________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
સાંકેતિક અક્ષરો જ્યારે બરાબર સીધી લીટીમાં આવે ત્યારે તે તાળું ખોલી શકાય છે કે બીડી શકાય છે. ધારો કે ‘શ્રીમહાવીર’ એ પાંચ અક્ષરો સીધી લીટીમાં મૂકતાં તાળું ખોલી શકાય છે કે બીડી શકાય છે એવી ગોઠવણ છે. તો જોકે પ્રથમનો ‘શ્રી’ આંકા પાડેલ સીધી લીટીમાં અનેક વખત આવે, પણ ‘મહાવીર’ એ ચારે અક્ષરો જો તે ‘શ્રી’ની સાથે એકી વખતે એક સમાન લીટીમાં ન આવે ત્યાં સુધી તે તાળું ઊઘડી ન શકે કે બિડાય નહિ. તેવી જ રીતે એક, બે, ત્રણ કે ચાર કારણો ભેગાં થયાં હોય પણ પાંચે જ્યાં સુધી ભેગાં ન થાય ત્યાં સુધી કાર્યસિદ્ધિ ન થાય. શ્રીમન્ મહાવી૨ને અનેક વખત નિર્વાણયોગ કાલ પ્રાપ્ત થયો હશે. (૨) તેઓ ભવ્ય હતા, અર્થાત્ તેઓનો સ્વભાવ ભવ્યત્વ (મોક્ષ પામવા યોગ્ય) હતો; ભવ્યને જ નિર્વાણ પ્રાપ્ત થાય એવું આપણે અગાઉ જોઈ ગયા છીએ (જુઓ ‘જીવની ઉત્ક્રાંતિ’માં ત્રણ કરણનું નિરૂપણ કરતી વખતે ‘તથાભવ્યતા’ સંબંધે વિવેચન). આમ ભવ્યત્વ અનાદિકાળનું હતું, પણ (૩) તથારૂપ જોગવાઈ (નિયતિ) એટલે સદ્ગુરુ, સદૈવ, સદ્ધર્મની પ્રાપ્તિ જ્યારે થઈ ત્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી તેઓએ મોક્ષનું નિયત કારણ ઉપાર્જ્યું. (૪) પૂર્વકર્મ પણ પ્રારબ્ધ પણ, મોક્ષપ્રાપ્તિ પ્રથમનું પૂર્વકૃત પણ ‘તીર્થંકર નામકર્મ'રૂપ હતું અર્થાત્ પૂર્વે અપૂર્વ ભાવધ્યાનાદિ પરિણામે મોક્ષ આપે એવું પ્રારબ્ધ સંચ્યું હતું – એવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જ્યું હતું. જ્યાં સુધી પૂર્વનું પ્રતિકૂળ પ્રારબ્ધ હતું ત્યાં સુધી તે મોક્ષ ન પામ્યા. અને પ્રતિકૂળ પ્રારબ્ધ સતે (૫) પ્રબળ પુરુષાર્થથી, ઉપશમબળથી, વૈરાગ્યથી, શાંતિથી, ઉપસર્ગ પરિષહ સમભાવે વેદ્યા ત્યારે જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મની નિર્જરા કરી પરમસિદ્ધિ મેળવી.
૧૯૨
-
૧. વેદાંતમાં એક દૃષ્ટાંત છે. વેદાંતમાં ચોરાશી લાખ ભવફેરા કલ્પ્યા છે, તેમાં એમ કહ્યું છે કે ચોરાશી લાખ ફેરા ફરતાં વચ્ચમાં ભીંતમાં એક સૂક્ષ્મ દ્વાર આવે છે ત્યાં જે સ્પર્શે તે તરી જાય છે, તેને મોક્ષ મળે છે. હવે જોવાનું છે કે એ સ્પર્શ થવો કેટલો બધો મુશ્કેલ છે ? પ્રબળ સાધ્ય દૃષ્ટિ હોય તો જ એ સ્પર્શ થાય. જીવ જાણે કે ઓચિંતો મળી જાય તો ઠીક છે. કોણ જાણે ક્યા ભવે ક્યારે એ દ્વારનો સ્પર્શ થાય ? માટે આંખો મીંચી ખાઓ, પીઓ, મજા કરો. આમ કર્યે કદીપણ એ દ્વારનો સ્પર્શ ન થાય. દ્વાર આવે ત્યાં તો મોહના પાટા આંખ પર આડા આવી ગયા હોય. આમ અનંતીવાર ચોરાશી લાખ યોનિ ભમવું પડે જ. માટે સર્વે મનુષ્યે જાગ્રત અવસ્થા રાખવી યોગ્ય છે. તેમ પુરુષાર્થપૂર્વક સાધ્ય દૃષ્ટિથી કાળપિરપાકની રાહ જોવી ઘટે છે. પુરુષાર્થ હશે, જાગ્રત દશા હશે તો કાળલબ્ધિ આદિ પાંચે કારણો સહજ ભેગાં થઈ જ જશે. જૈન અધ્યાત્મરસિક આનંદઘનજી નામના મહાત્મા કહે છે કે ઃ
કાળલબ્ધિ લઈ પંથ નિહાળશે રે, એ આશા અવલંબ
એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મતિ અંબ.
Jain Education International
1
અહીં સાથે સાથે કહેવાનું કે જેમ વેદાંતમાં ૮૪ લાખ ભવફેરા માનેલ છે. તેમ જૈનમાં પણ ૮૪ લાખ જીવયોનિ માનેલી છે તે આ રીતે ઃ ૭ લાખ પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય, નિત્ય નિગોદ, સાધારણ નિગોદ દરેકની તથા ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિની મળી એકેન્દ્રિય જીવની ૫૨ લાખ, તેમાં બે લાખ, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એ દરેકની થઈ વિક્સેદ્રિયની ૬ લાખ, ૧૪ લાખ મનુષ્ય, ૪ લાખ નરક, ૪ લાખ દેવ, અને ૪ લાખ પંચેદ્રિય તિર્યંચની એમ પંચેંદ્રિયની ૨૬ લાખ આ રીતે ૫૨+૬+૨૬=૮૪ લાખ જીવયોનિ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org