Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૮૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ઉપશમક જીવ સૂક્ષ્મલોભને સર્વથા ઉપશમાવે છે.
ક્ષપક જીવ આ ગુણસ્થાન કરે જ નહિ; તે તો દશમા ગુણસ્થાનમાંથી લોભના ખંડ સૂક્ષ્મ કરીને ખપાવી – ક્ષય કરી ૧૨મા ક્ષીણમોહ ગુણસ્થાનમાં જાય છે.
૧૨. ક્ષીણમોહ ગુણસ્થાનક – અહીં ક્ષપક જીવ ક્ષપક શ્રેણીના માર્ગથી દશમા ગુણસ્થાનથી. સંપૂર્ણ કષાયને નિઃશેષ કરી શુદ્ધ આત્મભાવનાના બલથી સકલ મોહનીય કર્મનો ક્ષય કરે છે તેથી આ ગુણસ્થાનકને ‘ક્ષીણમોહ' કહે છે. ક્ષપક જીવ અહીં મોહનો ક્ષય કરી વિશેષે કરીને જેમાંથી રાગ ગયો છૈ એવો વીતરાગ, યથાખ્યાત ચરિત્રવાળા – મહાયતિ, વિશુદ્ધ ભાવવાનું થઈ, બીજા શુક્લ ધ્યાનનો આશ્રય કરે છે, અને તે ધ્યાનથી આ ગુણસ્થાનકને અંતે કર્મરૂપી ઇંધન સળગાવી નિદ્રા ને પ્રચલા એ પ્રકૃતિનો નાશ કરે છે અને અંતે કેવલજ્ઞાની થાય છે.
૧૩. સયોગી કેવલી ગુણસ્થાન – અહીં કેવલજ્ઞાન છે પરંતુ હજુ મન, વચન, કાયાનો યોગ રહેલો હોય છે તેથી સયોગી કેવલી ગુણસ્થાન કહે છે. અહીં આત્માના ભાવ કેવલ શુદ્ધ-ક્ષાયિક ભાવ હોય છે, સમ્યક્ત્વ અને ચારિત્ર પણ ક્ષાયિક જ થાય છે, કારણકે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો ક્ષય થાય છે. અહીં સામાન્ય કેવલી ઉપરાંત ધર્મપ્રવર્તક અને ધર્મોપદેશક શ્રી તીર્થંકર, જો તે યોગ્ય કર્મ પ્રાપ્ત કર્યું હોય તો, થવાય છે. તે કર્મ ૨૦ સ્થાનકના સેવનથી પ્રાપ્ત થાય છે ઃ નામે ૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. પ્રવચન, ૪. આચાર્ય, ૫. સ્થવિર, ૬. ઉપાધ્યાય, ૭. તપસ્વી, ૮. જ્ઞાન, ૯. દર્શન, ૧૦. વિનય, ૧૧. આવશ્યક, ૧૨. શીલવ્રત, ૧૩. તપ, ૧૪. ક્રિયા, ૧૫. દાન, ૧૬. વૈયાવૃત્ત્વ, ૧૭. સમાધિ, ૧૮. અપૂર્વજ્ઞાનગ્રહણ, ૧૯. શ્રુતભક્તિ, ૨૦. તીર્થપ્રભાવના.
૧૪. અયોગી કેવલી ગુણસ્થાનક – દેહોત્સર્ગ કરતાં પહેલાં છ માસ પહેલાં કેવલી ‘સમુદ્દાત’ કરી સર્વલોકમાં પોતાના આત્મપ્રદેશને વિસ્તારી સંકોચી નાંખે છે અને પછી ધ્યાનથી સર્વ યોગથી મુક્ત થાય છે તેથી ‘અયોગી કેવલી' એ નામ આ ગુણસ્થાનકનું છે. સંમુદ્દાત કરી એટલે તેનાથી નિવૃત્ત થઈ કેવલી પોતે હજુ મન, વચન અને કાયાના યોગવાળા હોવાથી તે યોગનો નિરોધ કરવા અર્થે ત્રીજું શુક્લ ધ્યાન કરે છે, ત્યાર પછી આયુષ્ય પૂર્ણ થવાને પાંચ હ્રસ્વાક્ષર (અ, ઇ, ઉ, ઋ, લુ)ના ઉચ્ચારણ જેટલો કાલ બાકી રહે છે ત્યારે તેને ચોથા શુક્લધ્યાનની પરિણતિરૂપ શૈલેશીકરણ – પર્વત સમાન સ્થિરતા થાય છે અને સૂક્ષ્મરૂપ કાયયોગમાં રહી ત્વરિત યોગાતીત – અયોગી ગુણસ્થાનમાં જાય છે. ત્યારપછી આયુષ્ય પૂર્ણ કરી દેહનો ઉત્સર્ગ કરી સિદ્ધ થાય છે.
(આમાં ધ્યાન જે કહેલાં છે તેનું સ્વરૂપ જૈન યોગમાં કહેલ છે અને કર્મનું સ્વરૂપ ‘કર્મસ્વરૂપ’માં કથેલ છે તો ત્યાં જોઈ લેવું.)
[સમુદ્દાત – મુક્તિ પામતા જીવના આયુઃ-કર્મમાં કોઈ ફેરફાર – વધઘટ થઈ શકતી નથી. હવે જો અઘાતી એવાં વેદનીય, નામ, ગોત્ર કર્મોની સ્થિતિ આયુઃકર્મ કરતાં વધારે હોય તો સર્વની સ્થિતિ સમાન કરવી જોઈએ, કારણકે સર્વજ્ઞને પણ આ ચારેય કર્મ ભોગવવાનાં તો છે જ અને સામાન્ય રીતે સર્વજ્ઞના વેદનીય કર્મની સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org