Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન યોગમાર્ગ
૧૯૭
આઠ દૃષ્ટિ દ્વારા પાડયા છે. તે આઠ દૃષ્ટિનાં નામ ૧. મિત્રા, ૨. તારા, 3. બલા, ૪. દીપ્રા, ૫. સ્થિરા, ૬. કાંતા, ૭. પ્રભા અને ૮. પરા એ છે. આમાંની પ્રથમ દૃષ્ટિ અને તે પછીની ત્રણ દષ્ટિ મિથ્યાદષ્ટિ જીવને પણ સંભવે છે. મિથ્યાષ્ટિ જીવને એ ચાર દષ્ટિ કે જેનું સ્વરૂપ ઉન્નતિક્રમ વિશેષ સૂચવે છે તે કેમ થતી હશે એમ સહેજે શંકા થશે તો તે સ્વરૂપ દર્શાવવા માટે પ્રથમ “ઓઘદૃષ્ટિ' શું છે તે જોવું જોઈશે.
ઓઘદષ્ટિ' એટલે જનસમૂહની સામાન્ય દૃષ્ટિ. વિચાર કર્યા વગર ગતાનગતિક લોકન્યાયે વડીલના ધર્મને અનુસરવું, બહુજનસંમત કે પૂજ્ય ધર્મના અનુયાયી થવું, પોતાની અક્કલનો ઉપયોગ ન કરવો એ આ દૃષ્ટિ છે. મેઘવાળી રાત્રિમાં જેમ ચંદ્રનું સ્પષ્ટ દર્શન ન થાય, પણ અલ્પ દર્શન થાય, તેમ આવરણસહિત બુદ્ધિવાળા – અવિવેકી બાળજીવોને જે સૌંદર્યનું દર્શન થાય છે તે ઓઘદષ્ટિએ સમજવું. એકાંત દષ્ટિએ અમુક વસ્તુ તરફ જોવામાં આવે ત્યાં મનમાં પ્રથમથી ધારી રાખેલું પરિણામ આવે. આ દષ્ટિથી જુદી પાડવા માટે ઉક્ત આઠ દષ્ટિને ‘યોગદષ્ટિ' એ નામ આપવામાં આવ્યું છે. અનાદિકાળથી મિથ્યાત્વભાવમાં હણાતો આ ચેતન જ્યારે ઓઘદષ્ટિ તજી દે છે ત્યારે તે ઉન્નતિક્રમમાં આગળ વધે છે.
અનંત સંસારચક્રમાં ભ્રમણ કરતાં જ્યારે જીવને તેની સાધ્યસામીપ્યદશા થાય છે અને તેની ભવસ્થિતિ પરિપક્વ થાય છે ત્યારે તે ઉક્ત દષ્ટિમાંની પહેલી મિત્રાદષ્ટિ પ્રાપ્ત કરે છે. જૈન પરિભાષામાં કહીએ તો અનંત વર્ષોનું એક પુદ્ગલાવ, એવા અનંત પુદ્ગલાવ કરી આ ચેતન ચોરાશી લક્ષ જીવયોનિમાં જીવ રખડ્યા કરે છે – એમ કરતાં કરતાં ચરમ (છેલું) પુલાવર્ત પ્રાપ્ત થાય છે એટલે તેટલી સંસારની મર્યાદા બંધાય છે ત્યારે આ પ્રથમની ચાર યોગદષ્ટિની પ્રાપ્તિ તે કરે છે. દષ્ટિની કરેલી શ્રદ્ધા સંગી બોધ' એ વ્યાખ્યામાંના સત્સંગનો યોગ અહીં પ્રથમની ચારે દૃષ્ટિમાં સારી રીતે થઈ શકે છે તેથી મિથ્યાભાવમાં વર્તતા જીવોને પણ યોગદષ્ટિવાળા જીવ કહેવામાં આવે છે. અને તેથી તે ચાર દષ્ટિનો સમાવેશ યોગદષ્ટિમાં કરવામાં આવ્યો છે. અહીં ધ્યાનમાં લેવાનું છે કે પ્રથમની આ ચાર દૃષ્ટિમાં ઉન્નતિક્રમમાં પ્રગતિ કરતાં કરતાં પતન પણ થઈ જાય છે, જ્યારે તે પછીની પાંચમી સ્થિરા દષ્ટિથી આઠમી સુધીમાં મોક્ષ તરફ કરેલ પ્રયાણ અટકતું નથી ને પ્રગતિ જ થયા કરે છે. પ્રથમ ચાર દષ્ટિ સુધી મિથ્યાત્વ ગુણસ્થાનક છે.
૧. મિત્રાદેષ્ટિ – આમાં યોગનું પ્રથમ અંગ “યમ' - નામે અહિંસા, સત્ય, અસ્તેય, મૈથુનવિરમણ અને અપિરગ્રહ એ સુપ્રસિદ્ધ પાંચ યમ – પ્રાપ્ત થાય છે. આમાં બોધ તૃણના અગ્નિ જેવો – વીજળીના ચમકારા જેવો અલ્પબોધ થાય છે. આ દષ્ટિનું લક્ષણ ‘અખેદ – શુભકાર્ય કરતાં જરા પણ કંટાળો ન આવવો તે છે. તે અન્ય અશુભ કાર્યો કરનાર પ્રત્યે “અદ્વેષની હદ સુધી જાય છે. તે પ્રત્યે તેની કરુણા આવે છે – પરમસહિષ્ણુતા (Tolerance) આવે છે એટલે બીજાને ખોટે રસ્તે દોરતો કે દોરવતો જોઈને તે બંનેના પર દયા આવે છે અને તેઓના ઉદ્ધારના બોધ દ્વારા એ રસ્તો લે છે; છતાં જો તે બોધ દેતાં પણ શુભ માર્ગ તે અંગીકાર ન કરે અને
૧. પાતંજલયોગસૂત્ર દ્વિતીય પાદ, સૂત્ર ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org