Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૯૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
નહીં. માત્ર તે-તે વસ્તુના સ્વભાવથી જ તે બધું એમ થાય છે એટલે ઇચ્છાનુસાર કાંઈ થવાનું નથી, બધું સ્વભાવાધીન છે. તો પ્રયત્ન મિથ્યા છે. – આવું સ્વભાવવાદનું સ્વરૂપ છે. (૩) એક એવી વાત છે કે એક પક્ષીનું યુગલ ઝાડ પર બેઠું હતું તેને મારવા માટે શિકારી બાણ તાકી ઊભો હતો, તેવામાં બાજ પક્ષી પણ તે યુગલને પકડી મારી નાંખવા માટે તે ઝાડ પર ટાંપીને ઊડતો હતો – આમ કોઈ રીતે તે પક્ષીયુગલને બચવાના ઉપાય ન હતો, પણ યોગાનુયોગ, નિયત ભાવી, થવાકાળ કે એક ઝેરી સાપે તે શિકારીને ડંખ માર્યો. તે નીચે પડ્યો ને બાણ હાથમાંથી છટક્યું તે જઈને બાજ પક્ષીને લાગ્યું. બાજ પક્ષી મરણ પામી નીચે પડયો ને પક્ષી-યુગલ બચી ગયું ઃ આનું નામ નિયતિ, ભવિતવ્યતા, ભાવી; અને તેથી કેટલાક એકાંતે નિયતિવાદી હોય છે. (૪) અયોગ્ય વર્તનથી રોગનો ઉદ્ભવ થતાં તે દૂર કરવા માટે વૈદ્ય, દવા, સારવાર વગેરે બધી સામગ્રી છતાં રોગ ન જાય. તો તે પૂર્વકર્મનું, પ્રારબ્ધનું કાર્ય લાગે છે. આમ કેટલાક પૂર્વકર્મવાદી હોય છે. (૫) કોઈએ પોતે જે કંઈ ધન મેળવ્યું હોય, માન મેળવ્યું હોય તે પોતાના શ્રમથી – પુરુષાર્થથી મેળવ્યું છે એમ માને છે, કારણકે પુરુષાર્થ પરમ આવશ્યક કારણ છે. આમ પુરુષાર્થવાદી એકાંત હોય છે.
આવી રીતે પાંચે જણ જુદાજુદા કારણ ઉપર અવલંબન રાખી કાર્યની સિદ્ધિ માટે તે તે પરમ આવશ્યક છે એમ જુદીજુદી રીતે માને છે, જ્યારે જૈન તત્ત્વજ્ઞાનીઓ કાર્યની ઉત્પત્તિમાં તે પાંચ કારણ સમુદાયે આવશ્યક છે અને તેમાં એકપણ જો ઓછું હોય તો કોઈ કાર્ય થઈ શકતું નથી એમ સ્વીકારે છે.
ઉપરનાં દષ્ટાંતોનું જરા સમાધાન કરીએ. (૧) આંબો ગ્રીષ્મઋતુમાં પાકે છે એ ખરી વાત છે, પણ તેનું કારણ ગ્રીષ્મઋતુ જ છે એ બંધબેસતી વાત નથી. આંબામાં આંબાપણું (સ્વભાવ) ન હોત તો આંબો પાકત ? બીજ દગ્ધ થયું હોત એટલે બીજનું બીજાપણું ન હોત તો આંબો પાકત ? નહિ જ. તો કાળની સાથે સ્વભાવ મળ્યો. હવે આંબા પાકવામાં તથાવિધ સામગ્રી જોગવાઈ (નિયતિ) જેવી કે તથાવિધ જલસિંચન, ઋતુની અનુકૂળતા, ભૂમિની અનુકૂલતા આદિ હોવી જોઈએ. આંબો એકેંદ્રિય સ્થાવર વનસ્પતિકાય જીવ છે. પૂર્વે એવું કર્મ ઉપામ્યું છે કે આંબારૂપે એણે – એ જીવે ભૂલદેહ ધારણ કર્યો. એ (પૂર્વકમ) ન હોત તો આંબા રૂપે જન્મત જ નહિ. જીવે જે પૂર્વે પ્રારંભેલું હોય – પ્રારબ્ધ હોય – તે તેને ઉદય આવી જુદાજુદા વિપાકનું (ફલનું કારણ થાય છે. વળી આ ચારે હોવા છતાં તે આંબાએ – સ્થાવર એકેંદ્રિય સ્થૂલ જીવે પાણી વગેરેની જે જોગવાઈ હતી તે ગ્રહણ કરવામાં અવ્યક્ત (પુરુષાર્થ) ન કર્યો હોત તો તે કદી મિષ્ટ ફળ આપી ન શકત. આ પ્રમાણે પાંચે કારણ મળવાથી આંબા પાકવાનું કાર્ય સિદ્ધ થયું. (૨) ઉપર પ્રમાણે સમજી લેવું. (૩) પક્ષીનું યુગલ બચી ગયું તેમાં યથાયોગ્ય' – અવશ્યભાવ એ કારણ ખરું, પણ કાળના પરિપાક વગર, તેના પૂર્વકર્મ વગર, સ્વભાવ ને પુરુષાર્થ વગર તે બને નહિ. વગેરે વગેરે.
જેમ સ્ત્રી બાળકને જન્મ આપે છે તેમાં પ્રથમ કાલની અપેક્ષા છે, કારણકે કાલ વિના ગર્ભધારણ થતું નથી. બીજું કારણ સ્વભાવ છે. જો તેમાં બાળક ઉત્પન્ન હોવાનો સ્વભાવ હોય તો બાળક ઉત્પન્ન થાય, નહિ તો નહિ. વંધ્યામાં એ સ્વભાવ નથી. ત્રીજું કારણ અવશ્યભાવ (નિયતિ) છે. જો પુત્ર ઉત્પન્ન હોવાવાળો હોય તો ઉત્પન્ન થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org