________________
૧૮૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
અસદ્ભાવે આત્મિક શક્તિ નિર્મળ હોઈ યથાર્થ જ્ઞાન વડે કરી વસ્તુસ્થિતિના સ્વરૂપને સમજી શકાય છે. સમ્યક્રષ્ટિ એ જ અર્થ સૂચવે છે કે યથાર્થદષ્ટિ. વસ્તુ, જીવનું સ્વરૂપ, જીવની ક્રિયા અથવા તો કર્મના ઉદયથી સુખ, લાભ, હાનિ વગેરે અમુક અમુક કર્મના સંભાવને લઈને છે એમ જ્યારે સમજાય છે ત્યારે તે જીવ નિમિત્તકારણ ઉપર રાગદ્વેષ કરતો નથી. કોઈએ ગાળ દીધી, બીજાએ સ્તુતિ કરી, એક હણવા તૈયાર થયો, બીજાએ રક્ષણ કર્યું, એકે ઘરમાંથી ચોરી કરી, બીજાએ તે ચોરીનું ધન મેળવી આપ્યું છતાં એક તરફ પ્રીતિ ને બીજા તરફ દ્વેષ નહિ – તેવી જ રીતે સંયોગ વિયોગ જે જે નિમિત્તોથી થતા હોય તે નિમિત્તો તેમાં કારણભૂત છે એમ મનમાં ન આવે – પણ એ બધો કર્મપ્રવાહ છે – જો મારાં તથા પ્રકારનાં કર્મો ન હોય તો આવા જીવોને જુદીજુદી રીતે જુદુંજુદું કરવાનું મારા માટે મન શાનું થાય ? એમને તેમ કરવાની પ્રેરણા થઈ, અથવા તેમનામાં જે ઇચ્છા થઈ તેમાં મારાં શુભ-અશુભ કર્મ કારણરૂપ કેમ ન હોય ? તો પછી આ નિમિત્ત કારણો ઉપર મારે રાગદ્વેષ કરવો યોગ્ય નથી અગર તેવા કર્મોથી દૂર થવા પ્રયત્ન કરું એવો ઉપયોગ સમ્યગ્દષ્ટિમાં રહેતો હોવાથી તે રાગદ્વેષને મંદ કરે છે. આથી ખરું “જૈનત્વ' આવે છે.
આમાં અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય)નો તેમજ મોહનીયકર્મની ત્રણ મુખ્ય પ્રકૃતિઓ નામે સમ્યક્ત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષય અથવા ઉપશમ થાય છે. શ્રદ્ધા યથાર્થ થાય છે.
૫. દેશવિરતિ ગુણસ્થાનક – આ શુદ્ધ શ્રાવકની ભૂમિકા છે. તેમાં અંશ ચારિત્ર - સદ્વર્તન છે. આમાં શ્રાવકનાં પાંચ અણુવ્રતનું પાલન, માર્ગાનુસારીના ગુણની પ્રાપ્તિ, ગૃહસ્થનાં છ કર્મ, સચિત્ત (સજીવ) આહારનો ત્યાગ, સદેવ એકાસણું કરવું, બ્રહ્મચર્યનું પાલન, મહાવ્રત સ્વીકારવાની ઈચ્છા, શ્રમણની ઉપાસકતા, ૧૧ પ્રતિમા – નિયમવિશેષ કમેક્રમે પ્રાપ્ત થાય છે. આર્ત અને રૌદ્ર ધ્યાન મંદતા પામે છે અને ધર્મધ્યાનનો અભ્યાસ - પ્રારંભ પડે છે.
૬. (સર્વવિરતિ) – પ્રમત્ત સંયત ગુણસ્થાનક – એ શુદ્ધ સાધુની ભૂમિકા છે. તેમાં સર્વાશે ચારિત્ર – સદ્વર્તન છે. પંચ મહાવ્રતનું પાલન આમાં હોય છે, પરંતુ સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય તથા પ્રમાદ (મદ, વિષય, કષાય, નિંદા અને વિકથા) અત્ર રહે છે તેથી આ ગુણસ્થાનક સંયત એટલે યતિનું ખરું પણ પ્રમત્ત' કહેવાય છે. આ પ્રમાદનો કાલ અંતર્મુહૂર્ત છે. ત્યાં સુધી પ્રમાદ રહે તો આ ગુણસ્થાન છે, પરંતુ તેથી વધુ રહે તો નીચે પતન થાય છે અને પમા ગુણસ્થાન “દેશવિરતિમાં અવાય છે, અને અંતર્મુહૂર્ત ઉપરાંત પ્રમાદ રહિત થવાય તો સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકમાં ચડાયા છે. આમાં આર્ત અને રૌદ્ર ધ્યાન મુખ્યપણે અને સાલંબન ધર્મધ્યાન (આજ્ઞા વિચયાદિ) ગૌણતાએ રહે છે.
૭. અપ્રમત્ત ગુણસ્થાનક -- આમાં પંચમહાવ્રતી – સાધુ ચતુર્થ કષાય એટલે સંજ્વલન ક્રોધાદિનો મંદ ઉદય થાય છે ત્યારે પ્રમાદ જતાં અપ્રમત્ત થાય છે અને મોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં આવી તેનો ક્ષય કરી, અનુદયમાં હોય તેને ઉપશમાવી નિરાલંબ ધ્યાનમાં પ્રવેશ કરવાનો પ્રારંભ કરે છે. પહેલાં આસન વગેરેમાં બેસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org