Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૭૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
વરની સાથે કરે છે પરંતુ નામનાની ઈચ્છાથી પોતે અધિક ખર્ચ કરે છે કે જેથી પોતે જ નિર્ધન સ્વયમેવ બને છે, અને પછી શ્રમ કરે છે. તથા શત્રુની હાનિ તો ઇચ્છતો નથી પરંતુ શત્રુથી પોતાને દૂર રાખવા અને તેથી પોતાને કષ્ટ ન થાય તેમ કરવા ઇચ્છા રાખે છે.
૫. રક્ત – લાલ – એક પુરુષ ન્યાયથી દ્રવ્ય કમાય છે. પરંતુ મતલબથી અધિક કમાતો નથી અને જો કમાય છે તો ઉદારતાથી તેનો ખર્ચ કરી નાંખે છે અને દ્રવ્યહાનિ થાય તો બિલકુલ શોક કરતો નથી તેમ દ્રવ્ય કમાવા માટે તલ્લીન રહેતો નથી. પરંતુ પોતાનો સમય ધર્મધ્યાન અને લોકનું ભલું કરવામાં વ્યતીત કરે છે, અને ધર્મધ્યાનને પોતાનો ધર્મ સમજે છે તથા દ્રવ્યને ધર્મધ્યાનમાં ખર્ચે હર્ષ માને છે, વેશ્યાસેવન તો શું પણ પોતાની સ્ત્રીના મોહમાં પણ તલ્લીન રહેતો નથી. ઈદ્રિયના વિષયભોગનો સર્વથા ત્યાગી નથી, પરંતુ તેની આસક્તિ પણ નથી. તથા પોતાની પુત્રીને યોગ્ય વરની સાથે પરણાવે છે અને એવું કોઈ પણ કાર્ય કરતો નથી કે જેથી પોતાની પુત્રી અને જમાઈને કષ્ટ થાય. તથા શત્રુની શત્રુતા દૂર કરવા ચાહે છે અને તેને માટે તેની ખુશામત કરવાનું અગર માફી ચાહે છે; અને વિચારે છે કે શત્રુની સાથે શત્રુતા કરવાથી શત્રુતા મટતી નથી પરંતુ મિત્રતા કરવાથી મટે છે.
૬. શુક્લ - એક પુરુષ દ્રવ્યની ઈચ્છા રાખતો નથી અને દ્રવ્યને માટે કોઈ તજવીજ પણ કરતો નથી. કોઈ ગોઠવણ કંઈક મળી જાય તો તેમાં જ સંતોષ માની તેનાથી જ પોતાનો નિર્વાહ કરે છે, અને વિષયભોગથી તદ્દન દૂર રહે છે તથા સંતાનથી રાગ કરતો નથી તેમ કોઈને શત્રુ સમજતો નથી અને આ બાબતને હમેશાં લક્ષ્યમાં રાખે છે કે હું સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખું, ગુણીજનોને દેખી હું તેના ગુણથી મુગ્ધ બની પ્રસન્ન થાઉં. હું તેની યથાશક્તિ સેવા કરી યોગ્ય ભક્તિ કરું. દીનદુઃખી અજ્ઞાનીજનોની હું તનમનધનથી સેવા કરે, તેનું દુઃખ દૂર કરે. અને જે મનુષ્યો સાથે મારે સારું છે તેની સાથે મારો શત્રુભાવ નથી તેમ જ મિત્રતા નથી, પણ માધ્યસ્થ ભાવ છે.'
આ પ્રકારે વેશ્યાઓનું સ્વરૂપ સમજી બૂરી લેશ્યાનો ત્યાગ કરવો જોઈએ અને ઉત્તમ ગ્રહણ કરવા યોગ્ય છે. આ વાતોને ધારણ કરવાથી જ વાસ્તવિક કલ્યાણ થઈ શકે છે તથા રત્નત્રય ધર્મ (સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર) ગ્રહણ થઈ શકે છે.'
જૈન દષ્ટિએ જીવની ઉત્ક્રાન્તિ | વેદાન્તીઓ જેને અવિદ્યા કહે છે, સાંખ્યો જેને ક્લેશ કહે છે, જેનો જેને કમ કહે છે, બૌદ્ધો જેને વાસના – તૃષ્ણા કહે છે, શૈવો (પાશુપતો) જેને પાશ કહે છે તે ભવનું કારણ છે એટલે તેથી સંસારબંધ થાય છે. આ કર્મથી જીવ અનંતભવોમાં ભ્રમણ કર્યા કરે છે. જીવને કર્મનો સંબંધ જૈનદર્શન અનુસાર અનાદિ છે. અનાદિ કાળથી ખાણમાં રહેલા સુવર્ણ સાથે જેમ માટી આદિનો મળ લાગેલ છે તેમ આત્મા સાથે કર્મ લાગેલાં છે, તે કર્મનો ક્ષય કરવા અર્થે અને તેથી આત્માના સહજ ગુણ – અનંત ૧. ગૃહસ્થવિચાર', પૃ. ૧૧-૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org