________________
છ લેશ્યા
મન કાળાં કહેવામાં આવે છે; આ જ પ્રમાણે લેશ્યાઓનાં નામ રંગો ઉપરથી રાખવામાં આવ્યાં છે. જે સર્વથી અશુભ લેશ્યા છે તે શ્યામ છે, મધ્યમ અશુભનો રંગ નીલ છે, કારણકે કાળા રંગથી નીલો રંગ કંઈ વધારે સારો છે, અને જે જઘન્ય અશુભ લેશ્યા છે તે કાપોત (કબૂતરના જેવા) રંગની છે કારણ કે તે રંગ વધારે ખુલ્લો હોય છે. અને શુભલેશ્યા ઉત્તમ શુક્લ (સફેદ) રંગની, મધ્યમ લાલ રંગની અને જઘન્ય પીત (પીલા) રંગની હોય છે.
આ છ લેશ્યાઓનું એક સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. કોઈ જંગલમાં છ મનુષ્ય જતા હતા. માર્ગમાં એક આમ્રવૃક્ષ આવ્યું કે જેમાં કેરીઓ મજાની પાકી ગઈ હતી. કાળી લેશ્યા વાળાને તે ફળ ખાવાની એટલી બધી ઇચ્છા થઈ કે તેણે વૃક્ષને જડ મૂળથી ઉખાડી લેવાનો વિચાર કર્યો. નીલ લેશ્યાવાળો મોટી ડાળી કાપવા તૈયાર થયો, કપોત લેશ્યાવાળો નાની ડાંખળીને કાપવા લાગ્યો, અને પીળી લેશ્યાવાળાએ કાચાંપાકાં સર્વ પ્રકારનાં ફળ તોડવાનું શરૂ કર્યું, લાલ લેશ્યાવાળાએ પાકાં ફળ તોડ્યાં પરંતુ શુક્લ લેશ્યાવાળાએ વૃક્ષ સામે કાંઈપણ નજર નાખતાં જે ફળ નીચે પડ્યાં હતાં તે ૫૨ સંતોષ રાખ્યો. આ પરથી મનના પરિણામની ધારા એક લેશ્યામાં અને બીજી લેશ્યામાં કેટલે દરજ્જે જુદી રહે છે તે સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
છ લેશ્યાનું સ્વરૂપ જુદું જુદું છે તે જણાવીએ :
૧૭૧
૧. કૃષ્ણ – એક પુરુષ લૂંટ ખૂન આદિ દુષ્ટ કર્મોથી ધનને પેદા કરે છે, તથા બહેન-સ્ત્રીની દરકાર કરતો નથી તથા પોતાની પુત્રીને રૂપિયા લઈ કોઈ બૂઢા સાથે પરણાવે છે અને ઇચ્છા કરે છે કે બૂઢો જમાઈ મરી જાય તો તેનો બધો માલ પોતાના કબજામાં આવે. અથવા એમ ઇચ્છે છે કે મારો દુશ્મન મરી જાય અથવા તેનો માનીતો દીકરો મરી જાય.
૨. નીલ – એક પુરુષ ચોરી કરે છે પણ જબરદસ્તી કરતો નથી તથા દહાડે વેશ્યાસેવન કરે છે પરંતુ બહેન, ભાણેજ, સ્ત્રીની દરકાર રાખે છે, તથા પોતાની પુત્રીને બૂઢા શ્રીમંત સાથે રૂપિયાની લાલચથી પરણાવે છે, પરંતુ તે વિધવા થાય એવું ઇચ્છતો નથી, તથા પોતાના શત્રુની હાનિ ઇચ્છે છે, પરંતુ તેનો નાશ થાય અગર તેનો પુત્ર મરી જાય એવું ચાહતો નથી. ૩. કપોત એક પુરુષ ચોરની પેઠે રાતે ચોરી કરવા જતો નથી, પરંતુ જૂઠું બોલી દગાકપટ કરી કોઈને નુકસાન કરી પોતે ધન કમાય છે તથા વેશ્યાસેવન કરે છે, પરંતુ બહુ છાની રીતે, તથા કોઈ વખત રૂપિયા લઈ પુત્રીને પરણાવે છે પણ માનબડાઈને ખાતર જુવાન શ્રીમંતની સાથે – પછી ભલે તે યોગ્ય ન હોય; પોતાના શત્રુની હાનિ તે ઇચ્છતો નથી પરંતુ ઝઘડા કરી લડી તેને જીતવાની ઇચ્છા રાખે છે.
૪. પીત – એક પુરુષ દગા, છળકપટ ઇત્યાદિથી દ્રવ્ય કમાતો નથી પરંતુ રૂપિયા પેદા કરવા માટે એટલો બધો શ્રમ વેઠે છે કે તે સિવાય તેને બીજું કંઈ સૂઝતું નથી; અગર દ્રવ્યની હાનિ થઈ જાય તો પણ શ્રમ ખેડે છે; તથા વેશ્યાસેવન તો કરતો નથી, પરંતુ સ્ત્રીમાં પ્રેમથી એટલો બધો ફસેલો છે કે બીજાં કામોમાં તેને લઈને ખરાબી થાય છે, પરંતુ તે સંબંધે કંઈ વિચાર કરતો નથી. તથા પોતાની પુત્રીનો વિવાહ એક યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org