Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૯૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
કુતર્કજાલમાં ફસાઈ રહે તો તેઓની ઉપર દ્વેષ ન કરતો કર્મપરિણતિ વિચારી મધ્યસ્થતા ધારણ કરે છે. આ દષ્ટિમાં યોગબીજની વાવણી થાય છે, સંસાર તરફ સ્વાભાવિક રીતે જ ઉદ્વેગ આવે છે, સિદ્ધાંત – ધર્મનીતિમય પુસ્તકો વગેરે લખાવવાં, વાંચવાં, મનન કરવાં વગેરે જ્ઞાનપ્રાપ્તિ તરફ આકર્ષણ થાય છે અને તે પ્રત્યે પ્રયત્ન કરે છે. ત્રણ પ્રકારના અવંચક ભાવ આ દષ્ટિમાં થાય છે. આ દષ્ટિમાં આવી સ્થિતિ થાય છે કારણ કે આ દશાએ પ્રાણીના કર્મમલ – ભાવમલ અલ્પ થયાં હોય છે. અહીં કોઈ શંકા કરશે કે આ મિથ્યાત્વગુણસ્થાનકમાં – હજી પહેલી દષ્ટિમાં આવી ઉચ્ચ સ્થિતિ થાય છે તો પછી મિથ્યાત્વ ગયા પછીની ચતુર્થ પંચમ આદિ ગુણસ્થાનકની શી વાત કરવી ? કારણકે ત્યાં ચડવા માટે તો અતુલ વીર્ય વાપરવાની જરૂર રહે. જવાબ એ જ કે આ વસ્તુસ્થિતિ છે. સાધારણ બાહ્ય ક્રિયામાત્ર કરવાથી પોતાની જાતને ઉન્નત થયેલી માનનાર ઘણુંખરું આત્મવંચના કરે છે - આત્માને ઠગે છે. માત્ર પોતાને સમ્યગ્દષ્ટિ જેવી ઊંચ સ્થિતિ માની લેવી એ મોટી ભૂલ છે. જે પછીની દષ્ટિનું સ્વરૂપ જોતાં સ્પષ્ટ જણાય તેમ છે કે સમ્યકત્વ જેવી મહાવિમળા દશાએ પહોંચવા માટે ઘણાંઘણાં સાધનો એકઠાં કરવાની જરૂર છે. વળી મિત્રાદષ્ટિમાં વર્તતા જીવોને બીજકથા સાંભળીને ઉપરમ – મનમાં બહુ આનંદ આવી જાય છે, અને અહીં શ્રદ્ધાનો સંગમ થાય છે.
૨. તારાદેષ્ટિ – આમાં યોગનું દ્વિતીય અંગ નામે નિયમ” પ્રાપ્ત થાય છે કે જે પાંચ છે : શૌચ (શરીર ને મનની શુદ્ધિ), સંતોષ (પ્રાણયાત્રાને નિભાવનાર પદાર્થો સિવાય અન્યની અસ્પૃહા), તપ (ક્ષધાપિપાસાદિ પરીષહ સાથે દેહદમન), સ્વાધ્યાય (સૂત્રગ્રંથ વગેરેનું અધ્યયન) અને ઈશ્વરપ્રણિધાન (આત્મતત્ત્વનું ચિંતવન કરવું). અહીં બોધ છાણાંના અગ્નિ જેવો છે. આ દષ્ટિનું લક્ષણ ‘તત્ત્વજિજ્ઞાસા (તત્ત્વજ્ઞાન કરવાને માટે લાલસા) છે. આ દૃષ્ટિમાં વર્તતા જીવને યોગકથા પર બહુ પ્રેમ આવે છે. તે યોગીઓ પ્રત્યે યથાશક્તિ અન્નદાનાદિ વડે ઉપચાર કરે છે, ઉચિત ક્રિયા કરવામાં કદી પાછું જોતા નથી. જયારે અનુચિત ક્રિયા કરતા નથી, પોતાના આચારની હીનતા પ્રત્યે મહાત્રાસ છૂટે છે, પોતાની પ્રજ્ઞાની કલ્પનામાં અવિસંવાદ (અવિપરીતભાવ) જોવાને લીધે તેમાં વિવિધ પ્રકારની મુમુક્ષુની પ્રવૃત્તિઓ થાય છે, પોતે જાણવાને અશક્ત હોવા લીધે જે શિષ્ટ પુરુષો છે તેના આચાર પ્રમાણે પોતે વર્તે છે. કારણ કે તેઓ એમ માને છે કે અમારી બુદ્ધિ મોટી નથી તેમ શાસ્ત્ર અનેક છે ને તેનો સંગ્રહ કર્યો નથી તેથી શિષ્ટ પુરુષો જ પ્રમાણરૂપ છે. આમાં સમ્યગ્દર્શનનો મનાકુ – જરા સ્પર્શ થાય છે.
૩. બલાદેષ્ટિ – આમાં દઢ દર્શન રહેલું છે. જીવને રહેલી અનેક પ્રકારની તૃષ્ણાથી તે અનેક દુ:ખ પામે છે. આમાં તેવી તૃષ્ણા નિવૃત્ત થઈ જવાથી પ્રકૃતિસૌમ્યતા એવી આવે છે કે યોગનું ત્રીજું અંગ “આસન' પ્રાપ્ત થાય છે. અહીં શુશ્રુષા’ (શ્રવણની ઈચ્છા) એવી પ્રબળ થાય છે કે જેવી બહુ સુંદર યુવા" ની સાથે પરિપૂર્ણ ૧. (૧) યોગાવંચકભાવ -- સત્પરષોનો યોગ – અંક તે (૨) કિયા ચકભાવ – સત્પરષોનો
નમસ્કાર, તેમની પૂજાવિધિ વગેરે (૩) ફલવં કમાવ – સાપોથી ધર્મસિદ્ધિ. ૨. પાતંજલદ્યોગ સૂત્ર ૨, ૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org