Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૦૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
યોગીના ભેદો
૧. ગોયોગી – કુલયોગી – જે યોગીના ગોત્ર કે કુલમાં ઉત્પન્ન થયેલા હોય તે ગોત્ર-કુલયોગી છે. તેઓ પોતાના ચિત્તમાં એમ માને છે કે અમો પણ યોગી છીએ. જેના ધર્માચાર રૂઢિમાર્ગને અનુસરતા હોય એવા સામાન્ય બુદ્ધિએ વર્તતા સર્વ તાપસાદિ કુલયોગી છે. તેના વિશેષ ગુણ એ છે કે તે સર્વત્ર અષી છે, ગુરુ-દેવ-દ્વિજ વગરે તેને પ્રિય છે, દયાલ, વિનીત બોધવાન અને યતેંદ્રિય છે.
૨. પ્રવૃત્તચક્રયોગી – જેનામાં ઉપર કહેલ ચારમાંના પ્રથમના બે યમ હોય, શુશ્રુષા આદિ આઠ ગુણ હોય અને ઉપર કહેલ ત્રણ અવંચક યોગમાંથી પહેલો યોગાવંચક પ્રાપ્ત થયો હોય અને બીજા બે ક્રિયા ને ફ્લાવંચક ભાવની પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય તે પ્રવૃત્તચકયોગી કહેવાય છે. તેને જૈનમાં “સંવિજ્ઞપક્ષી” પણ કહેલ છે.
વળી યોગની અંતરંગ સ્થિતિ પ્રમાણે જેવા જેવા યોગ વર્તે તે પ્રમાણે અનેક ભેદો યોગીના પાડી શકાય તેમ છે. ગ્રંથિભેદ થયા પછી અવિરતિ દશામાં રહેનાર જીવોને અદ્રતીયોગી, દેશથી – અમુક અંશે લીધેલ યમી શ્રાદ્ધને દેશવિરતિયોગી, સર્વથા પંચ યમ કરનાર મહાત્માને સર્વવિરતિયોગી કહેવાય છે. વળી એ સર્વવિરતિ યોગીઓમાં પણ જેઓ અપ્રમત્ત દશામાં હોય છે તેમાંના કેટલાક શ્રેણીઆરૂઢ અને શ્રેણીઅનારૂઢ અવસ્થામાં હોય છે. વળી શ્રેણીગત યોગીઓમાં કેટલાક ઉપશમ શ્રેણીગત અને કેટલાક ક્ષાયિકશ્રેણીગત હોય છે. ક્ષાયિકશ્રેણીગતમાં કેટલાક સયોગી અને કેટલાક અયોગી, પરમયોગી હોય છે.
(યો.દ.સ. ૨૦૬-૨૧૦) યોગપ્રાપ્તિના ઉપાય
યોગની પ્રાપ્તિ માટે પૂર્વસેવા” – પૂર્વસાધન કરવાની જરૂર છે. જીવ ગમે તે યોનિમાં હોય તથાપિ તે ભવ્ય હોવા છતાં પણ જો ચારિત્રવાનું (દેશથી કે સર્વથા) ન હોય ત્યાં સુધી તેને યોગ પ્રાપ્ત થવાનો સંભવ નથી. આ પર દષ્ટાંત એ કે તૃણ છે તે ગાય ખાય છે અને તેનું ઘી થાય છે એટલે તૃણ ધૃતયોગ્ય છે, પરંતુ તે તૃણ ધૃતયોગ્ય છતાં પણ તૃણ તૃણાવસ્થામાં જ રહે તો વૃત થતું નથી, તેમ જીવ જે સ્થિતિમાં હોય તેમાં જ રહે ને ચારિત્રવાન્ ન થાય તો તે ભવ્ય – યોગ્યતાવાળો હોવા છતાં પણ યોગરૂપી પરિણામને પામતો નથી. આ પરથી જાણવાનું કે પૂર્વે કહેલ અધ્યાત્મ આદિ યોગ પ્રાપ્ત કરવાને ચારિત્રાદિ પૂર્વાગની જરૂર છે. પહેલા ચિત્તની નિર્મલતા જોઈએ. તેમ થતાં પૂર્વે કહેલ અધ્યાત્મયોગ પ્રાપ્ત થાય છે. હવે તે નિર્મલ કરવામાં પૂર્વસેવા ઉપયુક્ત છે અને તે “પૂર્વસેવા' શું છે તે કહે છે.
પૂર્વસેવા ૪ પ્રકારની છે ? – ૧. ગુરુદેવાદિપૂજન, ૨. સદાચાર, ૩. તપ અને ૪. મુક્તદ્વેષ.
૧. ગુરુદેવાદિપૂજન – (અ) ગુરુમાં માતા, પિતા, કલાચાર્ય, તેમના સંબંધી, વૃદ્ધો, ધર્મોપદેશકો એ સમાઈ જાય છે. તેમનું ત્રણે સંધ્યા સમયે પૂજન કરવું એટલે નમન ૧. શુષ થવાં જૈવ પ્રહ થાર તથા, હાંડવોદોડWવિજ્ઞાને તત્ત્વજ્ઞાન ૨ થીગુT: આ આઠ
બુદ્ધિના ગુણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org