Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કાર્યસિદ્ધિનું રહસ્ય : પાંચ સમવાય
તેના આયુઃકર્મની સ્થિતિ કરતાં વધારે હોય છે તેથી બધાંને સમાન સ્થિતિવાળાં કરવાં આવશ્યક છે. આ સમુદ્દાતથી થઈ શકે. જે કર્મોનો અન્ય કાળમાં અનુભવ કરવાનો હોય તેને જલદી ખપાવવાનું કામ સમુાતમાં લાગેલો જીવ કરે છે. આ કામ આઠ ક્ષણમાં થાય છે. પહેલી ચાર ‘સમયમાં જીવ પોતાને લોકમાં સર્વત્ર વિસ્તારે છે અને છેલ્લી ચારમાં તેથી વિપરીત મૂળ દશામાં આવી જાય છે. તેથી ચારેય કર્મની સ્થિતિ સમાન થઈ જાય છે અને તે ૧૪મા અયોગ-કેલિ ગુણસ્થાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે. શુક્લ ધ્યાનના અનુસંધાનમાં આનું નિરૂપણ કર્યું છે.]
કાર્યસિદ્ધિનું રહસ્ય : પાંચ સમવાય
કોઈપણ કાર્ય થવાને માટે પાંચ કારણો નામે‘૧. કાલ, ૨. સ્વભાવ, ૩. નિયતિ, ૪. પૂર્વકૃત અને પ. પુરુષકાર - પુરુષાર્થની જરૂર જૈન દર્શને સ્વીકારેલી છે. આને ‘સમવાય’ એટલે યત્સમવાયે વાર્યમુત્વદ્યતે જેના મળવાથી કાર્યની સિદ્ધિ થાય તે કહેવામાં આવે છે. આ પાંચે મળે તો કાર્ય ઉત્પન્ન થાય, પણ તેમાંના કોઈ એકથી, બેથી ત્રણથી કે ચારથી કાર્ય થાય એમ માનવાનું નથી એમ અનેકાંતિક જૈનો કહે છે. એમ માનનાર તે એકાંતિક છે.
-
હવે આપણે દૃષ્ટાંત લઈએ. (૧) કોઈ કહેશે કે આંબા પર કેરી પાકવાનું કારણ ગ્રીષ્મકાળ છે, કારણકે તે શીતળ ઋતુમાં જોઈએ તેવા આંબા પાકતા નથી માટે ઉનાળો જ આંબાનું કારણ, વરસાદ વરસવાનું કારણ ચોમાસું જ, કારણકે વરસાદ ઉનાળે આવતો નથી. આ પ્રમાણે કોઈ કાળને જ કાર્યનું કારણ માને છે, કારણકે કાળે કર્ષણ, કાળે જન્મ, કાળે મરણ, કાળે ગર્ભ વગેરે થાય છે. (૨) વર્ષાઋતુ વખતે બધી વનસ્પતિ ફાલે ફળે, પણ ‘જવાસા'નું ઝાડ કરમાઈ જાય, તેનું કારણ તેનો સ્વભાવ જ એવો છે કે ચોમાસામાં તે ફૂલેફાલે નિહ. લીંબડો વાવતાં આંબો પાકતો નથી કારણકે લીંબડાનો સ્વભાવ જ એવો છે. મગ બાફતાં કેટલાક મગ ‘કોરડું’ હોવાને લીધે કોરા ને કોરા રહે છે તે તેના સ્વભાવને લઈને; સાકર પાણીમાં ઓગળી જાય છે, મીઠું પાણીમાં નાંખતાં ઓગળી જાય છે, પણ કાળમીંઢ પથ્થર ગળતો ઓગળતો નથી વગેરે જુદીજુદી વસ્તુઓના સ્વભાવે લઈને તે તે કાર્ય થાય છે, તેથી કેટલાક સ્વભાવને જ કાર્યનું કારણ માની સ્વભાવવાદી હોય છે.
कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं
विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं
૧૮૯
-
न कामचारोऽस्ति कुतः प्रयत्नः ॥
કંટકોની તીક્ષ્ણતા, મૃગ-પક્ષી આદિનો વિચિત્રભાવ એ બધું કોણ કરે છે ? કોઈ १. कालोसहाव नियई पुव्वकयं पुरिसकरिण पंच । समवाए सम्मत्ते एगंते होइ मिच्छ ते ॥
Jain Education International
કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષકાર એ પાંચ સમવાયનો સ્વીકાર કરેલ છે, (તેમાંથી ફક્ત કોઈપણ એકનો જ એટલે) એકાંતનો – અમુક જ નિશ્ચયે છે એવો સ્વીકાર કરવો તે મિથ્યાત્વ છે. – સિદ્ધસેન દિવાકરકૃત ‘સમ્મતિતર્ક.’
For Private & Personal Use Only
www.jainelibrary.org