________________
જૈન યોગમાર્ગ
૨૦૭
આપણે ઉપર જોઈ ગયા છીએ.) અને યોગસંન્યાસ કેવલજ્ઞાનનો યોગ થવા પછી શૈલેશી અવસ્થાના ફલરૂપે ભવોપગ્રાહી કર્મના નાશ થવા રૂપેની સ્થિતિએ પહોંચ્યા પછી અયોગગુણસ્થાનની અવસ્થામાં પ્રાપ્ત થાય છે. (અહીં યોગનો અર્થ મનાદિયોગનો અયોગ એ સંપૂર્ણપણે થાય છે.)
હવે યોગીઓના ભેદ પર ગયા પહેલાં ૫ પ્રકારના યમ અને ત્રણ પ્રકારના અવંચકભાવ વિચારી જઈએ :
પાંચ પ્રકારના યમ નામે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – અકિંચનત્વ (મહાવ્રત) આપણે જાણીએ છીએ, તે ૫ યમનું હવે પછી વિવેચન થશે. કારણ કે યોગનાં ૮ અંગમાંનું પ્રથમ અંગ છે. બીજી રીતે યમના ૪ ભેદ પાડવામાં આવ્યા છે. યમના ચાર ભેદ
યમના ૪ ભેદ આ પ્રમાણે ઃ ૧. ઇચ્છાયમ, ૨. પ્રવૃત્તિયમ, ૩. સ્થિરયમ, અને ૪. સિદ્ધિયમ. હવે તે દરેક લઈએ.
૧. ઈચ્છાયમ – જે યમી – યમમાં પ્રવૃત્ત હોય તેની કથા શ્રવણ કરવામાં આનંદ આવે અને તેવા યમ કરવાની ઇચ્છા થાય તે ઇચ્છાયમ.
૨. પ્રવૃત્તિયમ - ઈચ્છાથી આગળ વધી જેમાં પ્રવૃત્તિ થાય એટલે ઉપશમભાવપૂર્વક યમનું પાલન કરવું તે પ્રવૃત્તિમ.
૩. સ્થિરયમ - ક્ષયોપશમભાવથી સ્વભાવતયા અતિચાર(દોષ)ની ચિંતારહિતપણે જે યમનું પાલન કરવું તે સ્થિરયમ.
૪. સિદ્ધિયમ - શુદ્ધ અંતરાત્મામાં ઉત્કૃષ્ટ સિદ્ધિસાધક યોગની અચિંત્ય વર્ષોલ્લાસપૂર્વક પ્રક્રિયા કરવામાં આવે છે. આમાં ઉત્કૃષ્ટ યમપ્રાપ્તિ થાય છે. અને તેથી આસપાસ વૈરત્યાગ થઈ જાય છે.
(યોગદષ્ટિસમુચ્ચય. ૨૧૨-૨૧૬) અવંચકના ત્રણ ભેદ
અવંચક એ અવ્યક્ત સમાધિ છે અથવા ક્ષયોપશમને લઈને તેના જેવો આશયવિશેષ છે. તે ત્રણ જાતનાં છે. તેનું ટૂંક લક્ષણ મિત્રાદષ્ટિમાં આગળ પાદટીપમાં કહ્યું છે. તે ત્રણનાં નામ ૧. યોગાવંચક, ૨. ક્રિયાવંચક અને ૩. ફલાવંચક છે.
૧. યોગાવંચક – વિશિષ્ટ પુણ્યવાનું સપુરુષો અને જેનાં દર્શનથી પવિત્ર થવાય એવાનાં દર્શનનો યોગ – લાભ તે યોગાવંચક.
૨. ક્રિયાવંચક – તેવા સપુરુષોને પ્રણામ કરવા તેમજ બીજી તેવી ક્રિયા કરવી છે. આથી મહાપાપ -- નીચગોત્રકર્મનો ક્ષય થાય છે.
૩. ફલાવંચક – આ છેલ્લો ફલાવંચકયોગ તે ઉપરના બેથી – સત્પરષોના નિયોગથી શુભ અનુબંધરૂપ ધર્મસિદ્ધિમાં ફળની પ્રાપ્તિ થવી તે છે. (યો.દ.સ. ૩૪-૨૧૭-૨૧૯)
૧. જૈનો જેને ‘વત’ કહે છે તેને સાંખ્ય – યોગદર્શન ‘યમ' કહે છે. હિંસીસિત્યાસ્ત બ્રહ્મ
રિગ્રહ યમ: – પાતંજલ યોગસૂત્ર ૨-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org