માટે ન કરતાં આત્મધ્યાનની સિદ્ધિ અર્થે કરવું યોગ્ય છે અને તે
અર્થે પ્રાણાયામ ઉચિત છે. પવનનો જય કરવાથી મનનો જય થાય છે, ઈદ્રિયવૃત્તિનો નિરોધ થાય છે. કદર્થના થાય તો તે ઉપયોગી નથી. યોગપ્રાપ્તિમાં બાહ્ય ભાવનું રેચન કરી અંતર્ભાવનું પૂરણ કરવું અને નિશ્ચિત અર્થમાં કુંભન કરવું એ ભાવ પ્રાણાયામ છે.
પ. પ્રત્યાહાર – ઈદ્રિયોમાંથી મનને ખેંચી લઈ તથા વિષયોથી વિરક્ત થઈ ધર્મધ્યાનમાં મનને નિશ્ચલ કરવું એ ધ્યાનના પ્રથમ પગલા તરીકે પ્રત્યાહારનું સ્વરૂપદર્શક લક્ષણ છે (યોગશાસ્ત્ર ૬.૬); પ્રશાંતબુદ્ધિ આત્મા પોતાની ઈદ્રિયો અને મનને વિષયમાંથી ખેંચી પોતાની ઈચ્છા હોય ત્યાં ધારણ કરે તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે (જ્ઞાનાર્ણવ ૩૦.૧). ભગવાન્ પતંજલિની વ્યાખ્યા લગભગ આવા પ્રકારની છે. જે ઈદ્રિયવૃત્તિ પોતાના વિષયના વિયોગકાળે પોતે જાણે ચિત્તવૃત્તિને અનુસરે છે તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે (યોગસૂત્ર ૨.૫૪). આ પ્રત્યાહારથી ઈદ્રિયો સારી રીતે વશ થઈ જાય છે, તેનો જય થાય છે. વિષયાનંદ દૂર થાય છે, અને મન ધ્યેય પર સ્થિર થાય છે. જ્ઞાનાર્ણવકાર કહે છે કે “ઈદ્રિયવિષયોથી નિવૃત્ત થયેલું મને સમભાવ પામે છે, ધ્યાનતંત્રમાં જોડાય છે અને પ્રાણાયામમાં જે સ્વાથ્ય પ્રાપ્ત થતું નથી તે અત્રે થાય છે અને તેથી છેવટે તેનો આત્મામાં લય થાય છે.' વળી તેઓ કહે છે કે “જે મુનિ સંસારદેહભોગથી વિરક્ત હોય, કષાય જેના મંદ થયા હોય, જે વિશુદ્ધભાવયુક્ત હોય, વીતરાગ હોય અને જિકિય હોય તેવાઓએ પ્રાણાયામ કરવો પ્રશંસાયુક્ત નથી.” મતલબ તે અમુક અંશે પગલિક હોવાને લીધે, શરીરને કષ્ટ આપનાર હોવાને લીધે ઉપયોગી નથી – કદાચિત દુધ્યાન એવું અન્નધ્યન કરાવનાર થાય છે.
૬. ધારણા – ધ્યેય દેશ પર ચિત્તને સ્થાપન કરી ત્યાં એકાગ્ર કરવું તેનું નામ ધારણા છે. એ ભગવાન્ પતંજલિની વ્યાખ્યા છે (યોગસૂત્ર ૩.૧). ધારણાના દેશના બે વિભાગ છે. બાહ્ય અને અત્યંતર. બાહ્ય પદાર્થોમાં સગુણ ઈશ્વરનું ધ્યાન કહે છે અને અધ્યેતરમાં નાસિકા, જિલ્લા તથા સપ્તચક્રોની વ્યવસ્થા બતાવે છે. આધારક, સ્વાધિષ્ઠાનચક, કર્મણપૂર, અનાહત ચક્ર, વિશુદ્ધિચક, આજ્ઞાચક અને અજરામરચક્રનું સ્વરૂપ તેઓ બતાવી તેનો પ્રયોગ સગર પાસેથી શીખી લેવાની ભલામણ કરે છે. પતંજલિ જેને અજરામરચક્ર કહે છે તેને જેનો “સિદ્ધશિલા' – ‘લોકાગ્રથિતિ' કહે છે. હેમચંદ્રાચાર્ય નાભિ, હૃદય, નાસિકાના અગ્રભાગો, કપાળ, ભૃકુટિ, તાલુ, આંખ, મુખ, કાન અને મસ્તક એ ધ્યાનની ધારણાનાં સ્થાનકો ગણાવે છે. (યોગશાસ્ત્ર ૬. ). અહીં નિયમ એવો છે કે જેમ ધનુષ્ય પ્રયોગ શીખનાર માણસ પ્રથમ સ્થૂલ વિનો લક્ષ્ય. કરે છે અને ઉત્તરોત્તર સૂક્ષ્મ તરફ વધતો જાય છે તે પ્રમાણે અહીં પ્રથમ બાહ્ય વિષયમાં મૂતે પદાર્થને ધ્યેય કરી ધારણા કરવી અને તેમાં જયારે સિદ્ધિ થાય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org