________________
કાર્યસિદ્ધિનું રહસ્ય : પાંચ સમવાય
૧૯૧
પુરુષાર્થની પણ જરૂર છે કારણકે કુમારી કન્યાને સંબંધ વગર પુત્ર થઈ શકતો નથી. આ બધું ખરું પણ તેની સાથે ભાગ્યમાં (કમ) હોય તો થાય, નહિ તો સર્વ કારણ નિષ્ફળ જાય. કેવલ ભાગ્ય પર જ આધાર રાખી બેસી રહેવાથી કાર્ય થઈ શકતું નથી. જેમ તલમાં તેલ છે તે ઉદ્યમ વગર કાઢી શકાતું નથી. જો ઉદ્યમને જ ફલદાયક માનવામાં આવે તો ઊંદર ઉદ્યમ કરતો સર્પના મુખમાં આવી પડે તો તે ઉદ્યમ નિષ્કલ. જાય છે. ભાગ્ય ને ઉધમ (પ્રારબ્ધ ને પુરુષાર્થ) બંનેથી જ કાર્ય થવાનું માનવામાં આવે તો તે પણ યોગ્ય નથી, કારણકે ખેડૂત સમયનગર સત્તાવાનું બીજને ઉદ્યોગપૂર્વક વાવે તો પણ કાલ વગર – તેની ઋતુ વગર તે ફલીભૂત થતું નથી. જો આ ત્રણેને જ કાર્યનાં કારણ માનવામાં આવે તો કોરડું મગ વાવવાથી કાલ, ભાગ્ય, પુરુષાર્થ હોવા છતાં ઊગવાનો સ્વભાવ ન હોવાથી ઊગતા નથી. જો પૂર્વોક્ત ત્રણમાં ચોથો સ્વભાવ પણ મળી જાય તો પણ જો બધી સામગ્રી અનુકૂળ ન હોય તો બીજ ઊગતું નથી. જેમકે ખેડૂતે યોગ્ય સમયમાં બીજને વાવ્યું, તે બીજમાં સત્તા પણ છે, અને અંકુર પણ તેના ફૂટ્યા, પણ જો અનુકૂલ પવન આદિ જોગવાઈ ન મળી અને તોફાન આદિ ઉપદ્રવ થયો તો તે પૂરો ઊગે તે પહેલાં નાશ પામશે. આમ પાંચ કારણો વગર કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી.
યદચ્છા એટલે અકસ્માતુ – અનિયમથી જે કાંઈ થવાપણું તે – તેવી યદચ્છાથી કોઈપણ કાર્ય કોઈ કાલે અને કોઈ સ્થલે થતું નથી. તે જ પ્રમાણે જીવ અને પુદ્ગલ (કમ)ના સંબંધ જીવનો તેવો સ્વભાવ છે તેથી થાય છે. આથી અનંત પુદ્ગલપરાવર્તમાં ભમવાનું થાય છે તે સ્વભાવ વગર થતું નથી. કોઈ એમ કહે કે સ્વભાવવાદ સ્વીકારવાથી કાલાદિ કારણોનો નિષેધ થશે તો તેને કહેવાનું કે કાલાદિ સર્વત્ર વ્યાપક હોવાથી તે ઈષ્ટ છે એટલું જ નહિ પણ યુક્તિપુર:સર છે, અને સ્વભાવને ઉપકારક છે. આત્મપરિણામથી કર્મનો બંધ થાય છે અને તેનાં દુઃખ સુખ કાલાનુસાર અનુભવાય છે, પરંતુ તે પણ તે તે વસ્તુના સ્વભાવ વિના બનતું નથી. માટે સ્વભાવ મુખ્ય છે અને કાલ ઉપકારક, ગૌણ છે, તેથી કાલાદિ કંઈ કરતા નથી તેથી તેને વૃથા કહેવા એ યોગ્ય નથી. પણ તે સ્વભાવને ઉપયોગી છે, તે નિરુપયોગી નથી. માટી જેમ ઘટનું પરિણામી – ઉપાદાન કારણ છે અને ચકદંડ કુબાલાદિ સહકારી (નિમિત્ત) કારણ છે તે પ્રમાણે કાલાદિ સહકારી કારણ છે અને સ્વભાવ પરિણામી કારણ છે.
આ સામાન્ય દષ્ટાંતો લઈને જણાવ્યું કે પાંચ કારણોથી કાર્યસિદ્ધિ છે; તેમ મોક્ષરૂપી ફલની સિદ્ધિમાં (સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિમાં) વગેરે દરેક વ્યાવહારિક કે પારમાર્થિક કાર્યની સિદ્ધિમાં પણ ઉપરોક્ત પાંચ કારણો આવશ્યક છે. દાખલા તરીકે મોક્ષપ્રાપ્તિ કાર્ય લઈએ અને તેમાં તે પાંચ કારણો ઘટાવીએ.
શ્રી મહાવીર પ્રભુ મોક્ષે ગયા. ક્યારે ? (૧) “કાળલબ્ધિ થઈ ત્યારે – કાળ પરિપાક થયો ત્યારે. કોઈ એમ પૂછે કે તથાવિધ કાળ અનંત ભૂતકાળમાં એમને નહિ મળ્યો હોય ? ઉત્તરમાં તેમને તો શું પણ આપણને પણ અનંતીવાર મળ્યો હશે પણ બીજાં કારણોની ઉત્પત્તિ નહિ થઈ હોય. હાલના અક્ષરવાળાં અંગ્રેજી ગોળ તાળાં આવે છે તેમાં એક સીલીંડર ઉપર ફરતાં ત્રણ, ચાર, કે પાંચ એમ એકબીજાને અડોઅડ ચક્કર ગોઠવેલ હોય છે અને તે પર જુદા જુદા અક્ષર પાડેલા હોય છે. આમાંના અમુક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org