Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન યોગમાર્ગ
૨૦૧
બાંધવા જેવી કીડા સમાન લેખે છે અને બાહ્ય પદાર્થોને કૃતવિવેકથી પરમાર્થે મૃગતૃષ્ણા - સ્વપ્ન સમાન જાણે છે. બાધારહિત અને પીડા વગરની આંતરજ્યોતિ લોકમાં પરમ તત્ત્વ છે અને તેથી અન્ય સર્વ દુઃખમય છે એમ તે સમજે છે. આમ વિવેકજ્ઞાન થવાથી સુજ્ઞ ચેતન પ્રત્યાહારમાં ચિત્ત પરોવી ધર્મમાં બાધા કરનાર બાબતોનો પરિત્યાગ કરવા પ્રયત્ન કરે છે. તે સમજે છે કે ધનના અભાવમાં કે ધનમાં દુઃખસુખ ન માનતાં ભોગમાં પાપભાવના રાખે છે. ધર્મજનિત ભોગ પણ અનર્થાવહ છે એટલે ધર્મ કેવલ ફલની અપેક્ષા રાખ્યા વગર કરે છે. નહિ તો જેમ ચંદનથી. થયેલ અગ્નિ આખા વનને બાળી નાખે છે તેમ ધર્મથી થયેલ સુખ પણ સાધ્યનો ક્ષય કરે છે અને સંસાર વધારે છે. આવી રીતે નિરાશીભાવથી કાર્ય કરી કર્મની મહાનિર્જરા કરે છે. આથી અલૌલ્ય, આરોગ્ય, અનિષ્ફરત્વ, શરીરની શુભ ગંધ, અલ્પ મૂત્રપુરીષ, સુંદર કાંતિ, સ્વરસૌમ્યતા - એ ચિહ્નો પહેલાં દેખાય છે, પછી મૈત્રાદિયુક્ત ચિત્ત, વિષયોમાં અનાસક્તિ, વૈર્યવાળો પ્રભાવ, અભીષ્ટ લાભ અને જનપ્રિયત્વ એ ગુણો પ્રાપ્ત થાય છે અને પછી તે નિષ્પન્ન યોગીને દોષનો નાશ, પરમ વૃત્તિ (તૃપ્તિ), ઔચિત્યયોગ, મહાનું સમતા, વૈરાદિનો નાશ અને ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. આ સર્વ સહજે મળે છે.
૬. કાન્તાદૃષ્ટિ – આ દૃષ્ટિમાં યોગનું ૬ઠું અંગ ધારણા - ચિત્તની (ધ્યેય) દેશમાં સ્થિતિ સ્થિરતા પ્રાપ્ત થાય છે. આથી મન વિક્ષેપમાં ન પડતાં ધર્મમાં એકાગ્ર થાય છે. તેમ થવાથી ધર્મના માહાભ્યને લઈને તથા સમાચાર વિશુદ્ધિથી સર્વ પ્રાણીઓને પ્રિય બને છે. તેનું એકાગ્રમન એવું હોય છે કે શ્રુત-સિદ્ધાંતમાં નિત્ય ભાવનામય મન રાખે છે, અને તેથી તેની શરીરક્રિયા અન્ય ચેષ્ટામાં હોય છે તો પણ તેનામાં સમ્યમ્ આક્ષેપક જ્ઞાન હોવાથી તે ચેષ્ટા-ભોગ-ઈઢિયાર્થ સંબંધો સંસારના હેતુ થતા નથી. એટલે તત્ત્વથી તે સર્વ પૌગલિક વસ્તુને માયાજલ માની તેનાથી અળગો રહે છે, અને સ્વરૂપથી ભોગને માયાજલ માને છે તેથી તેને ભોગવતો છતાં અસંગ રહી પરવશતાના અભાવથી પરમપદ પામે છે. આનામાં “મીમાંસા' ગુણ રહેલો હોય છે એટલે સદ્વિચારયતાગુણ પ્રાપ્ત થાય છે. આથી તે ગુણથી સમ્યજ્ઞાન થાય છે. આ દષ્ટિમાં બોધ ‘તારાની પ્રભા જેવો હોય છે એટલે જોકે ઘણો નહિ પણ એકસરખો – અખંડિત પ્રકાશ આપે છે. તે પ્રકાશ એવો હોય છે કે આ દષ્ટિમાં વર્તતા પ્રાણીનું ચરિત્ર સહજ નિરતિચાર થાય છે, અનુષ્ઠાન શુદ્ધ હોય છે, પ્રમાદરહિત વર્તન હોય છે, શુભ વસ્તુમાં આત્માનો વિનિયોગ થાય છે અને આશય ઉદાર અને ગંભીર થાય છે. આ પરથી ભાસે છે કે પ્રમાદરહિત વર્તન હોવાને લીધે અહીં સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. આપણે જોયું છે કે પાંચમી દષ્ટિથી સમ્યક્ત્વ થાય છે – ત્યાંથી વેદ્ય સંવેદ્યપદની પ્રાપ્તિ થવા માંડે છે. બોધ સમ્યગુ હોવાને લીધે તે થયા પછી યમનિયમ પ્રથમ દેશથી અને પછી સર્વથા આદરે છે. યમને દેશથી (અમુક અંશે) આદરવાથી દિશવિરતિ ગુણ પ્રાપ્ત થતાં પાંચમું દેશવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે, અને યમને સર્વથા આદરવાથી સર્વવિરતિગુણ પ્રાપ્ત થતાં છઠું સર્વવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે અને જ્યારે સર્વવિરતિભાવમાં વર્તતા અપ્રમાદ ગુણ આવે છે ત્યારે સપ્તમ ૧. કેશવંઘચિત્તી ઘાર – પાતંજલ યોગસૂ. ૩-૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org