________________
જૈન યોગમાર્ગ
૮. પરાષ્ટિ - આમાં ‘સમાધિ’ નામનું યોગનું આઠમું અને છેલ્લું અંગ પ્રાપ્ત થાય છે. અહીં સમાધિ સંબંધે અન્ય દર્શન સાથે જૈનદર્શન શું કહે છે તે જોઈશું. પાતંજલ દર્શન ‘વૈશવં ચિત્તસ્ય ધારા' (૩-૧), એટલે ચિત્તની (ધ્યેય) દેશમાં સ્થિતિ - સ્થિરતા એમ ધારણાની વ્યાખ્યા કરી ધ્યાનની એ વ્યાખ્યા કરે છે કે “તંત્ર
–
પ્રત્યયે તાનતા ધ્યાનં’’(૩-૨) એટલે તેમાં (ધારણાના પ્રદેશમાં) વૃત્તિઓની એકાગ્રતા (તે) ધ્યાન કહેવાય છે; અને ત્યાર પછી ‘સમાધિ’ની વ્યાખ્યા આ સૂત્રમાં મૂકે છે ઃ “તહેવાર્થ માત્ર નિર્માનું સ્વરૂપશૂમિવ સમાધિ: (૩-૩) એટલે તે (ધ્યાન) જ (જ્યારે) ધ્યેય માત્ર રૂપે પ્રકાશ પામનારું (અને પોતાના) સ્વરૂપથી રહિત જેવું – શૂન્ય (થાય છે ત્યારે) સમાધિ કહેવાય છે. આમ આત્મલય કરનાર – આત્મસ્વરૂપની જ્યાં શૂન્યતા હોય એવું પતંજલની સમાધિનું સ્વરૂપ હોવાથી તે જૈનષ્ટિએ ઉપયોગી નથી. જૈનદૃષ્ટિએ એક દ્રવ્યમાં એકાગ્રતા કરવી તે સમાધિ છે. ધ્યાનમાં વિક્ષેપ કરનાર કારણોનો અભિભવ થાય છે, ત્યારે સમાધિમાં તેનો સર્વથા અભિભવ થાય છે. અને તે એટલે દરજ્જે કે પછી પૂર્વમાર્ગમાં પાછી ગતિ થતી નથી – તાત્પર્ય કે પૂર્વ અવસ્થામાં જે વિક્ષેપનો ક્ષયોપશમ થયો હોય છે એટલે જે વિક્ષેપ કંઈ શાંત થયા હોય છે અને કંઈક અંદર ગુપ્ત રહ્યા હોય છે તેનો અહીં સર્વથા અભિભવ થાય છે જેમ માટી પિંડરૂપ ધર્મનો ત્યાગ કરીને ઘટરૂપ ધર્મનો સ્વીકાર કરે છે તેવી રીતે અહીં સમજવું. આ સૃષ્ટિ સમાધિનિષ્ઠ છે – સમાધિના સંગ સિવાય આ દૃષ્ટિમાં બીજું કંઈ નથી. તેની પ્રવૃત્તિ એટલે આ દૃષ્ટિવાળા મહાત્મની પ્રવૃત્તિ આત્મીકૃત છે આત્મિક ગુણમાં પ્રવૃત્ત થયેલી છે – બીજા કશામાં (બાહ્ય ક્રિયા આદિમાં) નથી. આથી અતિચાર · દૂષણ કોઈપણ લાગતું નથી. અને તેથી પોતે નિરાચાર પદ પામે છે – પ્રતિક્રમણ, આલોચના, આદિ આચાર સેવવાની જરૂર તેને હોતી જ નથી કારણકે જે કર્મો આચારથી જિતાય છે તે ન હોવાથી તે આચારની જરૂર ન જ રહે. આ દૃષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા જેવો સૂક્ષ્મ બોધ થાય છે કે જે સ્થાયી રહેવા ઉપરાંત સૂર્યપ્રભા જેવો આંખને આંજી નાંખનાર નથી, પરંતુ શાંતિ આપનાર અને અંતરંગ પર અસર કરનાર હોય છે. આવા સૂક્ષ્મ બોધને અંગે ઉપર જણાવેલી એવી ‘પ્રવૃત્તિ’ – આત્મગુણપ્રવર્તન થાય છે. સાતમી દૃષ્ટિમાં જે તત્ત્વપ્રતિપત્તિ કહી તે અહીં પ્રવૃત્તિમાં પરિપૂર્ણતા પામે છે. અહીં ગુણશ્રેણી પર આરોહણ કરે છે. તેનાં શરીરપુદ્ગલો ચંદનગંધ જેવાં થઈ જાય છે. પહેલાં કષાય ઉત્પન્ન કરનાર સાંપરાયિક કર્મનો ક્ષય થતો હતો, અને હવે ભવાંતની આડે આવનાર ભવોપગ્રાહી કર્મનો ક્ષય થાય છે એટલેકે અહીં કર્મક્ષય એવો થાય છે કે ફરી વાર સંસારમાં આવવાપણું રહેતું જ નથી. જે ધર્મસંન્યાસ ઉપવારથી છઠ્ઠા ગુણસ્થાનમાં (પ્રમત્ત સંયતગુણસ્થાનકમાં) શરૂ થાય છે અને પારમાર્થિક દૃષ્ટિએ ૮મા અપૂર્વકરણમાં પ્રાપ્ત થાય છે તે અહીં પરાકાષ્ઠા પામે છે, અને છેવટે કેવલશ્રી – મુક્તિરૂપી લક્ષ્મી સદોદયા – સર્વકાલાબાધિત પ્રાપ્ત થાય છે. તેરમા સયોગી કેવલી ગુણસ્થાન પ્રાપ્ત કરતાં પહેલાં તેના ઘનઘાતી – આત્મગુણના ઘાતક એવાં ચાર કર્મો નામે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયનો સર્વથા ક્ષય થાય છે. અનાદિથી કર્મસંબંધને લઈને જીવ જોકે પોતાની પ્રકૃતિથી એટલે આત્મીય તત્ત્વની
Jain Education International
-
-
૨૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org