________________
જૈન યોગમાર્ગ
૧૯૯
સામગ્રીવાળો સુખી પ્રાણી દિવ્યગાન સાંભળવાની ઈચ્છા રાખે અને તેના શ્રવણથી તેને જેમ જેમ મજા પડે તેમ આ દષ્ટિમાંના જીવને તત્ત્વશ્રવણેચ્છાથી તેમ કરતાં આનંદ આવે છે. આમાં બોધ કાષ્ઠના અગ્નિના કણ જેવો છે. #પદોષ (અન્યના ચમત્કાર દેખી લલચાઈ જવારૂપ) તે નાશ પામે છે, અને તેથી યોગમાં રહેલ અક્ષેપ - અપ્રતિબંધથી ચિત્તની સ્થિરતા થાય છે અને યોગસાધનના ઉપાય મેળવવાની કુશળતા થાય છે. અહીં પ્રથમની બે દષ્ટિ કરતાં વધુ પ્રગતિ થાય છે. અહીં વિન આવવાથી પડી જવાનો સંભવ રહે છે તે ખાસ ધ્યાનમાં રાખી તે વિદનને દૂર કરી આગળ વધવાનું
૪. દીપ્રાદેષ્ટિ – આમાં યોગનું ચતુર્થ અંગ નામે પ્રાણાયામનો લાભ થાય છે - એથી એ સમજવાનું છે કે બાહ્ય ભાવનો રેચ થાય છે, અંતર ભાવનો પૂર થાય છે અને સ્થિરતાભાવનો કુંભક થાય છે – એટલેકે રેચક, પૂરક અને કુંભક નામના પ્રાણનો આયામ થાય છે. આવા પ્રકારના પ્રાણાયામથી (બાહ્ય - સ્થૂળ અર્થમાં પ્રાણાયામ શબ્દ વપરાય છે તેથી આત્મોન્નતિમાં બહુ લાભ થતો નથી) ગ્રંથિભેદ તુરત થાય છે, તેથી પ્રશાંતવાહિતાનો લાભ થાય છે. અહીં બોધ દીપપ્રભા જેવો – પ્રથમની ત્રણ દષ્ટિ કરતાં વધુ થાય છે. અત્યાર સુધી શ્રવણેચ્છા હતી તે વધીને ‘બોધ” પામે છે અને તે એટલે સુધી કે પ્રાણનો અંત થાય તોપણ ધર્મને ન છોડે એવી ધર્મ પર પ્રીતિ થાય છે. જોકે આમાં વર્તતા જીવને સમ્યજ્ઞાન ગ્રંથિભેદપૂર્વક થયું નથી તેથી તેને સૂક્ષ્મ બોધ હોતો નથી, તોપણ ગુરુભક્તિ વિશેષ હોવાને લીધે તેને તીર્થંકરદર્શન ઉત્કૃષ્ટ લાગે છે. અને તેની તેને સમાપત્તિ થતાં – ધ્યાનથી સ્પર્શના થતાં તે સાધ્યપ્રાપ્તિનું – મોક્ષપદનું કારણ થાય છે. સૂક્ષ્મબોધ તો “વેધસંવેદ્ય પદની પ્રાપ્તિથી થાય છે. અહીં અવેદ્ય સંવેદ્ય પદ હોવાથી સૂક્ષ્મ બોધ થતો નથી. છતાં શ્રવણેચ્છાનું ફળ – ‘શ્રવણ' સ્પષ્ટ રીતે થાય છે. અહીં ‘વેદ્યસંવેદ્ય પદ પર વિચાર કરવા યોગ્ય છે.
પ્રથમની ચાર દષ્ટિમાં ‘અવેધ સંવેદ્ય પદ અને છેલ્લી ચારમાં ‘વેદ્યસંવેદ્ય પદ છે. અવેધ સંવેદ્ય પદમાં મિથ્યાત્વ છે, બોધ ઉપરઉપરનો છે. સંસાર પર રુચિ છે, પાપમાં આસક્તિ છે, ભવાભિનંદીપણું છે, અને સમારોપ સમાકુલતા એટલે મિથ્યાત્વદોષથી થતાં દુઃખને પામવા પ્રત્યે જવાથી ગલિતપણું છે. અવેદ્ય એટલે અ= વિપરીત + વેધ=જાણવા યોગ્ય વસ્તુ. સંવેદ્ય એટલે જે ક્ષયોપશમ પ્રમાણે નિશ્ચયબુદ્ધિથી જણાય છે તે. પદ એટલે આશયસ્થાન. જાણવા યોગ્ય એવી વસ્તુને જે આશયસ્થાનમાં ક્ષયોપશમ પ્રમાણે નિશ્ચયબુદ્ધિથી જણાય છે તે વેધસંવેદ્ય પદ. એથી વિપરીત એટલે જે પદમાં વસ્તુ અજ્ઞાનથી આવરણ પા - 1 ક્ષયોપશમ પ્રમાણે નિશ્ચયબુદ્ધિના નાશથી મૃગતૃષ્ણાના જળ માફક જણાય છે તે. ભવાભિનંદીનાં લક્ષણ શુદ્ર (કૃપણ), લાભરતિ (યાંચાશીલ), દીન (ભવિષ્યમાં અકલ્યાણ થશે એવું જોનાર), મત્સરી (બીજાનાં કલ્યાણથી દુઃખી થનાર), ભવાન્ (હંમેશાં બીકણ), શઠ (માયાવી, કપટી), અજ્ઞ (મૂખ), અને ભવમાં આનંદ માનનાર – સંસારમાં આસક્ત એ ભવાભિનંદી છે અને તેનાં ઘણાં કાર્યો એવાં હોય છે કે જેનું ફલ કંઈ મળે નહિ. આ ભવાભિનંદીપણાના
પરિણામે આ પદમાં સ્થિત થયેલ એટલે પ્રથમની ચાર દૃષ્ટિમાં વર્તતા પ્રાણીને કદાચ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org