Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૧૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
- પદ દાન છે. અને તે દારિદ્રયનો, દુર્ગતિનો નાશ કરે છે અને કીર્તિમાં વધારો કરે છે.
૨. સદાચાર – નીતિના ઉત્તમ નિયમોનું અનુસરણ તે સદાચાર છે. તેમાં અનેક ગુણો આવે છે. બહુ અગત્યના ગુણો લઈએ તો લોકમાં પોતાની અપકીર્તિ થાય તો તે માટે મરણથી પણ વિશેષ ભય લાગે તે લોકાપવાદભીરુત્વ, દુઃખી પ્રાણી ઉપર દયા લાવી તેના ઉદ્ધાર અર્થે પ્રયત્ન તે દીનોદ્ધારનો આદર, પારકાના ઉપકારની કદર કરવી તે કૃતજ્ઞતા, ગંભીરધીર પ્રાણી મત્સર રહિત થઈ પ્રકૃતિથી જ બીજાનાં કાર્યો કરવાની તત્પરતા તે દાક્ષિણ્ય, બીજાની નિંદાનો ત્યાગ, સાધુપુરુષોની પ્રશંસા, દુઃખ પ્રસંગે અદીનભાવ, સંપત્તિ સમયે નમ્રતા, પ્રસંગે મિત અને હિત ભાષણ, પ્રતિજ્ઞાપાલન, વ્રતનિયમાદિ ક્રિયા, અને અવિરુદ્ધ સ્વકુલના આચારનું અનુસરણ, અસત્ અથવા અનુપયોગીમાં ધનના વ્યયનો ત્યાગ, દેવપૂજનાદિમાં વ્યય, વિશિષ્ટ ફલ આપનાર પ્રયોજનમાં આગ્રહ, મદ્યપાનાદિ પ્રમાદનો ત્યાગ, લોકાચારનું અનુસરણ, ઔચિત્યનું સ્વ અને પરપક્ષે પાલન, પ્રાણ જાય તો પણ નિંદિત કાર્યમાં અપ્રવૃત્તિ વગેરે સદાચાર છે. યોગાધિકારી ઉત્કૃષ્ટ નૈતિક ધર્મ પાળનાર હોવો જોઈએ. નીતિ ઉત્તમ ન હોય તો યોગની પ્રાપ્તિ અલબ્ધ છે. નૈતિક થયા વગર ગ્રંથિભેદ થાય નહિ.
૩. તપ – ચાંદ્રાયણ, કછુ આદિ અનેક પ્રકારના તપ છે. તપ જે બાહ્ય અને આંતર કહેલ છે તેમાં અહીં બાહ્ય તપ યોગ પ્રાપ્તિની પૂર્વાવસ્થામાં ઉપયોગી ગણેલ ભાસે છે. આમ ગણવાનું કારણ એ છે કે દેહની ચૂળ શક્તિઓ ઉપર અંકુશ આવવા ઉપરાંત તે દ્વારા માનસિક વૃત્તિઓ પર પણ એક જાતનો સંયમ પ્રાપ્ત થાય છે.
૪. મુત્યદ્વેષ – આ મહત્ત્વનો અંતરંગ ઉપાય છે. સર્વ કર્મની આત્યંતિક મુક્તિ તે મોક્ષ છે અને ત્યાં ભોગ કે ક્લેશ હોતો જ નથી. આવી મુક્તિ પ્રત્યે ભવાભિનંદીનો આદર હોતો નથી. તેઓ એમ કહે છે કે “મોક્ષ જેવી વસ્તુ જ ક્યાં છે ? હોય તો
ત્યાં જઈને શું કરવાનું છે ?” -- “મોક્ષ એ અનિશ્ચિત છે. માટે એ નિશ્ચિત વિષય વિનાની વાતની ઇચ્છા કરવા કરતાં રમ્ય વૃંદાવનમાં શિયાળ થઈને ભટકવામાં વધારે સુખ છે.” આવા મુક્તિદ્વેષી પ્રલાપ મોહમાં ડૂબતા થઈ સંસારને વધારે છે. જેઓ આવા નથી, મોક્ષ પ્રત્યે દ્વેષ રાખતા નથી તે પુરુષો ભવબીજનો ત્યાગ કરી, ચરમપુદ્ગલાવર્ત કરી કલ્યાણભાગી થાય છે. આથી જડવાદ (materialism), સમાજને સુખ થાય તેટલું કરવું, તેથી વિશેષ નહિ એવો જનસુખવાદ (utilitarianism), ખાઓપીઓ ને મજા કરો એવો ચાર્વાક આદિનો નાસ્તિકવાદ વગેરેનો પરિહાર કરી મુક્તિના ખરા સ્વરૂપ પ્રત્યે આધાર રાખવાથી મોક્ષમાર્ગોપયોગી અધ્યાત્મયોગ પમાય છે. પૂર્વે કથેલ ગુરુદેવાદિ પૂજન વગેરે કરતાં આ વિશેષ ઉપયોગી અને મહત્ત્વનો છે.
(યોગબિંદુ. શ્લોક ૯૪-૯૭, ૧૦૯) પાંચ પ્રકારનાં અનુષ્ઠાન
કેટલાંક અનુષ્ઠાન એવાં હોય છે કે જેથી યોગની પ્રાપ્તિ થતી નથી. તે દ્રવ્યાનુષ્ઠાન હોય છે. તેમાં આશય મૂલ હોતો નથી યા હોય છે તો અશુભ આશય હોય છે. તે માટે તે આશય પરથી અનુષ્ઠાનના બે પ્રકાર પાડયા છે. ૧. ભવાભિવંગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org