________________
જૈન યોગમાર્ગ
૧૯૫
જૈન યોગમાર્ગ આત્માના ત્રણ પ્રકાર
સર્વ જીવને વ્યક્ત કે અવ્યક્ત રીતે સુખ મેળવવાની ઈચ્છા રહે છે. આ સુખની કલ્પના જેવા પ્રકારનો જીવ પોતે હોય છે તે પ્રકારે કરે છે. પશુ આદિ તિર્યંચોની સુખ સંબંધે કલ્પના પૂલ હોય છે. મનુષ્યજીવમાં પણ સુખનો ખ્યાલ વિવિધ પ્રકારનો હોય છે. કેટલાક ઈદ્રિયના ભોગોમાં, કોઈ ધન, ઐશ્વર્ય, કીર્તિ આદિની પ્રાપ્તિમાં સુખ માને છે. કેટલાક તેથી આગળ વધીને માત્ર બાહ્ય વસ્તુના ત્યાગમાં આનંદ માને છે અને ધન યૌવન આદિને સ્થિર માને છે. આ સર્વ બાહ્ય આત્માઓ – બહિરાત્માઓ છે. આથી આગળ વધેલા પૌગલિક (જડ) અને આત્મીય વસ્તુનો તફાવત સમજી પૌગલિકનો ત્યાગ કરનાર અને આત્મીય વસ્તુનો આદર કરનાર પ્રાણીઓ ઘણા અલ્પ હોય છે તેને અંતરાત્મા કહેવામાં આવે છે, અને તે આત્માઓ અંતરાત્મદશામાં વર્તતા - અંતરાત્મા પાસેથી વિશુદ્ધ જ્ઞાન મેળવી તદનુસાર વર્તન કરતા – આત્માને આત્મા સ્વરૂપે ઓળખી તેનો નિશ્ચય કરી આત્મપ્રગતિ વધારી પરમાત્મા બને છે. જે આત્મા તદ્દન નિર્લેપ, નિષ્કલ (શરીર રહિત), શુદ્ધ, નિષ્પન્ન, નિવૃત્ત (કર્મથી), નિર્વિકલ્પ હોય તેને પરમાત્મા કહેવામાં આવે છે.
અંતરાત્મા અને બહિરાત્મામાં એટલો જ ભેદ છે કે બહિરાત્મા જ્યારે ચૈતન્ય સ્વરૂપ આત્માને દેહાદિ પદાર્થ – પર વસ્તુઓ સાથે જોડે છે ત્યારે અંતરાત્મા તેને સર્વ બાહ્ય પરવસ્તુઓથી જુદો – છૂટો કરે છે. અર્થાત્ ઈદ્રિય દ્વારા આત્માને જે માની લીધેલું સુખ મળે છે તે રૂપ વ્યાપાર કરનાર શરીરને બહિરાત્મા આત્મભાવે જુએ છે, અજ્ઞાનજ્વરથી પીડિત થઈ બહિરાત્મભાવમાં વર્તી પોતાથી અત્યંત ભિન્ન પુત્ર, સ્ત્રી, પશુ અને ધન આદિમાં પણ હું “મારું' એમ આત્મત્વ જુએ છે, અને ઇંદ્રિય દ્વારા આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થઈ પરભાવમાં રમણ કરી રહ્યો છે, તેથી આવા ભ્રમમાં પડી જઈ આત્માનું શુદ્ધ સ્વરૂપ શું છે, હાલની દશાનું કારણ શું છે તે સમજતો નથી અને આત્મસંપત્તિનો નાશ કરતો અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. આ બહિરાત્મભાવ છોડી દઈને અંતરાત્મભાવમાં આવવા જીવ પ્રયાસ કરે છે ત્યારે ઈદ્રિયનો નિરોધ થતાં અંતરાત્મા બરાબર પ્રસન્ન થાય છે અને થોડો વખત જે તત્ત્વફુરણા થાય છે તે પરમાત્મભાવનું રૂપ છે. આત્મતત્ત્વનું યથાસ્થિત જ્ઞાન કરવું, મનમાંથી વિકલ્પોને તજી દવા, અને મનને આત્મતત્ત્વમાં યોજી દઈ સત્તાગત અનંત સુખસ્વરૂપ ચિદાનંદમય સાક્ષાત્ પ્રભુત્વનું સ્વમાં દર્શન કરવું એ અંતરાત્મભાવ છે અને તે સ્વરૂપે પ્રગટ કરવું એ પરમાત્મભાવ છે. જ્યાં સુધી આત્મામાં અચળ અવસ્થિતિ થતી નથી ત્યાં સુધી સંસારબંધનથી મુક્તિ મળતી નથી અને તેથી ત્યાંસુધી પરમાત્મભાવ પ્રગટ થતો નથી. આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાનો મુખ્ય ઉપાય એ છે કે આત્મતત્ત્વનું અંતરંગમાં દર્શન કરવું, બાહ્ય-પરવસ્તુ દેહગેહ વગેરેનું દર્શન કરવું અને તે બંનેના સંદેહ વગરના જ્ઞાતા થઈ આત્મનિશ્ચયથી જરા પણ ડગવું નહિ. આ સાધ્યબિંદુ – પરમાત્મભાવ કે જ્યાં સ્થાયી ખરું સુખ સંપૂર્ણપણે છે તે મેળવવા માટે અનેક માર્ગોમાં વ્યાપકપણે રહેલું અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org