Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
વર્ણન નંદીસૂત્રની પૂર્ણિમા આપેલું છે કે “બાર વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યે સાધુઓ અત્રને માટે જુદેજુદે સ્થળે હિંડતા - વિહરતા હોવાથી શ્રુતનું ગ્રહણ, ગુણન અને ચિંતન ન કરી શક્યા એથી તે શ્રુત વિપ્રનષ્ટ થયું, અને જ્યારે ફરીવાર સુકાળ થયો ત્યારે મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો સાધુસમુદાય ભેગો કરી જે જેને સાંભર્યું તે બધું કાલિક શ્રુત સંગઠિત કર્યું.” આ દુષ્કાળે તો માંડમાંડ બચી રહેલ તે શ્રુતની ઘણી વિશેષ હાનિ કરી. આ ઉદ્ધારને ‘માથુરી વાચના' કહેવામાં આવે છે. તે શૂરસેન દેશના પાટનગર મથુરામાં થયેલ હોવાથી તે શ્રુતમાં શૌરસેની ભાષાનું મિશ્રણ થયેલું સંભવે છે. આ સમય લગભગ આર્ય રક્ષિતસૂરિએ અનુયોગદ્વાર સૂત્ર રચ્યું.
૨૨
વલભી વાચના (વલભીપુર પરિષદ)
આ વીત્યા પછી વીરાત્ દશમા સૈકામાં બાર દુકાળીએ દેશ ઉપર પોતાનો પંજો ચલાવ્યો અને તે વખતે ઘણા બહુશ્રુતોનાં અવસાન થવા સાથે જે જીર્ણશીર્ણ શ્રુત રહેલું હતું તે પણ બહુ જ છિન્નભિન્ન થયું હતું. વીરાત્ ૯૮૦ વર્ષે (વિ.સં. ૫૧૦), દેવર્ધિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં સંઘ એકત્રિત કરી જે-જે યાદ હતું તે-તે ત્રુટિત-અત્રુટિત આગમના પાઠોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સાંકળી પુસ્તકારૂઢ કર્યાં. લખવાનું ઘણું અને સૂત્રમાં વારંવાર એક જ પાઠના આલાપ (આલાવા) આવે તેથી વારંવાર લખવાને બદલે જેમ બીજા અમુક સૂત્રમાં છે તેમ, એ રીતે મૂકવામાં આવ્યું. જેમકે વિમાનનો અધિકાર આવે ને તે બીજા સૂત્રમાં હોય તો નહા રાય વસેળી! – જેમ રાયપસેણીમાં છે તેમ, આધાર ટાંકવાનું રાખ્યું. આથી અંગની ભલામણ ઉપાંગમાં અને ઉપાંગની અંગમાં આપી છે. આનું નામ વલભીવાચના કહેવાય છે. આ ઉદ્ધાર વખતે દેવવાચકે નંદીસૂત્ર રચ્યું છે તેમાં સૂત્રઆગમોનાં નામો આપ્યાં છે ને તે જ વખતે સંકલિત થયેલ સમવાયાંગમાં પણ તે નામો આપ્યાં છે.
-
૧
ઉમા સ્વાતિ
શ્રી ઉમા સ્વાતિ (કોઈ ઉમા સ્વામી કહે છે) વાચકે સંસ્કૃતમાં સમસ્ત જૈન દર્શન તત્ત્વજ્ઞાનના સંદોહનરૂપ ‘તત્ત્વાર્થાધિગમ’ સૂત્ર રચ્યું. આ શ્રીમાનને શ્વેતામ્બર અને દિગમ્બર બંને સંપ્રદાયો પોતપોતાના આમ્નાયના માને છે. તે સૂત્ર ૫૨નું ભાષ્ય તેમણે જ રચ્યું એમ કહેવાય છે. તે સ્વોપજ્ઞ ભાષ્યની પ્રશસ્તિ પરથી જણાય છે કે તેઓ ઉચ્ચ નાગરી શાખાના હતા. ન્યગ્રોધિકા ગામમાં જન્મ્યા હતા.
તેમણે પોતાનો આ ગંભીર ગ્રંથ કુસુમપુર (પાટલિપુત્ર – હાલનું પટણા)માં રચ્યો. તેમનો સમય અનિશ્ચિત છે. પોતે જે ઉચ્ચ નાગરી શાખાના હોવાનું ભાષ્યમાં જણાવે છે તે નામની શાખા આર્ય દિન્નસૂરિના શિષ્ય શાંતિ શ્રેણિકના સમયમાં નીકળી (કલ્પસૂત્ર થેરાવલી). આર્ય દિત્ર વીરાત્ ૪૨૧માં થયાનો ઉલ્લેખ છે તેથી ઉક્ત શાખા તે પછી થયેલ હોવાથી ઉમા સ્વાતિ તેની પહેલાં થયેલા ન સંભવે. તેથી સહેજે વિક્રમ [૧. અહીં સુધીનું લખાણ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના વિભાગ ૧માંથી ઉદ્ધૃત કરીને, ગોઠવણીક્રમના તેમજ શાબ્દિક જૂજ ફેરફાર સાથે ટૂંકાવીને મૂક્યું છે. સં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org