Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૯૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
અગત્યનું સાધન યોગ છે.
યોગનો અર્થ તેમાં રહેલ યુજુ=જોડવું એ ધાતુ પરથી જે સાધ્યની સાથે ચેતનને જોડે એ થાય છે. અન્ય તે જ પારિભાષિક શબ્દ નામે “યોગ' કે જેનો અર્થ (શુભ, અશુભ) કાયિક, વાચિક તથા માનસકર્મ એ થાય છે તે અર્થ અહીં લેવાનો નથી. આ યોગની અનેક ક્રિયાપ્રક્રિયા – સાધન આદિ છે તે માટે ગુરૂગમની ખાસ જરૂર છે, નહિ તો યોગમાંથી યોગાભાસમાં પતન થાય છે.
યોગની વ્યાખ્યા વિચારીએ. પાતંજલ યોગદર્શનકાર ચિત્તવૃત્તિના નિરોધને અથવા ચિત્તવૃત્તિની સંસ્કારશેષ અવસ્થાને યોગ કહે છે. આની સાથે જેનની યોગ શબ્દની વ્યાખ્યા મળતી થતી નથી. સાધ્ય સાથે ચેતનનો યોગ તે જૈન અર્થ છે. જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિ ‘યોગદષ્ટિસમુચ્ચય' નામના ગ્રંથમાં કહે છે કે “અયોગ એટલે શુભઅશુભ મન-વચન-કાયાના યોગનો અભાવ – તેને યોગોમાં ઉત્કૃષ્ટ યોગ કહેવામાં આવે છે અને તેનો મોક્ષની સાથે જોડવાનો ભાવ છે અને તેનું સ્વરૂપ – લક્ષણ સર્વસંન્યાસ એટલે સર્વત્યાગ છે. ચિત્તની તદ્દન નિરોધાવસ્થા અથવા શૂન્યસમાધિસ્વરૂપ જૈન દષ્ટિએ કોઈ પણ પ્રકારે ઉપયોગી નથી.
આપણે “જીવની ઉત્ક્રાંતિ’ આગળ જોઈ ગયા છીએ, અને તેમાં જણાવેલ છે કે મનુષ્ય સમ્યગ્દર્શન અમુક પ્રગતિ કરી પ્રાપ્ત કરે છે. હવે તેને જરા વિસ્તારથી કહી તેથી આગળ વધનાર – વધવા ઈચ્છા રાખનાર સાધક જીવની ઉત્ક્રાંતિ જોઈએ :
ઉન્નતિક્રમ બતાવવા માટે ચૌદ ગુણસ્થાનક' એ નામના વિભાગ કરવામાં આવ્યા છે. જેમ જેમ આત્મા – ચેતન ગુણસ્થાનકમાં આગળ વધતો જાય છે તેમ તેમ તેના આત્મીય ગુણો સવિશેષપણે પ્રકટ થતા જાય છે અને છેવટે ચૌદમાં ગુણસ્થાનકના છેડે તે પહોંચે છે ત્યારે તેને તદનંતર ક્ષણે જ સાધ્ય – મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ સંબંધી વિચારણા થઈ ગઈ છે. અત્યારે તો એટલું જણાવીશું કે મિથ્યાત્વગુણસ્થાનકથી (પહેલાથી) આગળ ચાલતાં ચતુર્થ ‘અવિરતિ સમ્યગ્દષ્ટિ' નામના ગુણસ્થાનકની દશા પ્રાપ્ત થાય છે તે વખતે હવે પછી કહેવામાં આવતી ચતુર્થદષ્ટિથી આગળ વધવામાં આવે છે. પાંચમા ગુણસ્થાનકે દેશવિરતિ પ્રાપ્ત થાય છે. અને છટ્ટે સર્વવિરતિવાળી પ્રમત્ત દશા થાય છે. સાતમા ગુણસ્થાનકે અપ્રમત્તદશા થાય છે. ત્યાંથી અષ્ટમ પ્રગતિમાનું (Progressive) ગુણસ્થાનકમાં અવાય છે. એમ આગળ ચડતાં અનેક આત્મીય ગુણો પ્રગટતાં કર્મનો નાશ થતો જાય છે અને છેવટે કર્મરહિત સ્થિતિ પ્રાપ્ત થાય છે. આમાંના પાંચમાં ગુણસ્થાનકથી આગળ પ્રગતિ કરતી વખતે બહુ સ્પષ્ટતાથી અને સપાટાબંધ ઉન્નતિ થાય છે. આ ગુણસ્થાનકનો – ઉન્નતિક્રમનો અગત્યનો વિષય યોગની આઠ દષ્ટિ સાથે થોડોથોડો વિચારીશું. યોગની આઠ દૃષ્ટિ
દષ્ટિની વ્યાખ્યા શ્રદ્ધાસંગી બોધ છે. વિચારપૂર્વક શ્રદ્ધા રાખી નિર્ણય કરવો અને સત્યસ્વરૂપનું જ્ઞાન કરવું એનું નામ દષ્ટિ છે. આત્માના ઉન્નતિક્રમમાં જેટલા ભેદો
ઉન્નતિસ્થાનના થઈ શકે તેટલા દૃષ્ટિના ભેદ થાય છે, પરંતુ તેના મુખ્ય આઠ વિભાગ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org