Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૧૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
દેવાદિપૂજન સમુલ્લસિત યોગના યોગ્ય ભાવમાં હોય છે. આ બંનેમાં ફેર છે.
આ પરથી સમજાશે કે અમુક ફલની અપેક્ષાથી અનુષ્ઠાન કરવાં તે વિષ અને ગરલ છે. માત્ર અનુષ્ઠાન ખાતર જ અનુષ્ઠાન કરવાં. ફલની ઈચ્છા ન રાખવી.'
(યોગબિંદુ, ૧૫૦-૧૬૧) અષ્ટાંગ યોગ – યોગનાં આઠ અંગ
૧. યમ, ૨. નિયમ, ૩. આસન, ૪. પ્રાણાયામ, ૫. પ્રત્યાહાર, ૬. ધારણા, ૭. ધ્યાન અને ૮. સમાધિ એ યોગનાં આઠ અંગ છે.
૧. યમ – સંસારસમુદ્રને ઓળંગવામાં આત્મીયગુણો – જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રગટાવવાની જરૂર છે. તેમ થવા માટે ત્રણ તત્ત્વ નામે દેવ, ગુરુ અને સધર્મ પર શ્રદ્ધા રાખવાની જરૂર છે. આ શ્રદ્ધા બરાબર ટકી શકે તે માટે રાગદ્વેષરહિત વીતરાગ એવા સદૈવ તત્ત્વને શોધવા જોઈએ. તે તત્ત્વ બતાવનાર તરીકે નિઃસ્પૃહ, સમતાવાન અને શુદ્ધ તત્ત્વનો યથાર્થ બોધ કરનાર, ક્ષમા આદિ દશ ધર્મ અને પંચમહાવ્રતધારક સદ્ગરનું સ્વરૂપ જાણવું જોઈએ અને તેવા સદ્ગુરુ મળે તે પાસેથી અગર શાસ્ત્રથી સધર્મનું સ્વરૂપ સમજવું જોઈએ. આમ સુદેવ, સુગર, સુધર્મની બરાબર શોધ કરી તેમને આદરવા તેને “સમ્યક્ત' કહેવામાં આવે છે; તેમજ જીવાદિ તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ સમજી તેમાં શ્રદ્ધા રાખી જડ અને જીવનો ભેદ વહેંચવા રૂપે આત્મજ્ઞાનને “સમ્યકત્વ' કહેવામાં આવે છે. આ સમ્યક્ત્વ થયું કે નહિ તેની નિશાની તરીકે તેનાં પાંચ ‘લિંગ' કહ્યાં છે.
(૧) તીવ્ર કષાયના ઉદયના ત્યાગરૂપ શમ, (૨) મોક્ષની અભિલાષા રૂપ સંવેગ (૩) સંસાર પર ખેદ – અનાદરવૃત્તિ તે નિર્વેદ (૪) કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર દુઃખી પ્રાણીને દુઃખમાંથી છોડાવવાની ઇચ્છા તે અનુકંપા, (૫) શુદ્ધતત્ત્વ પર શંકારહિતપણું તે આસ્તિક્ય. આ પાંચ લિંગ પરથી સમ્યકત્વના અસ્તિત્વની ખબર પડે છે. ગ્રંથિભેદ થઈ સમ્યક્ત્વ પામ્યા પછી પ્રાણી દેશવિરતિપણું પ્રાપ્ત કરે છે. એટલે પાંચ યમોને અમુક અંશે પ્રાપ્ત કરે છે. અહીં હિંસાદિનો ત્યાગ શૂલપણે થાય છે, અને પછી સર્વથા ત્યાગ કરી સર્વવિરતિપણું પ્રાપ્ત કરે છે. આ પાંચ યમો (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ છે. જેનો તેને “વ્રત' કહે
(૧) અહિંસા – પ્રમાદના યોગથી ત્રસ કે સ્થાવર જીવોનો નાશ ન કરવો તે. (૨) સત્ય – પ્રિય, પથ્ય (હિતકારી), અને સત્યવચન બોલવું તે.
(૩) અસ્તેય – અદત્ત વસ્તુનું નહિ લેવું તે. ૧. આ સાથે વૈષ્ણવો જેને “સમર્પણ' કહે છે તે સરખાવો. તેઓ સર્વ કિયા તેમના પ્રભુને અર્પણ
કરે છે. આમાં પ્રભુને આપવાથી પ્રભુ કંઈ લેતો નથી, લેવાની તેને ઇચ્છા નથી – તેની પાસે અખૂટ નિધિ છે, પરંતુ આમાં રહસ્ય એ છે કે મમકાર છોડી, હું કરું છું એ ભાવ તજી પ્રભુ અર્થે સર્વ છે એમ ભાવના ભાવવામાં ફલની અપેક્ષા રહેતી નથી. વળી શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે :
____ कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org