Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કાલસ્વરૂપ
૧૦૫
બદલવામાં પર્યાયોની વૃદ્ધિ પણ થાય અને હાનિ પણ થાય અને તે પ્રમાણે કાલના ભાગ પડે છે એટલે કે જે કાલમાં પદાર્થોને તે-તે પર્યાયો વડે પ્રથમ સમયથી આરંભીને નિરંતર વધાર્યા કરે તેનું નામ ઉત્સર્પિણી. (ઉત્સર્પતિ પ્રથમ સમયારણ્ય નિરંતરે વૃદ્ધિ નથતિ તૈલૈ: પર્યાવાનું તિ ઉત્સર્પિો : અને તેથી ઊલટું એટલે જેમાં હાનિ થાય તે અવસર્પિણી.
હવે કાલનું પ્રમાણ અનંત છે, તો પણ એની સંખ્યા – હદ નિર્માણ કરવા માટે અમુક ભાગ કર્યા છે, તેમાં મોટામાં મોટો અને હદમાં આવી શકે તેવો ભાગ કલ્પી તેનું નામ “કાલચક્ર' કલ્પ રાખ્યું. ચક્ર એટલે પૈડું. એટલે કાલને પૈડાનું રૂપ આપ્યું. પૈડાના આરા જોઈએ તો કાલચક્રના બાર ભાગ પાયા, તેમાંના દરેકનું નામ ક્રમ પ્રમાણે પહેલો, બીજો એમ આર - આરો રાખ્યું. આ રીતે દ્વાદશાર કાલચક્રના દરેક આરા સરખા નથી, પણ તેમાં એવી ગોઠવણ છે કે પહેલા છ આરાની જેટલી કાલસ્થિતિ તેટલી જ બીજા છ આરાની કાલસ્થિતિ. આ રીતે કાલચક્રમાં બે સરખા ભાગ પડ્યા. તેમાં એકનું નામ પર્યાયોમાં વૃદ્ધિ થવાને લીધે શરીર, આયુ, તથા શુભ પરિણામોની વૃદ્ધિ થવાથી ઉત્સર્પિણી, જેમાં પ્રથમના છ આરા આવી ગયા, એ નામ રાખ્યું, અને બીજા છ આરાના સરખા ભાગનું નામ પર્યાયોમાં હાનિ થવાને લીધે અને તેને લીધે શરીર, આયુ, તથા શુભ પરિણામોની હાનિ થવાથી અવસર્પિણી નામ રાખ્યું. તે દરેકનો સમય દશ કોડાકોડી સાગરોપમ છે. એટલે ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બે મળીને બાર આરાનું વીશ કોડાકોડી સાગરોપમનું કાલચક્ર થાય છે. આ બારે આરા અનુલોમ-પ્રતિલોમ ભાવથી આવે છે, એટલે જે ક્રમથી સુષમ સુષમા આદિ અવસર્પિણીમાં આવે છે, તેથી વિપરીત ક્રમથી અતિ દુઃષમા આદિ ઉત્સર્પિણીમાં આવે
હવે ભરત ક્ષેત્રમાં હાલ ચાલતા અવસર્પિણીના છ આરા - કાળ સમય જોઈએ. તેનાં નામ ચડતા પડતા કાળાનુભાવ પ્રમાણે આ રીતે રાખવામાં આવ્યાં છે.
૧. સુષમસુષમા ચાર ક્રોડાકોડ (કોટાકોટી) સાગરોપમ ૨. સુષમાં
ત્રણ ક્રોડાકોડ (કોટાકોટી) સાગરોપમ ૩. સુષમદુઃષમાં બે ક્રોડાકોડ ((કોટાકોટી) સાગરોપમાં ૪. દુષમસુષમાં એક ક્રોડાકોડ સાગરોપમ ઓછા ૪૨૦૦૦ વર્ષ ૫. દુઃષમાં ૨૧000 વર્ષ ૬. અતિ દુઃષમાં ૨૧000 વર્ષ
દશ ક્રોડાકોડ સાગરોપમ. दस कोडाकोडीओ सागर नामाण हुंति पुन्नाओ । उस्सप्पिणी पमाणी तं चेवोसप्पिणीए ॥ १॥ छच्चव कालसमया हवंति ओसप्पिणीइ भरहमि । तासिं नाम विहत्तिं अहक्कम कितइस्सामि ॥ २॥ सुसमसुसमा य सुसमा तइया पुण सुसमदुस्समा होइ । दुसमसुसमा चउत्थी दूसइ अइ दूसमा छठी ।। ३ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org